Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०४४ 0 पुद्गलनिमित्तं जीवपरिणमनम् ।
૩/૨૦ विशेषपर्यायगतस्य चरमत्वस्य ज्ञातृज्ञानसापेक्षत्वान्न चैतन्यस्य सर्वथा सर्वदा अन्त्यविशेषपर्यायत्वम्, प तदग्रेऽपि विचक्षणानां विशेषोपलब्धेः। न हि ज्ञानापेक्षया विशेषपर्यायरूपाणां केवलज्ञान-सयोगिकेवलजा ज्ञानाऽयोगिकेवलज्ञान-सिद्धकेवलज्ञान-प्रथमाऽप्रथमसमयसिद्धकेवलज्ञानादीनाम् आगमसिद्धानां पूर्वोक्तानां ___(२/१०, ४/३, ९/१५ + १७, ११/९) वक्ष्यमाणानाञ्च (१४/७ ) तज्ज्ञैः अपलापः कर्तुं युज्यते । किन्तु " तज्ज्ञानाऽभावे चैतन्यस्य अन्त्यविशेषपर्यायविधया व्यवहारः समाम्नातः। तदनुरोधेन प्रकृतप्रबन्धे शे चैतन्यं चरमविशेषपर्यायतया देहात्मविभाजकतया चोक्तमिति विभावनीयं विज्ञैः ।
इदञ्चात्रावधेयम् - पूर्वोक्त(५/१९)परमभावग्राहकद्रव्यार्थिकलक्षणशुद्धनिश्चयनयतो निजस्व- भावसमवस्थितयोरपि संसारिजीव-कर्मणोः अन्योऽन्याऽनुगततया पूर्वोक्तोपचरिताऽनुपचरितसद्भूतव्यवहार " -संश्लेषिताऽसंश्लेषिताऽसद्भूतव्यवहारनयाऽभिप्रायतो (८/३-७) द्रव्य-क्षेत्र-काल-भाव-भवानुसारेण का परस्परनिमित्तं नानाविधपरिणमनमपि सम्पद्यत एव । तदिदमभिप्रेत्य समयसारे कुन्दकुन्दस्वामिना
“जीवपरिणामहेर्नु कम्मत्तं पुग्गला परिणमंति। पुग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमइ ।।” (स.सा.८०) જે અંત્યપણું છે, તે જ્ઞાતાના જ્ઞાનને સાપેક્ષ છે. તેથી ચૈતન્ય સર્વથા કાયમ અંત્ય વિશેષપર્યાયસ્વરૂપ નથી. જ્ઞાન-ચૈતન્યના વિશેષ સ્વરૂપની જિજ્ઞાસા થતાં વિચક્ષણ પુરુષોને તેની ઉપલબ્ધિ થાય જ છે. જ્ઞાનની અપેક્ષાએ વિશેષપર્યાયસ્વરૂપ કેવળજ્ઞાન, સયોગી કેવળજ્ઞાન, અયોગી કેવળજ્ઞાન, સિદ્ધ કેવળજ્ઞાન, પ્રથમસમયવિશિષ્ટ સિદ્ધકેવળજ્ઞાન, અપ્રથમસમયવિશિષ્ટ કેવળજ્ઞાન વગેરે પૂર્વે (૨/૧૦, ૪૩, ૯/૧૫ + ૧૭, ૧૧) જણાવેલ જ છે તથા આગળ (૧૪૭) જણાવાશે. તે આગમમાં પ્રસિદ્ધ જ છે. તેથી
તેનો અમલાપ તેના જાણકાર વિદ્વાનો કરી ના શકે. તેથી જ્ઞાન = ચૈતન્ય સર્વથા ચરમ વિશેષપર્યાયસ્વરૂપ 3 નથી. પરંતુ કેવળજ્ઞાનાદિ ઉપરોક્ત આગળ-આગળના વિશેષપર્યાયોનો બોધ ન થાય કે તેની જિજ્ઞાસા ૨૩ ન થાય તો ચૈતન્યનો ચરમ વિશેષપર્યાય તરીકે વ્યવહાર શાસ્ત્રકારોને સંમત છે. તે મુજબ પ્રસ્તુત પ્રબંધમાં તો ચૈતન્યને ચરમ વિશેષપર્યાયસ્વરૂપે તથા દેહ-આત્મવિભાજકસ્વરૂપે જણાવેલ છે. આ પ્રમાણે વિદ્વાનોએ વિભાવના કરવી.
નિશ્ચય-વ્યવહારસમન્વયનું દિગ્દર્શન . (રૂ.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે પરમભાવગ્રાહક દશમા દ્રવ્યાર્થિકનય (૫/૧૯) સ્વરૂપ શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયથી તો સંસારી જીવ અને કર્મ - બન્ને પોતપોતાના સ્વભાવમાં જ સારી રીતે સ્થિર થયેલા છે. તેમ છતાં પણ તે બન્ને પરસ્પર અનુગત = અનુવિદ્ધ (= એકબીજામાં ભળી ગયેલી હોવાથી પૂર્વે આઠમી શાખાના ત્રણથી સાત શ્લોકમાં જણાવેલ (૧) ઉપચરિત સભૂતવ્યવહાર, (૨) અનુપચરિત સદ્દભૂતવ્યવહાર, (૩) સંશ્લેષિત અસભૂતવ્યવહાર તથા (૪) અસંશ્લેષિત અસભૂતવ્યવહાર - આ ચારેય નયનો અભિપ્રાય એવો છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ અનુસારે સંસારી જીવ અને કર્મ પરસ્પરનિમિત્તે જુદા-જુદા પ્રકારે પરિણમે પણ છે જ. આ જ અભિપ્રાયથી સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જીવના પરિણામના કારણે પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે. તે જ રીતે 1. जीवपरिणामहेतोः कर्मत्वं पुद्गलाः परिणमन्ति। पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति।।