Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१४४
पञ्चम-षष्ठपर्यायप्ररूपणा | ઋજુસૂત્રાદેશઈ કરી, ક્ષણપરિણત એહ;
કહો અર્થ •પર્યાય એ, અત્યંતર જેહ ૧૪/પા (૨૩૧) શ્રી જિન. મેં ઈમ ઋજુસૂત્રાદેશઈ ક્ષણપરિણત જે અત્યંતર પર્યાય, (એહક) તે શુદ્ધાર્થપર્યાય. અનઈ જે જેહથી અલ્પકાલવર્નો પર્યાય, (એક) તે તેહથી અલ્પત્વવિવક્ષાઈ અશુદ્ધ અર્થપર્યાય (કહોક) કહવા. ૧૪/પા. __ पञ्चम-षष्ठौ शुद्धाऽशुद्धद्रव्यार्थपर्यायौ निरूपयति - 'ऋजुसूत्रेति ।
ऋजुसूत्रनयादेशात् क्षण आन्तरः शुद्धोऽर्थपर्याय:।
स्वल्पकालवर्ती वै, ज्ञेयोऽशुद्धार्थपर्याय: ।।१४/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ऋजुसूत्रनयादेशाद् आन्तरः क्षणः शुद्धः अर्थपर्यायः (उच्यते)। स्वल्पकालवर्ती (पर्यायः च) अशुद्धार्थपर्यायः ज्ञेयः ।।१४/५।।
ऋजुसूत्रनयादेशाद् = ऋजुसूत्रनयाभिप्रायात् षष्ठशाखोपदर्शिताद् आन्तरः = अभ्यन्तरः स्वकीयः क्षणः = क्षणमात्रस्थितितया परिणतः अर्थपर्यायः शुद्ध उच्यते। ऋजुसूत्रस्य अतीताऽनागतण परकीयाऽग्राहकत्वात् स्वकीयो वर्तमान आत्मादिक्षणः प्रकृते शुद्धद्रव्यार्थपर्यायतया तन्नये सम्मतः।
यः पर्यायः यदपेक्षया स्वल्पकालवर्ती = नानाक्षणव्यापिस्वल्पकालानुगतः वै स्वकीयो वर्तमान आत्मादिक्षणसन्तानात्मकः, सोऽन्यापेक्षया ऋजुसूत्रनयादेशाद् अशुद्धाऽर्थपर्यायः = अशुद्धद्रव्यार्थपर्यायः
અવતણિકા - હવે અર્થપર્યાયનું નિરૂપણ કરવાનો અવસર ઉપસ્થિત છે. ગ્રંથકારશ્રી શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય નામના પાંચમા ભેદનું તથા અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય નામના છઠ્ઠા ભેદનું નિરૂપણ કરે છે :
શ્લોકાથ:- ઋજુસૂત્રનયના આદેશથી આંતરિક ક્ષણ શુદ્ધ અર્થપર્યાય જાણવો. તથા થોડોક સમય રહેનાર ક્ષણ અશુદ્ધ અર્થપર્યાય જાણવો. (૧૪/૫)
શુદ્ધ દ્રવ્યાWપર્યાનું લક્ષણ છે. નું વ્યાખ્યાર્થ:- ઋજુસૂત્રનયના અભિપ્રાયથી પોતાનો આંતરિક જે પર્યાય ક્ષણમાત્રસ્થિતિરૂપે પરિણમેલો ન હોય તે શુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. ઋજુસૂત્રનય ક્યારેય અતીત, અનાગત અને પરકીય વસ્તુનું ગ્રહણ A' કરતો નથી. કેવલ સ્વકીય અને વર્તમાન પર્યાયનું જ તે ગ્રહણ કરે છે. તેથી સ્વકીય વર્તમાનકાલીન A આત્માદિક્ષણ પ્રસ્તુત ઋજુસૂત્રનયના મતે શુદ્ધ દ્રવ્યાWપર્યાય તરીકે માન્ય છે.
સ્પષ્ટતા:- પૂર્વે (૬/૧૩) ઋજુસૂત્રનયનું નિરૂપણ થઈ ચૂકેલ છે. પ્રસ્તુત પાંચમા પર્યાયને સારી રીતે સમજવા વાચકવર્ગ ફરીથી ત્યાં દષ્ટિપાત કરી શકે છે. તત્ તત્ ક્ષણ રૂપે પરિણમેલું આપણું આત્મદ્રવ્ય તત્ તત્ ક્ષણે શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય છે – આમ સૂક્ષ્મ ઋજુસૂત્રનયના આદેશથી સમજવું.
અશુદ્ધ દ્રવ્યાWપર્યાનું નિરૂપણ છે (.) જે (A) પર્યાય, અન્ય જે (B) પર્યાયની અપેક્ષાએ અલ્પકાલવર્તી હોય = અનેક ક્ષણોમાં વ્યાપ્ત એવા થોડાક સમય સુધી રહેનાર (અર્થાતુ એક ક્ષણના બદલે થોડીક વધારે ક્ષણ સુધી રહેનાર) પુસ્તકોમાં “પજ્જાય’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.