Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/११ ० अमूर्त्तताभिभवविमर्शः 0
२०४९ અનઈ જિહાં આત્મદ્રવ્યનઈ કર્મદોષઈ અમૂર્તતા અભિભૂત થઈ, (તે માહિક) તિહાં "મૂર્તતા છે, અનંત્ય અનુગજનિત સાધારણ ધર્મરૂપ હોઈ.
तथा यत्र = आत्मद्रव्ये अमूर्तिः = अमूर्त्तता कर्मदोषेण तिरोहिता = अभिभूता तत्रैव = y संसारिणि एव आत्मनि अनन्त्यमूर्त्तता = अनन्त्या पौद्गलिकी मूर्त्तता। अतः सा मूर्त्तता .. अन्योऽन्यानुगमजनितसाधारणधर्मात्मिका बोध्या। तथा च पुद्गल-जीवसाधारणत्वेन मूर्त्तत्वस्य । अन्त्यविशेषपर्यायाऽन्यत्वाद् न विभाजकत्वम् । अतः संसारिदशायां जीवे पौद्गलिकी मूर्त्ततामुपचर्य ‘जीवो मूर्त' इत्युच्यते, न तु ‘जीवसमनुगताः पुद्गला अमूर्ता' इति व्यवह्रियते, पुद्गलगत- र्श मूर्त्तताया अनभिभवादिति ।
यद्यपि भगवतीसूत्रवृत्ती श्रीअभयदेवसूरिभिः “कार्मणकायस्य संसार्यात्मनश्च परस्पराऽव्यभिचरितत्वेन । एकस्वरूपत्वाद्” (भ.सू.१३/७/४९४/वृ.पृ.६२३) इत्येवम् अन्यमतेन उभयोः एकरूपतोपदर्शिता तथापि संसार्यात्मनः मूर्त्तत्वं वक्तुं युज्यते, न तु कार्मणकाये संसार्यात्मगतम् अमूर्त्तत्वमिति ध्येयम्। का
- અમૂર્તતા તિરોહિત હોય ત્યાં અનન્ય મૂર્તતા 8 (તથા.) જે દ્રવ્યમાં અમૂર્તતા તિરોહિત = ઢંકાયેલી હોય, તે જ દ્રવ્યમાં પૌગલિકી મૂર્તતા અનંત્ય (= અંત્ય વિશેષ ધર્મથી ભિન્ન) સમજવી. આત્મદ્રવ્યમાં કર્મના દોષથી અમૂર્તસ્વભાવ પરાભવ પામે છે, ઢંકાઈ જાય છે. તેથી સંસારી આત્મામાં જ પૌદ્ગલિકી મૂર્તતા અંત્ય વિશેષપર્યાય સ્વરૂપ નહિ બને. તેથી ત્યાં તે મૂર્તતા પરસ્પર અનુગમથી ઉત્પન્ન થનાર સાધારણધર્મ સ્વરૂપ સમજવી. આમ મૂર્તતા પુદ્ગલ-જીવમાં સાધારણ હોવાથી અંત્ય વિશેષપર્યાયસ્વરૂપ નથી. આ કારણસર મૂર્તતા વિભાજકગુણધર્મ | નથી. તેથી સંસારી દશામાં પૌદગલિકી મૂર્તતાનો જીવમાં ઉપચાર કરીને “જીવ મૂર્ત છે' - આ પ્રમાણે કહેવાય છે. પરંતુ “જીવના સંબંધમાં આવેલા પુદ્ગલો અમૂર્ત છે' - તેવું કહેવામાં નથી આવતું. કારણ ી કે પુગલદ્રવ્યમાં રહેલી મૂર્તતાનો અભિભવ = તિરોભાવ થતો નથી.
સ્પષ્ટતા :- મૂર્તતા અંત્ય વિશેષ ગુણધર્મ સ્વરૂપ ન હોવાથી તેનો સંસારી જીવમાં ઉપચાર થાય છે. રા અમૂર્તતા અંત્ય વિશેષ પર્યાય સ્વરૂપ હોવાથી તેનો જીવતા માણસના શરીરમાં ઉપચાર થતો નથી.
ર જીવ-દેહ એકમેકઃ ભગવતીસૂચવ્યાખ્યા . (પ) ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ અન્ય વિદ્વાનોના મત મુજબ જણાવેલ છે કે કાર્મણશરીર અને સંસારી આત્મા એકબીજાને છોડીને રહેતા નથી. તેથી તે બન્ને એકસ્વરૂપ (= એકરૂપ = અભિન્ન) છે. અહીં કાણશરીર અને સંસારી આત્મા - આ બન્નેમાં યદ્યપિ એકરૂપતા દર્શાવેલી છે. છતાં પણ સંસારી આત્મામાં કામણશરીરગત મૂર્તિત્વને જણાવવું યોગ્ય છે. પરંતુ કામણશરીરમાં સંસારીજીવગત અમૂર્તત્વને દર્શાવવું યોગ્ય નથી. આ વાતને ધ્યાનમાં લેવી.
8 B(૨)માં “ન હોઈ અશુદ્ધ પાઠ, ૧ લી.(૩)માં “અનભિભૂત’ અશુદ્ધ પાઠ. • B(૨)માં “અમૂર્તતા' અશુદ્ધ પાઠ. # કો.(૯) + આ.(૧)માં “અત્યંત પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે.