Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/११ • आत्मनि मूर्त्तत्वोपचाराऽऽशङ्का 0
२०४७ ઇમ કહેતાં “મૂર્તતા જો પુદ્ગલદ્રવ્યવિભાજક અંત્ય વિશેષ છઈ, તો તેનો ઉપચાર આત્મદ્રવ્યઈ. કિમ હોઈ ? અનઈ જો તે અંત્ય વિશેષ નહીં, તો અન્યોન્યાનુગમઈ અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યઈ કિમ ન હોઈ ?” એવી શંકા કોઈકનઈ હોઈ છઈ, તે ટાલવાનઈ કહઈ છઈ -
नन्वेवं ‘चरमविशेषोपलब्धेः प्राग् मिथोऽनुगतपदार्थेष्वविभक्तव्यवहारः, अन्त्यविशेषोपदर्शने च प विभक्तव्यवहारः । तथा चाऽमूर्त्तत्वस्य अन्त्यविशेषपर्यायत्वेन देहात्मविभाजकत्वान्न तदुपचारः देहादिपुद्गले' इति व्यवस्थाऽऽश्रयणे तु मूर्त्तत्वस्य पुद्गलद्रव्यविभाजकान्त्यविशेषस्वरूपत्वे भेदकत्वात् तदुपचार आत्मद्रव्ये कथं स्यात् ? तथा चासद्भूतव्यवहारेण पूर्वं (१३/८) 'जीवो मूर्तस्वभाव' इत्युक्तमनुपपन्नं । भवेत् । मूर्त्तत्वस्य पुद्गलद्रव्यविभाजकान्त्यविशेषाऽन्यत्वे तु तुल्ययुक्त्या अमूर्त्तत्वस्यापि अनन्त्यविशेष- रा पर्यायरूपताप्राप्त्या जीव-पुद्गलद्रव्याणाम् अन्योन्याऽनुगमेन जीवगताऽमूर्त्तत्वस्य उपचारः कथं न देहादिपुद्गलद्रव्येषु भवति ? इत्याशङ्कामपाकर्तुमाह - 'यत्रे'ति ।
2 આત્મદ્રવ્યમાં મૂર્તત્વના ઉપચાર વિશેની આશંકા - અવતરલિકા :- અહીં એવી શંકા થઈ શકે છે કે “પરસ્પર પ્રવિષ્ટ દ્રવ્યમાં અંત્ય વિશેષ ગુણધર્મની ઉપલબ્ધિની પૂર્વે દ્રવ્યનો વિભાગ = ભેદવ્યવહાર જો કરી શકાતો ન હોય તથા ચરમવિશેષપર્યાયને દેખાડવામાં આવે તો વિભક્તવ્યવહાર કરી શકાતો હોય તો અમૂર્તત્વ અંત્યવિશેષપર્યાય હોવાના લીધે દેહ-આત્માનો વિભાજક ગુણધર્મ બનશે. તેથી અમૂર્તત્વનો ઉપચાર દેહાદિના પુલમાં નથી થતો. આ પ્રમાણે જો વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો મૂર્તત્વ પણ પુદ્ગલદ્રવ્યવિભાજક અંત્ય વિશેષપર્યાય સ્વરૂપ હોવાથી તેનો આત્મદ્રવ્યમાં ઉપચાર કઈ રીતે થઈ શકે? કારણ કે સંસારી અવસ્થામાં આત્મદ્રવ્ય ના અને પુદ્ગલદ્રવ્ય એકબીજામાં ભળી ગયેલા હોવા છતાં પણ મૂર્તત્વ તો અંત્ય વિશેષધર્માત્મક હોવાથી ભેદક જ બનશે, સંગ્રાહક નહિ. તેથી મૂર્તત્વનો આત્મામાં ઉપચાર કઈ રીતે થઈ શકે ? તેથી પૂર્વે | આ જ શાખાની આઠમી ગાથામાં અસદ્દભૂત વ્યવહારથી “જીવ મૂર્તસ્વભાવવાળો છે' - આ પ્રમાણે જે જણાવેલ હતું તે અસંગત થશે. મતલબ કે મૂર્તિપુલ સાથે જીવનો અભેદ જણાવી નહિ શકાય. દા તથા મૂર્તત્વને પુદ્ગલદ્રવ્યવિભાજક અંત્યવિશેષપર્યાય સ્વરૂપ માનવામાં ન આવે તો તુલ્ય યુક્તિથી એમ કહી શકાય કે અમૂર્તત્વ પણ અંત્યવિશેષપર્યાયાત્મક નથી. તેવું માન્ય કરવામાં આવે તો જીવનો અને પુદગલદ્રવ્યનો એકબીજામાં પ્રવેશ થયેલો હોવાથી પુદગલદ્રવ્યમાં રહેલ મૂર્તત્વનો ઉપચાર જેમ જીવમાં થાય છે તેમ જીવદ્રવ્યમાં રહેલ અમૂર્તત્વનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં કેમ ન થાય? કહેવાનો મતલબ એ છે કે પરસ્પર અનુગત દ્રવ્યમાં એકતર વિભક્ત વ્યવહાર થઈ ન શકે. તેથી મૂર્તત્વ અને અમૂર્તત્વ જો અંત્ય વિશેષપર્યાય સ્વરૂપ ના હોય તો સંસારી જીવમાં જુગલદ્રવ્યગત મૂર્તસ્વભાવનો જેમ ઉપચાર થાય છે, તેમ જીવતા શરીરમાં આત્મગત અમૂર્તસ્વભાવનો પણ ઉપચાર થવો જ જોઈએ.” પ્રસ્તુત શંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :પુસ્તકોમાં “અંત્ય પદ નથી. કો.(૯) + લી.(૨૪) + આ.(૧)માં છે.