Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/१७ • असद्भुतव्यवहारविषयविमर्श: ०
२०९३ अपरिहार्या ।
यच्च पूर्वोक्त(१३/६)रीत्या आलापपद्धतौ देवसेनेन “असद्भूतव्यवहारेण कर्म-नोकर्मणोरपि चेतनस्वभावः ।... जीवस्याऽपि असद्भूतव्यवहारेण अचेतनस्वभावः। .... जीवस्याऽपि असद्भूतव्यवहारेण मूर्तस्वभावः” (आ.प.पृ.१५) इत्युक्तम्, तदप्यसत्, शरीरादौ चेतनस्वभावस्य उपचरितत्वे कण्टकादिना देह- म पीडानुत्पादापत्तेः, संसारिणि जीवे अचेतनस्वभावस्यापि उपचारमात्रत्वे कर्म-नोकर्मद्रव्योपश्लेषजनितचैतन्यविकृत्यनुपपत्तेः, संसारिणि जीवे मूर्तस्वभावस्य केवलम् उपचरितत्वे गगनवत् । शरीरेन्द्रियादिसम्बन्धविशेषविरहेण संसारानुपपत्तेः । न ह्यसद्भूतव्यवहारेण तस्मिन् विद्यमानः गुणादिः । तस्मिन् उच्यते किन्तु अन्यत्र । यथोक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “अन्नेसिं अन्नगुणो भणइ पण असब्भूय” (न.च.५०/द्र.स्व.प्र.२२२) इति पूर्वोक्तम् (७/५) अत्रानुसन्धेयम् । न ह्यन्यदीयगुण-स्वभावादिः का દેવસેનજીએ દર્શાવેલા નથી.તેથી વિશેષસ્વભાવવિભાગમાં પણ ન્યૂનતા દોષ અપરિહાર્ય જ બનશે. ૧, ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૪ નંબરવાળા સ્વભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનકવાળા છદ્મસ્થ જીવોમાં હોય છે. ૧, ૪, ૫, ૭, ૯, ૧૧ નંબરના સ્વભાવ તેરમા ગુણસ્થાનકે હોય છે. કેવલીસમુઘાત સમયે ૧૩ મો સ્વભાવ પ્રગટે છે. ૧૪ મા ગુણસ્થાનકે ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ નંબરના સ્વભાવ છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યમાં પણ ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૩ નંબરના સ્વભાવ છે. પુદ્ગલમાં જુદી -જુદી અવસ્થામાં જુદા-જુદા સ્વભાવ કાર્ય કરતા હોય છે.
૪ આલાપપદ્ધતિ ગ્રંથની સમીક્ષા ૪ (a.) તથા પૂર્વે (૧૩/૬) દર્શાવ્યા મુજબ આલાપપદ્ધતિમાં દેવસેનજીએ “અસભૂતવ્યવહારથી સ કર્મમાં અને નોકર્મમાં (= શરીર-ઈન્દ્રિયાદિમાં) ચેતનસ્વભાવ છે... જીવમાં પણ અસભૂતવ્યવહારથી અચેતનસ્વભાવ છે.. જીવમાં પણ અસદૂભૂતવ્યવહારથી મૂર્તસ્વભાવ છે' - આ મુજબ જે જણાવેલ , છે, તે પણ ખોટી વાત છે. કારણ કે શરીર વગેરેમાં જો ચેતનસ્વભાવને ઔપચારિક માનવામાં આવે તો કાંટા વગેરેથી દેહમાં પીડા ઉત્પન્ન થઈ નહિ શકે. ઔપચારિક = આરોપિત = કાલ્પનિક ચેતનસ્વભાવ પર પોતાનું કામ કઈ રીતે કરી શકે? તથા સંસારી જીવમાં અચેતનસ્વભાવ પણ માત્ર ઉપચારથી જ માન્ય હોય તો કર્મ-નોકર્પદ્રવ્યના ઉપશ્લેષથી = સંબંધવિશેષથી ઉત્પન્ન થતી ચૈતન્યગત વિકૃતિ પણ અસંગત બની જશે. તથા સંસારી જીવમાં મૂર્તસ્વભાવ પણ જો માત્ર ઔપચારિક જ હોય તો જેમ ગગનમાં મૂર્તત્વનો ઉપચાર કરવામાં આવે તો પણ ગગનમાં શરીર-ઈન્દ્રિય વગેરેનો સંબંધવિશેષ થઈ શકતો નથી, તેમ સંસારી જીવમાં પણ દેહેન્દ્રિયાદિનો વિશિષ્ટ સંબંધ નહિ થઈ શકે. તેથી સંસારી જીવનો સંસાર = ભવાન્તરગમન જ અસંગત બની જશે. કારણ કે અસદ્દભૂત વ્યવહાર તો તે દ્રવ્યમાં વિદ્યમાન ગુણાદિને તે દ્રવ્યમાં જણાવતો નથી પણ અન્ય દ્રવ્યમાં જણાવે છે. આ જ વાતને જણાવતા દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લ ધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં દર્શાવેલ છે કે “બીજાના ગુણોને અસભૂત વ્યવહાર અન્યત્ર જણાવે છે. પૂર્વે (૭૫) આ સંદર્ભ જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. ખરેખર 1. અષાત્ મતિ સમૂત: |