Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/१७ • एकविंशतिसामान्यस्वभावाऽऽपादनम् ।
२०९१ द्रव्याणां श्रुताऽग्राह्यता आपद्येत । अवक्तव्यत्वविरहे तु युगपत्स्व-परद्रव्य-क्षेत्राद्युभयार्पणायाम् अपि सर्वासु सप्तभङ्गीषु तृतीयभङ्गे वक्तव्यत्वापत्तेः, अनन्ताऽनभिलाप्यभावानाम् अपि वक्तव्यत्वापत्तेश्च । प वक्तव्याऽवक्तव्यसप्तभङ्ग्यां चतुर्थभङ्गविधया क्रमिकस्व-परवाचकशब्दार्पणालब्धात्मलाभस्य वक्तव्या- ग ऽवक्तव्यस्वभावस्य निरुक्तरीत्या कथञ्चिद्वक्तव्याऽवक्तव्यस्वभावाभ्याम् अतिरिक्तस्याऽपि स्वीकार आवश्यक एव।
एवमसाधारणगुणप्रयोजकपरमस्वभावप्रतिपक्षविधया अपरमस्वभावोऽपि साधारणगुणप्रयोजको- श ऽप्रत्याख्येयः देवसेनेन । वस्तुगतपरमाऽपरमस्वभावगोचरसप्तभङ्ग्यां चतुर्थभङ्गविधया च परमा- क ऽपरमस्वभावाभ्यां भिन्नस्य जात्यन्तरात्मकस्य परमाऽपरमस्वभावस्याऽप्यनपलपनीयत्वमेव । ततश्चैकविंशतिः सामान्यस्वभावा देवसेनेन वाच्याः, न तु एकादश। ततश्च सामान्यस्वभावविभागप्रदर्शनं न्यूनतादोषग्रस्तं देवसेनमते। तदनुपगमे मिथ्यात्वमपरिहार्यं देवसेनस्य । तदुक्तं विशेषावश्यकभाष्ये દેવસેનજીને ન્યૂનતા દોષ દુર્વાર બનશે. દરેક વસ્તુમાં આ બન્ને પ્રકારના સ્વભાવ અવશ્ય રહે છે. તેથી સામાન્યસ્વભાવવિભાગમાં તેનો નિર્દેશ કરવો જરૂરી છે. જો દરેક વસ્તુમાં વક્તવ્યસ્વભાવ માનવામાં ન આવે તો શ્રુતજ્ઞાન દ્વારા તેનું જ્ઞાન ન થઈ શકે. તથા જો લેશતઃ પણ અવક્તવ્યસ્વભાવ ન જ હોય તો, સત્તાસત્ત્વગોચર સપ્તભંગી લો કે ભેદભેદવિષયક સપ્તભંગી લો કે નિત્યાનિત્યસ્વભાવની સપ્તભંગી લો, તમામ સપ્તભંગીના ત્રીજા ભાંગામાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ તથા પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ – આ બન્નેની યુગપત્ વિવક્ષા કરવા છતાં પણ વક્તવ્યને માનવાની આપત્તિ આવશે. તથા અનભિલાપ્ય અનંતા ભાવોને પણ વક્તવ્ય-વાચ્ય-અભિલાપ્ય માનવાની સમસ્યા દેવસેનને દુર્વાર થશે. વળી, કથંચિત વક્તવ્યસ્વભાવ (પ્રથમ ભંગ) અને કથંચિત અવક્તવ્યસ્વભાવ (દ્વિતીય ભંગ) કરતાં, પૂર્વે જણાવેલી સ રીત મુજબ, અતિરિક્ત એવા વક્તવ્યાવક્તવ્યસ્વભાવને પણ સ્વવાચક-પરવાચક શબ્દની ક્રમિક વિચક્ષા કરવાથી વક્તવ્યાવક્તવ્યગોચર સપ્તભંગીના ચોથા ભાંગાના વિષય તરીકે અવશ્ય સ્વીકારવો પડશે જ. વી.
જ અપરમસ્વભાવ તથા પરમાપરમસ્વભાવનું આપાદન અને (વ.) આ જ રીતે અસાધારણ એવા ચૈતન્યાદિ ગુણોના પ્રયોજક તરીકે જેમ દેવસેનજીએ અગિયારમો . પરમસ્વભાવ (જુઓ શાખા-૧૧, શ્લોક ૧૨) દર્શાવેલો છે, તેમ સાધારણ ગુણોના પ્રયોજક તરીકે અપરમસ્વભાવને પણ તેણે સ્વીકારવો જ પડશે. પરમસ્વભાવના પ્રતિપક્ષરૂપે અપરમસ્વભાવનો અપલાપ દેવસેન કરી શકે તેમ નથી. વળી, વસ્તુગત પરમ-અપરમસ્વભાવવિષયક સપ્તભંગીમાં પરમસ્વભાવ (પ્રથમ ભંગ) અને અપરમસ્વભાવ (બીજો ભાંગો) કરતાં અતિરિક્ત એવા જાત્યન્તરસ્વરૂપ કે જાત્યન્તરસ્થાનીય વિલક્ષણ પરમાપરમસ્વભાવનો પણ ચોથા ભાંગાના વિષય તરીકે દેવસેનજી અપલાપ કરી શકે તેમ નથી. તેથી દેવસેનજીએ સામાન્યસ્વભાવ અગિયાર નહિ પણ એકવીશ કહેવા પડશે. આ કારણસર દેવસેનપ્રદર્શિત સામાન્યસ્વભાવવિભાગપ્રદર્શન પણ ન્યૂનતાદોષથી કલંકિત છે. તથા તે સ્વભાવોને દેવસેન ન સ્વીકારે તો તેને મિથ્યાત્વ દોષ વળગી પડશે. વિશેષાવશ્યકભાષ્યમાં પણ કહેલ છે કે “એક પણ દ્રવ્યને કે પર્યાયને ન માનો તો મિથ્યાત્વ લાગે.”