Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१०० ० षड्द्रव्यगुणविमर्शः .
१३/१७ स्कन्धपर्यायश्चेत्येवं पञ्च नित्याः, देश-प्रदेशाऽगुरुलघुलक्षणाश्च त्रयः पर्यायाः अनित्या ज्ञेयाः।
(२) अधर्मास्तिकायस्य अमूर्त्तत्वाऽचेतनत्वाऽक्रियत्व-स्थितिसहायकत्वलक्षणाः चत्वारो गुणाः स्कन्धपर्यायश्चेत्येवं पञ्च नित्याः, देश-प्रदेशाऽगुरुलघुलक्षणाश्च त्रयः पर्याया अनित्या विज्ञेयाः। .
(३) आकाशास्तिकायस्य अमूर्त्तत्वाऽचेतनत्वाऽक्रियत्वाऽवगाहनालक्षणाः चत्वारो गुणाः स्कन्धपर्यायरा श्चेत्येवं पञ्च नित्याः, देश-प्रदेशाऽगुरुलघुलक्षणाश्च त्रयः पर्याया अनित्या अवसेयाः।
(४) कालस्य अमूर्त्तत्वाऽचेतनत्वाऽक्रियत्व-वर्तनालक्षणाः चत्वारो गुणा नित्याः, अतीताऽनागत - -वर्तमानाऽगुरुलघुलक्षणाश्च चत्वारः पर्याया अनित्या बोध्याः।
(५) पुद्गलस्य मूर्त्तत्वाऽचेतनत्व-सक्रियत्व-पूरणगलनलक्षणाः चत्वारो गुणा नित्याः, वर्ण-गन्ध-रस -स्पर्शाऽगुरुलघुलक्षणाश्च पञ्च पर्याया अनित्या मन्तव्याः।
(६) जीवद्रव्यस्य ज्ञान-दर्शन-चारित्र-वीर्यलक्षणाः चत्वारो गुणाः, अव्याबाधाऽमूर्त्तत्वाऽनवगाहनलक्षणाश्च पि त्रयः पर्याया इत्येवं सप्त नित्याः, अगुरुलघुश्चैक एव पर्यायः अनित्यः” (ष.द्र.वि.पृ.१०-११) इत्याधुक्तम् ।
आगमसारे (आ.सा.पृ.८) वाचकदेवचन्द्राभिप्रायोऽपि एवमेव । “इह काले गुण-पर्यायचतुष्कप्रतिपादनम् उपचारतो बोध्यम्” (आ.सा.पृ.१२) इति आगमसारे देवचन्द्रवाचकाः। ततश्च गुणाद्यतिरिक्तैकविंशतिसामान्य-विशेषस्वभावगोचरा देवसेनकल्पना नैव युज्यत इति दिक् । એક સ્કંધ – એ પાંચ નિત્ય જાણવા. તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા.
(૨) અધર્માસ્તિકાયના પણ અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિસહાય એ ચાર ગુણ તથા પર્યાયમાં સ્કંધ – એ પાંચ નિત્ય જાણવા. તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ – એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા.
(૩) આકાશાસ્તિકાયના અરૂપી, અચેતન, અક્રિય અને ચોથો અવગાહના - એ ચાર ગુણ તથા પર્યાયમાં સ્કંધ – એ પાંચ નિત્ય જાણવા. તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ ત્રણ પર્યાય અનિત્ય જાણવા.
(૪) કાળદ્રવ્યના અરૂપી, અચેતન, અક્રિય અને વર્તના - એ ચાર ગુણ નિત્ય જાણવા. તથા સ અતીત, અનાગત, વર્તમાન તથા અગુરુલઘુ એ ચાર પર્યાય અનિત્ય જાણવા.
(૫) પુદ્ગલદ્રવ્યના રૂપી, અચેતન, સક્રિય, પૂરણ-ગલન (મિલન-વિખરણ) – એ ચાર ગુણ નિત્ય | જાણવા. તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, અગુરુલઘુ સહિત - એ પાંચ પર્યાય અનિત્ય જાણવા.
(૬) જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય - એ ચાર ગુણ અને અવ્યાબાધ, અમૂર્ત, ન અનવગાહ એ ત્રણ પર્યાય - એમ સાત નિત્ય જાણવા. એક અગુરુલઘુ પર્યાય અનિત્ય જાણવો.”
આગમસારમાં વાચક દેવચન્દ્રજીનો અભિપ્રાય પણ આ મુજબ જ છે. તદુપરાંત, “અહીં કાલમાં ચાર ગુણ અને ચાર પર્યાય દેખાડેલ છે, તે ઉપચારથી જાણવું' - આમ વાચક દેવચન્દ્રજીએ આગમસારમાં દર્શાવેલ છે. પદ્રવ્યવિચાર અને આગમસાર - આ બન્ને ગ્રન્થના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ કે અમૂર્તત્વ, અચેતનત્વ વગેરેનો ત્યાં સ્વભાવ તરીકે નહિ પણ ગુણ તરીકે જ ઉલ્લેખ કરેલ છે. તેથી ૧૧ સામાન્ય સ્વભાવ અને ૧૦ વિશેષસ્વભાવ - એમ કુલ ૨૧ સ્વભાવની દેવસેનકૃત કલ્પના જરાય વ્યાજબી નથી. આમ સિદ્ધ થાય છે. આ સમીક્ષા દિગ્દર્શનમાત્ર છે. હજુ આ અંગે ઘણો ઊહાપોહ થઈ શકે તેમ છે. આ બાબતને જણાવવા પરામર્શકર્ણિકાવ્યાખ્યામાં “વિ' શબ્દનો પ્રયોગ થયેલ છે.