Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/४
• व्यञ्जनपर्यायचतुर्भङ्गी ।
२१३९ शुद्धगुणव्यञ्जनपर्यायः, निरुपाधिकशब्दवाच्यगुणपर्यायत्वात् । ज्ञानावरणोदयावस्थायां स्वभावगुणलक्षणं प ज्ञानं विकृतिमापद्य मतिज्ञानाद्यशुद्धोपयोगरूपेण परिणमति। अतः स्वभावज्ञानगुणविकारान्विता मतिज्ञानादयः अशुद्धगुणव्यञ्जनपर्यायत्वेन व्यवह्रियन्ते । यद्यपि मतिज्ञानादिचतुष्टयस्य न मत्यज्ञानादित्रिकवत् स्वरूपतः अशुद्धत्वम्, अन्यथा तत्र ज्ञानत्वानुपपत्तेः तथापि कात्स्न्येन शुद्धिविरहात्, म मतिज्ञानावरणादिविपाकोदयाऽनुविद्धत्वाच्च तत्राऽशुद्धत्वोक्तिरवसेया। उक्तः चतुर्थः ।
__ परिभाषान्तरेण शुद्धपर्यायाः स्वभावपर्याया इत्युच्यन्ते अशुद्धपर्यायाश्च विभावपर्याया इति। एतेन “(१) विभावद्रव्यव्यञ्जनपर्याया नर-नारकादिकाः। (२) विभावगुणव्यञ्जनपर्याया मत्यादयः। (३) . स्वभावद्रव्यव्यञ्जनपर्यायाः चरमशरीरात् किञ्चिन्न्यूनसिद्धपर्यायाः। (४) स्वभावगुणव्यञ्जनपर्याया अनन्तचतुष्टयरूपा जीवस्य” (आ.प.पृ.४) इति आलापपद्धतौ देवसेनोक्तिरपि व्याख्याता। ક્ષય દ્વારા જ્ઞાનની કૈવલ્ય અવસ્થા પ્રગટ થાય છે. આ કેવલજ્ઞાનાવસ્થા = કેવલજ્ઞાનસ્વરૂપ જ્ઞાનપર્યાય એ શુદ્ધગુણવ્યંજનપર્યાય છે. કેમ કે તે નિરુપાધિક અને શબ્દવા એવા ગુણપર્યાયસ્વરૂપ છે. મતલબ કે નિરુપાધિક હોવાથી તે શુદ્ધ પર્યાય છે. શાબ્દિક સંકેતનો વિષય હોવાથી તે વ્યંજનપર્યાય છે. જ્ઞાનગુણની જ અવસ્થા હોવાથી તે ગુણપર્યાય છે. શુદ્ધપર્યાય, વ્યંજનપર્યાય અને ગુણપર્યાય – આ ત્રણ સ્વરૂપના લીધે સહજજ્ઞાનની કેવલજ્ઞાનદશા એ શુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય છે. તથા જ્ઞાનાવરણ કર્મના ઉદયની અવસ્થામાં સ્વાભાવિકગુણસ્વરૂપ જ્ઞાન વિકૃતિને પામે છે. તથા વિકૃત થઈને તે મતિજ્ઞાન વગેરે અશુદ્ધ ઉપયોગસ્વરૂપે પરિણમે છે. આમ સ્વાભાવિક જ્ઞાન ગુણના વિકારથી યુક્ત બનવાના કારણે મતિજ્ઞાન વગેરેનો અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય તરીકે વ્યવહાર થાય છે. જો કે મતિઅજ્ઞાનાદિ ત્રણ જે રીતે સ્વરૂપથી છે અશુદ્ધ છે, તે રીતે મતિજ્ઞાનાદિ ચાર સ્વરૂપથી અશુદ્ધ નથી. બાકી તો તે ચારને જ્ઞાન કહેવું જ સંગત વા બની ન શકે. તો પણ કેવલજ્ઞાનની જેમ સંપૂર્ણ શુદ્ધિ ન હોવાથી તથા મતિજ્ઞાનાવરણાદિ કર્મના વિપાકોદયથી વણાયેલ હોવાના લીધે પ્રસ્તુતમાં મતિજ્ઞાનાદિમાં પણ અશુદ્ધિ કહેલી છે - તેમ જાણવું. રો. આ રીતે ચોથા પર્યાયનું નિરૂપણ પૂર્ણ થાય છે.
જ સ્વભાવ-વિભાવ પર્યાયની વિચારણા જ (ર) બીજી પરિભાષા મુજબ શુદ્ધ પર્યાયો સ્વભાવપર્યાય કહેવાય છે અને અશુદ્ધ પર્યાયો વિભાવપર્યાય કહેવાય છે. પ્રસ્તુત નિરૂપણથી આલાપપદ્ધતિના એક સંદર્ભની પણ સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં દેવસેનજીએ જણાવેલ છે કે “(૧) મનુષ્ય, નારક વગેરે અવસ્થા વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે. (૨) મતિજ્ઞાન વગેરે વિભાવગુણવ્યંજનપર્યાય છે. (૩) પોતાના ચરમ શરીર કરતાં કંઈક ન્યૂન અવગાહનાવાળા સિદ્ધ ભગવંતના સંસ્થાનપર્યાયો સ્વભાવદ્રવ્યભંજનપર્યાય છે. (૪) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત આનંદ સ્વરૂપ અનંત ચતુષ્ટય એ જીવના સ્વભાવગુણવ્યંજનપર્યાય છે.” અહીં દેવસેનજીએ “શુદ્ધ' શબ્દના સ્થાને “સ્વભાવ' શબ્દનો અને “અશુદ્ધ' શબ્દના સ્થાને “વિભાવ” શબ્દનો પ્રયોગ કરેલ છે. આ રીતે ફક્ત શબ્દભેદ છે, અર્થમાં કોઈ ભેદ નથી.