Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१४० ० अशुद्धद्रव्यव्यञ्जनपर्यायोच्छेदोपायोपदर्शनम् ।
१४/४ एतदनुवादरूपेण यशोविजयवाचकवरेण्यैरपि सप्तभङ्गीनयप्रदीपे “पर्याया अपि स्वभाव-विभावाभ्यां द्रव्य-गुणाभ्यां च चतुर्भेदाः, तथाहि - (१) स्वभावद्रव्यव्यञ्जनपर्यायाश्चरमशरीरात् किञ्चिन्यूनसिद्धपर्यायाः, रा (२) स्वभावगुणव्यञ्जनपर्यायाः, यथा जीवस्य अनन्तचतुष्टयरूपाः, (३) विभावद्रव्यव्यञ्जनपर्यायाः गत्यादयः, म (४) विभावगुणव्यञ्जनपर्यायाः मत्यादयः” (स.भ.न.प्र.पृ.४७) इत्युक्तमित्यवधेयम्।
कार्तिकेयानुप्रेक्षावृत्तौ (का.अ.२४२/वृ.पृ.१७३) शुभचन्द्रेण अपि एवमेव चतुर्विधाः जीवपर्याया दर्शिताः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – निजाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायोच्छेदकृते देहाध्यासेन्द्रियाध्याक सादित्यागेन कायस्थिरतेन्द्रियप्रत्याहार-प्रशस्तालम्बनोपरक्तान्तःकरणोपष्टम्भतो देहातीतेन्द्रियाऽतीत-मनो* ऽतीत-शब्दातीत-शाश्वतशान्तरसमय-शुद्धचैतन्यघननिजाऽमूर्त्ताऽऽत्मद्रव्यध्याने प्रतिदिनं दीर्घकालं लीनता
सम्पादनीया। का कर्म-प्रमादादिवशतः अन्तरा मनोबहिःक्षेपेण रागादिविभावपरिणाम-निरर्थकविकल्प-नानाविधा
છે સપ્તભંગીનયપ્રદીપનો સંવાદ CS (a.) દેવસેનજીની વચનશૈલીના અનુવાદરૂપે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ સપ્તભંગી નયપ્રદીપ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “સ્વભાવના અને વિભાવના ભેદથી તથા દ્રવ્યના અને ગુણના ભેદથી પર્યાયો પણ ચાર પ્રકારના થાય છે. તે આ પ્રમાણે (૧) ચરમશરીર કરતાં કંઈક ન્યૂન અવગાહનાવાળા સિદ્ધ દ્રવ્યના પર્યાયો સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય છે. (૨) જીવના અનંત ચતુષ્ટય સ્વરૂપ સ્વભાવ ગુણવ્યંજનપર્યાયો જાણવા. (૩) મનુષ્યાદિ ગતિ વગેરે વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય સમજવા. (૪) મતિજ્ઞાન વગેરે વિભાવગુણવ્યંજનપર્યાય તરીકે ઓળખવા.' વાચકવર્ગે આ વાત પણ અહીં ખ્યાલમાં રાખવી.
છે જીવના ચાર પર્યાયનો અતિદેશ છે (ત્તિ.) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથની ૨૪૨ મી ગાથાની વ્યાખ્યામાં દિગંબર શુભચંદ્રજીએ પણ આ વા જ પ્રમાણે જીવના ચાર પ્રકારના પર્યાયો દેખાડેલ છે. આ બાબત બહુશ્રુત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
A જનપર્યાયસૂચિત સાધનામાર્ગની સમજણ 6 ગ આધ્યાત્મિક ઉપનય :- પોતાના અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાયનો મૂળમાંથી ઉચ્છેદ કરવા માટે પૂર્વે ૧૩/૫ માં વર્ણવેલ દેહાધ્યાસ-ઈન્ડિયાધ્યાસ વગેરે છોડવા જરૂરી છે. ત્યાર બાદ (૧) કાયાની સ્થિરતા કેળવી, (૨) પાંચેય ઈન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી, (૩) પ્રતિમાશાસ્ત્રવચન વગેરે પ્રશસ્ત આલંબનથી અંતઃકરણને ભાવિત કરવું. આ ત્રણેય બાબત ધ્યાનમાં સહાયક છે. તેથી તેની ઉચિત સહાય લઈને “હું દેહાતીત છું, ઈન્દ્રિયાતીત છું, મનથી પણ અતીત (= મનનો અવિષય) છું, શબ્દનો પણ વિષય નથી. હું તો શાશ્વત શાંતરસમય, શુદ્ધ ચૈતન્યઘન અને અમૂર્ત એવો આત્મા છું - આ પ્રમાણેના આશયથી પોતાના આત્માનું ધ્યાન રોજે રોજ લાંબા સમય સુધી કરવું જોઈએ. આવા ધ્યાનમાં લીન થવું, ખોવાઈ જવું - એ પણ એટલું જ જરૂરી છે. મતલબ કે ધ્યાન ફક્ત શબ્દના સહારે, વિકલ્પના સહારે તરંગાત્મક થવું ન જોઈએ. પરંતુ અંતરના ઊંડાણથી થવું જોઈએ.
(ર્મ.) તેમ છતાં કર્મવશ, પ્રમાદવશ કે અનાભોગવશ વચ્ચે-વચ્ચે મન બહારમાં જવાથી રાગાદિ