Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/१७ : आत्म-रागयोः ज्ञातृ-ज्ञेयसम्बन्धोऽपि त्याज्य:
२१०३ तदानीं कर्माधीनात्मचेतनालक्षणं निमित्तमाश्रित्य कर्मपुद्गलोपादानकस्य रागादेः जायमानत्वात् । ‘रागादयो जीवपरिणामा' इत्यभ्युपगमे तु तयोः निमित्त-नैमित्तिकभावसम्बन्धं विमुच्य उपादानोपादेयभावसम्बन्धं । भ्रान्त्या जीवः कक्षीकरोति मिथ्यात्वञ्च निबिडं करोति । अतः मिथ्योत्वोच्छेदकृते उपर्युक्तभावनया अनादिकालीनभ्रान्तपञ्चविधसम्बन्धा निर्मूलम् उच्छेदनीयाः।
शुद्धचैतन्यस्वरूपनिमज्जनतश्च तयोः निमित्त-नैमित्तकभावसम्बन्धोऽपि त्याज्य एव सम्पूर्णवीतराग- र्श स्वरूपकामिभिः। केवलं ज्ञातृ-ज्ञेयभावसम्बन्धः स्थाप्यः। ततश्च न रागादिनिमित्तकः कर्मबन्धः।
अग्रेतनदशायाञ्च मिथ्यात्व-रागादिपरिणामानाम् अवस्तुत्वाऽऽपादनेन तैः सार्धम् आत्मनो । ज्ञातृ-ज्ञेयभावसम्बन्धमपि त्याजयित्वा मिथ्यात्व-रागादिपरिणामशून्यता सम्पादनीया। तथाहि - यथा ।" सेटिका-कुड्यसंयोगजं श्वैत्यं (१) न जातुचित् सेटिकास्वरूपम्, कुड्ये श्वैत्यप्रतीत्यनुपपत्तेः, का છે. તથા તે સંબંધ પણ છદ્મસ્થદશામાં દશમા ગુણસ્થાનક સુધી જ વર્તે છે. કારણ કે ત્યારે કર્માધીન ચેતના સ્વરૂપ નિમિત્તને પામીને કર્મપુદ્ગલસ્વરૂપ ઉપાદાનમાંથી રાગાદિ જન્મે છે. પરંતુ “રાગાદિ પરિણામો જીવના છે' - આવું જો જીવ માને તો આત્મા અને રાગાદિ વચ્ચેનો નિમિત્ત-નૈમિત્તિક ભાવ સંબંધ છોડીને ત્યાં ઉપાદાન-ઉપાદેયભાવ નામના સંબંધને ભ્રાન્તિથી સ્વીકારી લે છે અને મિથ્યાત્વને વધુ ગાઢ કરે છે. તેથી મિથ્યાત્વના ઉચ્છેદ માટે ઉપરોક્ત ભાવના દ્વારા અનાદિકાલીન પૂર્વોક્ત પાંચેય ભ્રાન્ત સંબંધોને મૂળમાંથી ઉખેડી નાંખવા. તો જ મિથ્યાત્વ મૂળમાંથી ઉખડી શકે.
* નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધને પણ પરિહરીએ , (શુદ્ધ) તથા આત્મા અને રાગાદિ વચ્ચેનો નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધ પણ પરમાર્થથી તો છોડવા યોગ્ય જ છે. બાકી તો પૂર્ણ વીતરાગદશા ન જ પ્રગટી શકે. તેથી સંપૂર્ણ ક્ષાયિક વીતરાગદશાનેસ પ્રગટાવવાની કામનાવાળા સાધકે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ડૂબીને આત્મા અને રાગાદિ વચ્ચે જે અનાદિકાલીન નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધ છે, તેને છોડી જ દેવો. તેથી રાગાદિને માત્ર જાણવાનું જ ! કામ કરવું. આમ નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધને છોડી જ્ઞાતૃ-શેયભાવ સંબંધ આત્મા અને રાગાદિ વચ્ચે રાખવો. રાગાદિનો આશ્રય ન કરવો. પ્રશસ્ત રાગાદિ ઉપર પણ મદાર ન બાંધવો. તો જ રાગાદિનિમિત્તક છે. કર્મબંધ અટકે.
# મિથ્યાત્વાદિને અવસ્તુ બનાવી તેનાથી મુક્ત બનીએ . (મો.) આગળ ઉચ્ચતમ આધ્યાત્મિકદશામાં તો મિથ્યાત્વ, રાગાદિ પરિણામોને અવસ્તુ = અસત બનાવી તેઓની સાથે આત્માના જ્ઞાતુ-શેમભાવ નામના સંબંધને પણ છોડાવીને આપણા આત્મામાં પ્રતીત થતા મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોને કાયમી ધોરણે રવાના કરવા. મિથ્યાત્વાદિને અવસ્તુ = અસત્ તરીકે સમજવા-સ્વીકારવા માટે આ મુજબ વિચારણા કરવી કે :
(૧) જેમ ખડી = ચૂનો અને દીવાલ - આ બન્નેના સંયોગથી જે સફેદાઈ ઉત્પન્ન થાય છે, તે ખડીસ્વરૂપ નથી. કારણ કે જો તે સફેદાઈ માત્ર ખડીસ્વરૂપ જ હોય તો દીવાલમાં સફેદાઈની પ્રતીતિ થઈ ન શકે. દીવાલમાં તેની પ્રતીતિ અસંગત જ બની જાય. કેમ કે દીવાલ અને ખડી બન્ને જુદા જ છે.