Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૨/૧૭ • उत्सेक-शोको परिहार्यो ।
२१०१ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – अनुपचरितस्वभावस्य गुणरूपतया सदैव स्वसन्निहितत्वात् तदावरणापाकरणे निरन्तरं सोत्साहं यतितव्यम् । ततश्च ध्रुवं तदाविर्भावनम् । उपचरितस्वभावस्य च ५ पर्यायरूपतया विनश्वरत्वात् परैः अस्मान् उद्दिश्य 'विक्रमापेक्षया सिंहोऽयम्, शैत्यविवक्षणेन जलसमोऽयम्, रा सहिष्णुत्वविवक्षया वज्रोऽयम्' इत्यादिरूपेण उपचारकरणे तन्निर्भरतया न भाव्यम, उपचरितस्वभावस्य विनाशित्वात् । ततश्चैतादृशप्रशंसाश्रवणेन न मदः कार्यः। एवमेवाऽस्मान् उद्दिश्य ‘भीरुत्वात् शशोऽयम्, क्षुधालुत्वात् शूकरोऽयम्, शठत्वात् शृगालोऽयम्' इत्यादिरूपेण उपचारकरणे हतोत्साहतया श नैव भाव्यम्, अपि तु तदा अप्रशस्तोपचरितस्वभावस्य नाश्यत्वं चेतसिकृत्य तदुच्छेदपरतया । भाव्यम्।
'कामरागादेः आत्मनि अप्रशस्तोपचरितस्वभावता बोध्या, शुद्धात्मद्रव्य-सङ्ख्यातीतात्मप्रदेशात्मकक्षेत्र-शुद्धात्मवर्तनापर्यायलक्षणकाल-शुद्धोपयोगस्वरूपभावात्मकचतुष्टयेऽव्यापनात् । आत्मद्रव्य- का विजातीयत्वान्नाऽऽत्मद्रव्यविशेषावस्थारूपताऽपि रागादेः युज्यते । अतो रागादिकम् अनात्मद्रव्यांश
૪ ગુણને પ્રગટ કરો, ઉપચાર ઉપર મદાર ન બાંધો ૪ આધ્યાત્મિક ઉપનય :- અનુપચરિત સ્વભાવ ગુણસ્વરૂપ છે. તેથી તે સદૈવ આપણી પાસે જ છે. પરંતુ આપણા શુદ્ધ ચૈતન્યસ્વભાવ વગેરે ગુણો આવરાયેલા છે. કેવલજ્ઞાનીના તે ગુણો પ્રગટ છે. તેથી તેના આવરણોને દૂર કરવા માટે નિરંતર ઉત્સાહપૂર્વક આપણે પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તે ગુણો અવશ્ય પ્રગટ થાય. તથા આપણો ઉપચરિતસ્વભાવ પરમાર્થથી પર્યાયાત્મક હોવાથી પરિવર્તનશીલ છે, નાશવંત છે. તેથી કોઈ આપણને “આ પરાક્રમની દૃષ્ટિએ સિંહ જેવા છે, શીતળતાની દૃષ્ટિએ પાણી જેવા છે, સહનશીલતાની દૃષ્ટિએ વજ જેવા છે' - ઈત્યાદિ કહે તેના ઉપર આપણે મદાર બાંધવાની જરૂર નથી. એ કારણ કે આપણો તે ઉપચરિતસ્વભાવ કાયમ ટકે તેની કોઈ બાંહેધરી તેના કથનથી આપણને મળતી નથી. તેથી તેવી આપણી પ્રશંસા સાંભળીને over confidence માં આવીને આપણે છકી જવાની જરૂર નથી. Cl| તથા કોઈ આપણને ઉદેશીને એમ કહે કે “આ સસલા જેવો બીકણ છે, ભૂંડ જેવો ખાઉધરો છે, શિયાળ જેવો લુચ્ચો છે” તો તેનાથી હતાશાની ઊંડી ખાઈમાં ફેંકાઈને inferiority complex નો શિકાર બનવાની છે જરૂર નથી. પરંતુ તેવા અવસરે “આપણો તે અપ્રશસ્ત ઉપચરિત સ્વભાવ પણ નાશવંત છે” – આ બાબતને ખ્યાલમાં રાખી એવા અપ્રશસ્ત ઉપચરિતસ્વભાવના છેદ માટે આપણે સદા સજ્જ રહેવું જોઈએ.
પાંચ ભ્રાન્ત સંબંધોને વિદાય આપીએ છે (વાન) “કામરાગ વગેરેને આત્મામાં અપ્રશસ્ત ઉપચરિતસ્વભાવ તરીકે જાણવા. કારણ કે શુદ્ધ આત્મદ્રવ્ય, અસંખ્યઆત્મપ્રદેશાત્મક ક્ષેત્ર, શુદ્ધાત્મવર્તનાપર્યાયસ્વરૂપ કાળ કે શુદ્ધોપયોગસ્વરૂપ ભાવ - આ મુજબ આત્માના સ્વચતુષ્ટયમાં તે વ્યાપતા નથી. તે ચારેયમાં ચેતના-ઉપયોગ જ વ્યાપીને રહેલ છે, રાગાદિ નહિ. વળી, રાગાદિ તો આત્મદ્રવ્યથી વિજાતીય પરિણામ છે. તે આત્મદ્રવ્યની સાથે મેળ ન પડે તેવો પરિણામ છે. આત્મદ્રવ્ય સાથે અણમળતો ભાવ હોવાથી તે રાગાદિ આત્મદ્રવ્યની વિશેષ અવસ્થા સ્વરૂપ પણ ઘટી ન શકે. માટે રાગાદિ (૧) અનાત્મદ્રવ્યના અંશસ્વરૂપ જ છે. (૨) રાગાદિનું