Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१०९ જ શાખા - ૧૩ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. એકસ્વભાવને અને અભેદસ્વભાવને એક માની શકાય ? ૨. પ્રયોજનસાપેક્ષ-નિરપેક્ષ લક્ષણાનું સ્વરૂપ, ઉપયોગ અને દૃષ્ટાંત રજૂ કરો. ૩. શરીરમાં ઉપચારથી ચૈતન્ય માની શકાય તો અમૂર્તતા કેમ ન માની શકાય ? ૪. અગિયાર સામાન્ય સ્વભાવ ક્યા છે ? તથા તે પ્રત્યેક કયા નયને સંમત છે ? ૫. પુદ્ગલાણુમાં મૂર્તતા વિશે સ્યાદ્વાદનો મત જણાવી દેવસેનજીને આવતી વદતો વ્યાઘાત આપત્તિ
રજૂ કરો. ૬. લક્ષણો વિશે ટૂંકમાં વિવિધ વિદ્વાનોના મત રજૂ કરો. ૭. દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપ જણાવી પરસ્પર અંતર્ભાવ વિશે છણાવટ કરો. ૮. દસ વિશેષ સ્વભાવ કયા છે ? તેને કયા નય ગ્રહણ કરે છે ? ૯. ગૌરી, શુદ્ધ, સારોપા અને સાધ્યવસાનિકા લક્ષણાનું સ્વરૂપ દૃષ્ટાંત દ્વારા સમજાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ભેદકલ્પનાનિરપેક્ષ નય એટલે શું ? ૨. પુદ્ગલાણમાં પ્રત્યક્ષનિરૂપિત વિષયતા માની શકાય ખરી ? શા માટે ? ૩. ભવ્ય-અભવ્ય સ્વભાવના જ્ઞાન માટે પરમભાવગ્રાહકનયની જરૂર કેમ પડી ? ૪. અમૂર્તતા તિરોહિત હોય ત્યાં મૂર્તતા અનન્ય માનવી પડે – સમજાવો. ૫. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી થતી તીર્થંકરસંબંધી સ્તુતિ કેવી હોય ? ૬. ચિસુખના શબ્દોમાં “અજ્ઞાન” નું લક્ષણ જણાવો. ૭. એક પુદ્ગલાણુમાં કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય ? ૮. દેહધારી આત્માને “જ્ઞાનયજ્ઞ' કહી ન શકાય - શાસ્ત્રના આધારે સમજાવો. ૯. અમૂર્તત્વપ્રયુક્તત્વ એટલે શું ? ૧૦. દેશાન્વય અને કાલાન્વય ઉપર પ્રકાશ પાથરો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. સંસારી આત્મામાં મૂર્તતા અન્ય વિશેષ પર્યાયસ્વરૂપ નહિ બને. ૨. શરીર-ઇન્દ્રિય વગેરે કર્મમાં પરમભાવગ્રાહક નયના મતે મૂર્તસ્વભાવ સંગત થાય છે. ૩. “વૈયાકરણ ભાષ્ય' ઉપર “પ્રદીપ' નામની વ્યાખ્યા રચાયેલ છે. ૪. ઉપચરિતસ્વભાવ સદ્દભૂત વ્યવહારનયથી જ માન્ય છે. ૫. સદ્ભુત વ્યવહારનયથી ગુણ-પર્યાયમાં ભેદસ્વભાવ જાણવો.