Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१३४
• जीवद्रव्याऽशुद्धव्यञ्जनपर्यायवैविध्यम् ।
१४/४ અશુદ્ધ દ્રવ્યવ્યંજન બહુ, મનુજાદિક ભેદ; ગુણથી વ્યંજન ઇમ દ્વિધા, કેવલ “મતિ ભેદ ૧૪/૪ (૨૩૦) શ્રી જિન.
અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય (મનુજાદિક=) મનુષ્ય, દેવ, નારક, તિર્યંચાદિ બહુ ભેદ જાણવા જે માટ તે દ્રવ્યભેદ પુદ્ગલસંયોગજનિત છઈ. अष्टसु पर्यायेषु मध्ये द्वितीय-तृतीय-चतुर्थपर्यायानाह - _
नरादिभेदाद् बहुः ह्यशुद्धद्रव्यव्यञ्जनपर्ययः। ___ शुद्धगुणव्यञ्जनं हि कैवल्यं मत्यादिरितरः ।।१४/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नरादिभेदाद् अशुद्धद्रव्यव्यञ्जनपर्ययः बहुः हि। शुद्धगुणव्यञ्जनं દિ વન્ય મત્યવિઃ રૂતર: (તિ) ૧૪/૪ો.
अशुद्धद्रव्यव्यञ्जनपर्यायः = जीवद्रव्यस्याऽशुद्धव्यञ्जनपर्यायः हि नरादिभेदाद् = मनुष्य-देव 2 -नारक-तिर्यक्-पुरुष-स्त्री-नपुंसकादिविशेषाद् बहुः = अनेकविधः ज्ञेयः, मनुष्य-देवादीनाम् आत्मद्रव्यण भेदानां शब्दविषयत्वे सति द्रव्यकर्मादिसम्बन्धविशेषजनितत्वात् । का उपलक्षणात् चतुर्गतिकसंसारिणां वैक्रियौदारिकादिदेहाकारात्मप्रदेशपरिणामा विग्रहगत्यापन्नजीवानाञ्च कार्मणादिशरीराकारात्मप्रदेशपरिणामा जीवद्रव्याऽशुद्धव्यञ्जनपर्यायविधया ज्ञेयाः, दीर्घ
અવતરણિકા :- પૂર્વે (૧૪૩) દર્શાવેલ આઠ પર્યાયમાં અંતર્ગત પ્રથમ પર્યાયનું નિરૂપણ ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં કર્યા બાદ હવે બીજા-ત્રીજા-ચોથા પર્યાયનું નિરૂપણ થાય છે :
અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યંચની પ્રરૂપણા . શ્લોકાર્થ :- મનુષ્ય વગેરેના ભેદથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયના અનેક ભેદ છે. શુદ્ધ ગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિ છે. મતિજ્ઞાન વગેરે અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. (૧૪૪)
વ્યાખ્યાર્થ :- મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ, પુરૂષ, સ્ત્રી, નપુંસક વગેરે ભેદથી અશુદ્ધ દ્રવ્યU વ્યંજનપર્યાય = જીવદ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાય અનેક પ્રકારના જાણવા. મનુષ્ય, દેવ વગેરે આત્મદ્રવ્યના
જ ભેદ છે. માટે તે દ્રવ્યપર્યાય છે. આત્મદ્રવ્યના તે ભેદો = પ્રકારો શબ્દના વિષય હોવાથી વ્યંજનપર્યાયરૂપ પ છે. તથા આત્મદ્રવ્યના મનુષ્ય-દેવ આદિ પ્રકારો દ્રવ્યકર્મ વગેરેના વિશેષ પ્રકારના સંબંધથી ઉત્પન્ન થતા Sા હોવાથી અશુદ્ધ પર્યાય સ્વરૂપ છે.
Y/ શરીરાકાર જીવપ્રદેશપરિણામ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે (ઉપન.) અહીં જીવદ્રવ્યના જે અશુદ્ધ વ્યંજનપર્યાય જણાવેલ છે તે ઉપલક્ષણ છે. તેથી તે સિવાયના પણ તેના પ્રકારો સંભવે છે. તે આ રીતે - ચાર ગતિવાળા સંસારી જીવોના આત્મપ્રદેશોના વૈક્રિય -ઔદારિકાદિ દેહાકાર પરિણામ તથા વિગ્રહગતિમાં રહેલા જીવોના આત્મપ્રદેશોનો કાર્મણાદિ શરીરાકાર પરિણામ પણ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય તરીકે સમજવા યોગ્ય છે. કારણ કે તે કર્મપુદ્ગલના સંયોગસ્વરૂપ ૪ મો.(૨)માં “દ્રવ્ય' પાઠ નથી. જે પુસ્તકોમાં “મઈ” પાઠ. મો.(૨)માં “ઈમ અશુદ્ધ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “તિર્યગાદિ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.