Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
શરૂ/૨૭ कर्मपरिणामानाम् अवस्तुत्वापादनम् ।
२१०५ श्रीयशोविजयकृतसार्धशतत्रयगाथाप्रमाण-सिद्धान्तविचाररहस्यगर्भित-श्रीसीमन्धरजिनस्तवनानुसारेण (सी. प નિ.ત.૧૬/રૂ) |
तदुक्तम् अध्यात्मसारेऽपि “श्वेतद्रव्यकृतं श्वैत्यं भित्तिभागे यथा द्वयोः। भात्यनन्तर्भवच्छून्यं प्रपञ्चोऽपि तथेक्ष्यताम् ।।” (अ.सा.१८/२७) इति । इत्थं मिथ्यात्व-रागादीनामवस्तुत्वाऽऽपादनेन तैः सार्धम् आत्मनः पारमार्थिकज्ञातृ-ज्ञेयभावसम्बन्धोन्मूलनतः मिथ्यात्व-रागादिपरिणामोच्छेदः सुकरः। तत्प्रभावतश्च “तत्थ शे ભ્રાન્તિનો જ વિષય હોવાથી અવસ્તુ = અસત્ = મિથ્યા જ છે. આ પ્રમાણે પ્રતીતિ-શ્રદ્ધા કરવી. આ વાત માત્ર કલ્પનાસ્વરૂપ નથી. પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સાડા ત્રણસો ગાથા પ્રમાણ સિદ્ધાન્તવિચારરહસ્ય ગર્ભિત જે શ્રી સીમંધરજિનસ્તવન રચેલ છે, તેમાં પણ આ વાત નિમ્નોક્ત શબ્દોમાં જણાવી છે કે
“ભાવ સંયોગના કર્મઉદયાગતા,
કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં; ખડીયથી ભિત્તિમાં જિમ હોએ શ્વેતતા,
ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા.” (૧૬/૩) ઉપરોક્ત ગાથા મુજબ મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામો મિથ્યા છે - તે વાતની શ્રદ્ધા-પ્રતીતિ કરવી. આ રીતે ‘મિથ્યાત્વ, રાગ આદિ ભાવો અસત્ છે - તેવું પ્રતીત કરીને તેઓની સાથે આત્માનો જ્ઞાતુ. -શૈયભાવ સંબંધ પણ મૂળમાંથી ઉખેડી નાંખવો. જે વસ્તુ વિદ્યમાન જ ન હોય તો આત્મા તેનો જ્ઞાતા કેવી રીતે ? તથા તે આત્માના શેય કઈ રીતે ? આમ મિથ્યાત્વ, રાગ વગેરે ભાવો મિથ્યા જ છે. આ
ભાવસંસાર મિથ્યા છે. (હુ) અધ્યાત્મસાર ગ્રંથમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “શ્વેતદ્રવ્ય ખડી-ચૂનો વગેરેથી બસ દીવાલના આગળના ભાગમાં સફેદાઈ કરેલી હોય તે સફેદાઈનો શ્વેતદ્રવ્યમાં કે દીવાલમાં અંતર્ભાવ થતો નથી. જે પરિણામનો કોઈ સ્વીકાર ન કરે તે પરિણામ મિથ્યા જ હોય, શૂન્ય જ હોય, અસત્ જ હોય. જે રીતે દીવાલમાં જણાતી સફેદાઈ પરમાર્થથી મિથ્યા છે, તેમ કર્મપ્રપંચસ્વરૂપ મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોને પણ પરમાર્થથી મિથ્યાસ્વરૂપે જ જોવા.” મતલબ કે ઉપરોક્ત ભાવના દ્વારા અંદરમાં મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોને જાણવા-માણવા ખોટી થવાનું નથી. આમ આત્મા અને મિથ્યાત્વ-રાગાદિ પરિણામો વચ્ચે (૧) સ્વ-સ્વામિભાવ સંબંધ, (૨) ઉપાદાન-ઉપાદેયભાવ સંબંધ, (૩) કર્તા-કર્મભાવ સંબંધ, (૪) વ્યાપ્ય-વ્યાપકભાવ સંબંધ, (૫) ભોક્તા-ભોગ્યભાવ સંબંધ, (૬) નિમિત્ત -નૈમિત્તિક ભાવ સંબંધ અને (૭) જ્ઞાતા-શેયભાવ સંબંધ - આ તમામ સંબંધોને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાથી આપણા આત્મામાંથી મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોનો ઉચ્છેદ કરવો સરળ બને. આ જ આશયથી અહીં આ વાત વિસ્તારથી જણાવેલ છે. આ રીતે મિથ્યાત્વ, રાગ વગેરે સ્વરૂપ અપ્રશસ્ત ઉપચરિતસ્વભાવનો ઉચ્છેદ થવાના પ્રભાવે તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ
1. तत्रापि च ते अवेदा अवेदना निर्ममाः निःसङ्गाश्च । संयोगविप्रमुक्ताः अप्रदेशा नित्यम् एकसंस्थानाः।।