Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०९४ • तात्त्विकव्यवहारनयमतद्योतनम् ।
૨૩/૧૭ परस्मिन् स्वकार्यकरणक्षमः भवति जातुचित् । ततश्चोपदर्शितापत्तेः दुर्वारत्वमेव देवसेनमते ।
एतेन '“जो हु अमुत्तो भणिओ जीवसहावो जिणेहिं परमत्थो। उवचरियसहावादो अचेयमाणो मुत्तिसंजुत्तो।।” (द्र.स्व.प्र.१२०) इति द्रव्यस्वभावप्रकाशे माइल्लधवलोक्तेरुत्तरार्थोऽपि पूर्वोक्तः (१२/३) प्रत्याख्यातः,
उपचरितधर्मस्य स्वकार्याऽकरणात् । न हि गोत्वेन उपचरितः षण्ढः पयसा पात्री प्रपूरयति । न वा श उपचारमात्रदर्शितः स्वभावः वस्तुतः वस्तुधर्मो भवितुमर्हति । 'अन्यवेश्मस्थिताद् धूमान्न वेश्मान्तरमग्निमद् क भवतीति न्यायः प्रकृते लब्धावसरः । अतः शरीरादौ चेतनस्वभावस्य संसारिजीवे चाऽचेतनमू-स्वभावयोः व्यवहारेण तात्त्विकत्वमेवाऽभ्युपगन्तव्यम् ।
एतावता “इष्यते एव संसार्यात्मनो मूर्त्तत्वमपि” (वि.आ.भा.१००५ वृ.) इति पूर्वोक्तं (१२/३) विशेषावश्यकभाष्यमलधारवृत्तिवचनमपि व्याख्यातम्, पूर्वोक्त(८/२१)तत्त्वौपयिकव्यवहारनयाभिप्रायेण
ક્યારેય પણ એક દ્રવ્યના ગુણ, સ્વભાવ વગેરે અન્ય દ્રવ્યમાં પોતાનું કાર્ય કરવા માટે સમર્થ બનતા નથી. તેથી શરીરાદિમાં ચેતનસ્વભાવને તથા સંસારી જીવમાં અચેતન-મૂર્તસ્વભાવને ઔપચારિક માનવામાં ઉપર જણાવેલ સમસ્યાઓ દેવસેનમતમાં દુર્વાર જ બનશે.
જ દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથની સમાલોચના : (ત્ત.) માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશમાં કહેલ છે કે “(૧) જિનેશ્વરોએ જીવનો જે અમૂર્તસ્વભાવ જણાવેલ છે, તે પારમાર્થિક છે. (૨) ઉપચરિતસ્વભાવથી જીવ અચેતનસ્વભાવવાળો અને મૂર્તસ્વભાવયુક્ત છે.” આ સંદર્ભ પૂર્વે (૧૨/૩) દર્શાવેલ હતો. તેમાંથી જે બીજી વાત છે, તેનું નિરાકરણ અમે ઉપર
જે વાત જણાવી તેનાથી થઈ જાય છે. કારણ કે ઉપચાર કરાયેલ ધર્મ પોતાનું કાર્ય કરી શકતો નથી. પર સાંઢમાં ગાયનો ઉપચાર કરવામાં આવે તેટલા માત્રથી તે સાંઢ દૂધથી વાસણ ભરી દેતો નથી. ખરેખર,
માત્ર આરોપ કરીને દર્શાવેલ સ્વભાવ વાસ્તવમાં વસ્તુનો ગુણધર્મ બની શકતો નથી. તેથી જીવમાં {]] અચેતનસ્વભાવ અને મૂર્તસ્વભાવ ઔપચારિક હોય તો ઉપર જણાવ્યા મુજબ આત્માની અંદર ચૈતન્યની
વિકૃતિ અને ભવભ્રમણ-દેહધારણાદિ અસંગત બની જશે. “એકના ઘરમાં ધૂમાડો હોય તેનાથી બીજાનું ઘર અગ્નિવાળું થઈ ન જાય' - આ ન્યાય પ્રસ્તુતમાં લાગુ પડે છે. મતલબ કે આત્મામાં ચેતનસ્વભાવ માનો અને શરીરાદિમાં તેને ન માનો તો કાંટો વાગવાથી દેહાદિમાં પીડા થવી ન જોઈએ. આ કારણસર શરીર વગેરેમાં ચેતનસ્વભાવને વ્યવહારથી તાત્ત્વિક જ માનવો જોઈએ. તથા સંસારી જીવમાં અચેતનસ્વભાવને અને મૂર્તસ્વભાવને પણ વ્યવહારથી તાત્ત્વિક જ સ્વીકારવો જોઈએ.
છેતાત્વિકવ્યવહારથી સંસારી જીવ મૂર્ત-અચેતનસ્વભાવવિશિષ્ટ છે. (તાવ.) પૂર્વે (૧૨/૩) દર્શાવેલ વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જે જણાવેલ છે કે “સંસારી આત્મામાં મૂત્વ પણ માન્ય જ છે' - તેની પણ સ્પષ્ટતા અમારા કથન દ્વારા થઈ જાય છે. કારણ કે તત્ત્વપ્રાપ્તિમાં ઉપાયભૂત પૂર્વોક્ત (૮/૨૧) વ્યવહારના અભિપ્રાયથી સંસારી આત્મામાં મૂર્તસ્વભાવ અને અચેતનસ્વભાવ માન્ય છે. આ તાત્ત્વિક વ્યવહારનયના મત મુજબ કર્મપુદ્ગલવશ આત્મામાં 1. यः खलु अमूर्तो भणितो जीवस्वभावो जिनैः परमार्थः। उपचरितस्वभावाद् अचेतनो मूर्तिसंयुक्तः।।