Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०९५
१३/१७ * मूर्त्ततादिकालावच्छेदेनाऽपि जीवे अमूर्त्तताद्यव्याघातः संसार्यात्मनि मूर्त्तत्वाऽचैतन्ययोः इष्टत्वात्, तन्मते कर्मपुद्गलवशेन आत्मनि पौद्गलिकपरिणामोत्पादाभ्युपगमात् । तदुक्तं प्रज्ञापनावृत्तौ उद्धरणरूपेण “जीवपरिणामहेउं कम्मत्ता पुग्गला परिणमंति। पु पुग्गलकम्मनिमित्तं जीवो वि तहेव परिणमइ ।।” (प्रज्ञापनावृत्तौ - प. २३ / सू.२८८ पृ.४५५) इति । पूर्वं रा (१३/१०) दर्शिता समयसारगाथाऽत्र स्मर्तव्या ।
यदपि संसारिजीवमुद्दिश्य “ स हि अष्टकर्मपुद्गलसङ्घातोपगूढत्वात्, सशरीरत्वाच्च कथञ्चिन्मूर्त्तत्वादिधर्मयुक्त एव” (वि. आ.भा. १५७० मल.वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तौ उक्तम्, तदपि र्श परमार्थतः तात्त्विकव्यवहारनयमाश्रित्य सङ्गच्छते । विद्यमानप्रकटधर्मप्रतिपादकत्वात् तत्त्वौपयिकत्वाच्च क तात्त्विकत्वम्, परद्रव्यपरिणतिसमनुविद्धधर्मप्रतिपादकत्वाच्च व्यवहारत्वम् एतन्नयस्य बोध्यम् । तदुक्तं ि प्रवचनसारवृत्तौ अमृतचन्द्रेण “ अशुद्धद्रव्यनिरूपणात्मको व्यवहारनय” (प्र.सा. २ / ९७ वृ.) इति । संसारिणि मूर्त्तत्वादेरौपचारिकत्वमनेनाऽपाकृतं द्रष्टव्यम् । तात्त्विकव्यवहारसम्मतमूर्त्ताऽचेतनस्वभावकालेऽपि संसारिणि नैश्चयिकाSमूर्त्त - चेतनस्वभावौ नैव निवर्त्तेते इत्यवधेयम् ।
का
પૌદ્ગલિક પરિણામની ઉત્પત્તિ સ્વીકારવામાં આવેલ છે. આ અંગે પ્રજ્ઞાપનાવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ ઉદ્ધૃત કરેલ ગાથા સુંદર પ્રકાશ પાડે છે. ત્યાં જણાવેલ છે કે “જીવના પરિણામના કારણે કાર્મણવર્ગણાના પુદ્ગલો કર્મસ્વરૂપે પરિણમી જાય છે, આત્મા સાથે એકમેક બની જાય છે. તે જ રીતે શરીરદિ પુદ્ગલોના અને કર્મના નિમિત્તે જીવ પણ પૌદ્ગલિકભાવ સ્વરૂપે-રાગાદિ ભાવકર્મસ્વરૂપે પરિણમી જાય છે.” મતલબ કે સંસારી જીવમાં મૂર્તસ્વભાવ તથા અચેતનસ્વભાવ પણ વ્યવહારથી તાત્ત્વિક જ છે, ઔપચારિક કે કાલ્પનિક નથી. પહેલા (૧૩/૧૦) બતાવેલી સમયસારની ગાથા અહીં યાદ કરવી.
* તાત્ત્વિક વ્યવહારનયની ઓળખાણ
검
(વ.) વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં સંસારી જીવને ઉદેશીને “તે અવિધ કર્મપુદ્ગલોના સમૂહથી અનુવિદ્ધ હોવાથી તથા દેહધારી હોવાથી કથંચિત્ મૂર્ત્તત્વાદિ ગુણધર્મથી યુક્ત જ છે” - આ પ્રમાણે જે કથન કરેલ છે, તે પણ પરમાર્થથી તો તાત્ત્વિક વ્યવહારનયને આશ્રયીને જ સંગત થઈ શકે છે. સંસારી જીવમાં મૂર્ત્તત્વાદિનું પ્રતિપાદન કરનાર પ્રસ્તુત નય તાત્ત્વિક હોવાનું કારણ એ છે કે તે વિદ્યમાન À અને પ્રગટ થયેલા ગુણધર્મનું નિરૂપણ કરે છે. તેમજ તત્ત્વપ્રાપ્તિમાં તે ઉપાયભૂત છે. તથા તે વ્યવહારનય હોવાનું કારણ એ છે કે તે પરદ્રવ્યની પરિણતિથી એકમેક બનેલા ગુણધર્મનું પ્રતિપાદન કરે છે. ‘અશુદ્ધ દ્રવ્યનું નિરૂપણ કરે તે વ્યવહારનય કહેવાય’ - આ મુજબ પ્રવચનસારવ્યાખ્યામાં અમૃતચન્દ્રાચાર્યે જણાવેલ છે. પરદ્રવ્યપરિણતિથી ન રંગાયેલા પ્રગટ વિદ્યમાન ધર્મનું કે શુદ્ધ દ્રવ્યનું જો તે પ્રતિપાદન કરે તો તે નિશ્ચયનય બની જાય. આવું તો પ્રસ્તુત નય કરતો નથી. તેથી તે તાત્ત્વિક તત્ત્વૌપયિક વ્યવહારનય છે - એમ જાણવું. તેથી સંસારી જીવમાં મૂર્ત્તત્વાદિ કલ્પિત = આરોપિત ઔપચારિક = કથનમાત્ર તો નથી જ - તેવું આનાથી સિદ્ધ થાય છે. તથા જ્યારે સંસારી જીવમાં તાત્ત્વિકવ્યવહારનયસંમત મૂર્તસ્વભાવ અને અચેતનસ્વભાવ હાજર હોય છે ત્યારે પણ નિશ્ચયનયસંમત અમૂર્તસ્વભાવ અને 1. जीवपरिणामहेतोः कर्मतया पुद्गलाः परिणमन्ति । पुद्गलकर्मनिमित्तं जीवोऽपि तथैव परिणमति । ।
=
=