Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०७८ ० निरपेक्षानेकान्तस्यापि त्याज्यता 0
१३/१६ “णाणासहावभरियं वत्थु गहिऊण तं पमाणेण । एयंतणासणटुं पच्छा णयजुंजणं कुणह ।। जम्हा णएण विणा होइ ण णरस्स सियवायपडिवत्ती। तम्हा सो बोहब्वो एयंतं हतुकामेण ।।” (द्र.स्व.प्र.१७२/१७४) इति ।
इदमप्यत्रावधेयं यदुत निरपेक्षैकान्तवद् निरपेक्षानेकान्ततोऽपि न नानास्वभावशालिद्रव्यसिद्धिः पारमार्थिकी, किन्तु सापेक्षानेकान्तत एव । तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “एयंते णिरवेक्खे णो सिज्झइ विविहभावगं दव्वं । तं तहेव अणेयंते इदि बुज्झए सिय अणेयंतं ।।" (द्र.स्व.प्र.२६९) इति । इत्थञ्च - स्यात्पदाङ्कितं सम्यग् नययोजनं भावचित्ते धृत्वा निजम् अन्तःकरणम् अनित्यादिद्वादशभावनाध्यानगोचरचतुर्विधभावना-मैत्र्यादिभावनाचतुष्टय-महाव्रतगोचरपञ्चविंशतिभावनाऽऽन्वितं कुरु।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रस्तुतनययोजना विद्वत्ताप्राप्ति-प्रदर्शन-स्वप्रसिद्धिकृते नेहोपदर्शिता पि किन्तु एकान्तवादमिथ्यावासनाविमुक्तिपूर्वं रत्नत्रयगोचरभावना-गुर्वादिगोचरसद्भावना-संवेदना-संवेग-वैराग्य
-समर्पण-शरणागतिप्रभृतिभावसुवासितान्तःकरणसम्पादनायैव । इत्थं सर्वशास्त्रवचनानि आध्यात्मिकदिशा उपयुज्य निजात्मपरिणतिं विशदीकृत्य आत्मविशुद्धिशिखराऽऽरोहणं कार्यम्, इतरथा व्याकरण યોજેલ છે. હવે મૂળ વિષય ઉપર આવી જઈએ. દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે અનેક સ્વભાવોથી પરિપૂર્ણ વસ્તુને પ્રમાણથી જાણીને ત્યાર બાદ એકાન્તના નાશ માટે નયયોજના કરવી જોઈએ. કારણ કે નય વિના મનુષ્યને સ્યાદ્વાદનો બોધ થઈ શકતો નથી. તેથી એકાન્તનો વિરોધ કરવાની કામનાવાળા સાધકે નયને જાણવા જોઈએ.”
(.) અહીં બીજી પણ એક બાબત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે નિરપેક્ષ એકાન્તની જેમ નિરપેક્ષા અનેકાન્તથી પણ વિવિધ સ્વભાવવાળી વસ્તુની સિદ્ધિ પારમાર્થિક નથી હોતી પરંતુ સાપેક્ષ અનેકાન્તથી જ અનેકસ્વભાવવાળી વસ્તુની તાત્ત્વિક સિદ્ધિ થાય છે. તેથી જ તો દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે
નિરપેક્ષ એકાન્તવાદમાં અનેકસ્વભાવયુક્ત દ્રવ્યની સિદ્ધિ થતી નથી. તે જ રીતે નિરપેક્ષ અનેકાન્તવાદમાં વા પણ તત્ત્વનિશ્ચય થતો નથી. તેથી કથંચિત = સાપેક્ષ અનેકાન્તવાદને જાણવો જોઈએ.’ આ રીતે “ચાપદગર્ભિત
સમ્યફ નયયોજનાને ભાવચિત્તમાં ધારણ કરીને પોતાના અંતઃકરણને અનિત્યાદિ બાર ભાવના, ધ્યાનસંબંધી સે વૈરાગ્યાદિ ચાર ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, મહાવ્રત સંબંધી પચ્ચીસ ભાવનાથી યુક્ત કરો.
1) નયયોજનાનું પ્રયોજન ). આધ્યાત્મિક ઉપનય:- સામાન્ય-વિશેષ સ્વભાવોમાં પ્રસ્તુત નયયોજના ફક્ત વિદ્વત્તાની પ્રાપ્તિ માટે કે વિદ્વત્તાના પ્રદર્શન માટે નથી. તથા પોતાની પ્રસિદ્ધિ માટે પણ આ નયયોજના અહીં બતાવવામાં આવેલ નથી. પરંતુ પોતાના ભાવમનને એકાન્તવાદની મિથ્યા વાસનાથી મુક્ત કરી તેને ભાવના, સદ્ભાવના, સંવેદના, સંવેગ-વૈરાગ્યભાવ, સમર્પણભાવ, શરણાગતિનો ભાવ આદિથી વાસિત કરવા માટે એકવીસ સ્વભાવ સંબંધી નયયોજનાને દર્શાવેલ છે. આ રીતે શાસ્ત્રના પ્રત્યેક વચનોનો આધ્યાત્મિક ઉપયોગ કરી પોતાની આત્મપરિણતિને ઉજ્જવળ બનાવી આત્મવિશુદ્ધિના શિખરે આરૂઢ થવું જોઈએ. બાકી વ્યાકરણ-ન્યાય 1. नानास्वभावभृतं वस्तु गृहीत्वा तत् प्रमाणेन । एकान्तनाशनार्थं पश्चाद् नययोजनं कुरुत।। 2. यस्माद् नयेन विना भवति न नरस्य स्याद्वादप्रतिपत्तिः तस्मात् स बोद्धव्य एकान्तं हन्तुकामेन ।। 3. एकान्ते निरपेक्षे न सिद्ध्यति विविधभावकं द्रव्यम् । तत् तथैवानेकान्तादिति बुध्यस्व स्यादनेकान्तम् ।।