Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०८० ० पदार्थवैशद्यापेक्षया परिणतिवैशद्येऽधिकं यतनीयम् ॥ १३/१६ प शास्त्र-तदर्थविचारव्यग्रतां परित्यज्य शास्त्रतात्पर्यार्थानुसारेण निजपरिणतिः निर्मातव्या । शास्त्रीयया पदार्थविशदीकरणाऽपेक्षया निजपरिणतिविशदीकरणेऽधिकं यतनीयम् । ततश्च “क्षीणार्थो विगतकर्मा - સિદ્ધાર્ડનન્તવતુષ્ટય સર્વવત્તેશવિનિક્p: વત્તજ્ઞાન-વર્શનઃTI” (મુ.મુ.વ.૮/રૂ૭૦) રૂત્યેવં શ્રીમુનિસુવ્રતસ્વામ
चरिते श्रीविनयचन्द्रसूरिदर्शितं सिद्धस्वरूपम् अञ्जसा प्रत्यासन्नतरं स्यादित्यवधेयम् ।।१३/१६।। પકડી, તે મુજબના ઔદંપર્યાર્થમાં ચિત્તવૃત્તિને રમતી કરવી.
૪ ચિત્તપરિણતિને નિર્મળ કરીએ ૪ છે (શા.) શાસ્ત્રવિચારમાં કે શાસ્ત્રાર્થવિચારમાં અટકવાનું નથી. પરંતુ શાસ્ત્રના તાત્પર્યાર્થ અનુસાર તો આપણી પરિણતિને ઘડવાની છે. શાસ્ત્રીય પદાર્થને મગજમાં ચોખ્ખા કરવા ઉપર જેટલો ભાર આપીએ
તેના કરતાં અનેકગણો વધુ ભાર આપણી પરિણતિને નિર્મળ કરવા માટે આપવાનો છે. નિજ પરિણતિને એ નિર્મળ કરવાનો સૌથી વધુ પ્રયત્ન કરવાથી શ્રી મુનિસુવ્રતસ્વામીચરિતમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ જ
ઝડપથી નજીક આવે. ત્યાં શ્રીવિનયચંદ્રસૂરિજીએ સિદ્ધસ્વરૂપને વર્ણવતા જણાવેલ છે કે “(૧) કૃતાર્થ, (૨) કર્મશૂન્ય, (૩) અનંતજ્ઞાનાદિચતુષ્ટયયુક્ત, (૪) સર્વક્લેશથી વિનિર્મુક્ત અને (૫) કેવલજ્ઞાન -કેવલદર્શનવાળા મુક્તાત્મા હોય છે. (૧૩/૧૬)
લખી રાખો ડાયરીમાં.... /
• વાસનાનો મિજાજ તરંગી, તોફાની, વ્યસની છે.
ઉપાસનાની પ્રકૃતિ નિસ્તરંગ, શાંત અને સહજ છે. • કટુ અનુભવની લાત ખાધા પછી પણ બુદ્ધિ સુધરતી
નથી.
અનુભવજ્ઞાનીના સૂચનમાત્રથી શ્રદ્ધા સુધરવા તૈયાર છે. • બુદ્ધિ બીજાની નબળી વાતની રજૂઆત જોરદાર કરે
છે. શ્રદ્ધાને બીજાની નબળી વાતની રજૂઆતમાં કોઈ રસ નથી. વાસનાને દેહનિરીક્ષણની અભિલાષા છે. ઉપાસનાને આત્મસંશોધનની ઝંખના છે,
પરમાત્માદર્શનની તમન્ના છે.