Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० चिन्ता-भावनाज्ञानादिकम् अभ्यसनीयम् ।
२०७९ -न्यायादिसाध्यपदार्थान्वेषणपरायणत्वे वाच्य-वाचकभावसम्बन्धव्यग्रतया केवलं षोडशकोक्त(१०/१२- प १३) श्रुतसीमवर्तित्वमेव प्रसज्येत । ततश्च कदाग्रह-व्यामोह-महत्त्वाकाङ्क्षाद्यावर्त्तनिमग्नता न दुर्लभा। गा
अतः शास्त्रगोचरं वाच्य-वाचकभावसम्बन्धमतिक्रम्य, ‘कथं वीतरागतां मदीय आत्मा लभेत ?' . - इत्येवम् आत्मतत्त्वगोचरं चिन्ताज्ञानम् अनुशील्य, शास्त्रकृत्तात्पर्यार्थान्वेषणेन तन्मयभावतः सर्वत्र सर्वदा तद्वृत्तिता समभ्यसनीया । तदुत्तरञ्चोपशम-विवेकदृष्टि-संवर-भावनाज्ञान-वैराग्याऽन्तर्मुखता-चित्तनैर्मल्य -ध्यानाभ्यासादिबलेन तात्पर्यार्थतादात्म्यपरिणतिः लभ्या। अत्रायमस्मत्कृतः श्लोकः -
वाच्य-वाचकतां हित्वा, तद्वृत्तितः तदात्मताम् ।
लब्ध्वा ध्यानादियोगेन, योगी शिवत्वमाप्नुयात् ।।१।। વગેરેથી જ સાધી શકાય તેવા પદાર્થોની તપાસ કરવામાં ગળાડૂબ થવામાં આવે તો શાસ્ત્રવચનો અને વ્યાકરણન્યાયાદિસાધ્ય પદાર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ સંબંધ સિદ્ધ કરવામાં જ વ્યગ્ર થવાય. તથા તેવી વ્યગ્રતાથી તો શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં દર્શાવેલ શ્રુતજ્ઞાનના સીમાડામાં જ સાધક અટવાય. તેવા સંયોગમાં શ્રુતજ્ઞાન પછી થનારા ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સુધી સાધક પહોંચી શકતો જ નથી. તેથી તેવી પરિસ્થિતિમાં કદાગ્રહ, વ્યામોહ, મહત્ત્વાકાંક્ષા વગેરે આવર્તમાં ( વમળમાં) ડૂબવાનું દુર્લભ નથી રહેતું.
છે માત્ર પદાર્થજ્ઞાનમાં ન અટવાઈએ છે. | (ત.) તેથી શાસ્ત્રસંબંધી વાચ્ય-વાચકભાવ સંબંધના સીમાડાને ઓળંગીને ચિંતાજ્ઞાનનું પરિશીલન કરવું. “મારો આત્મા કઈ રીતે વીતરાગતાને મેળવશે ? મારો આત્મા શુદ્ધસ્વરૂપે ક્યારે અનુભવાશે ?' - આ પ્રમાણે આત્મતત્ત્વસંબંધી ચિંતાજ્ઞાનનું પરિશીલન કરીને શાસ્ત્રકારના તાત્પર્યને = આશયને પકડી, મેં તેના વિષયને શોધીને તેમાં જ તન્મય બનવું, ઓતપ્રોત થવું. આ રીતે તન્મય બનીને સર્વત્ર, સર્વદા તેમાં જ રહેવાનો અભ્યાસ સમ્યફ રીતે કરવો. આ રીતે તવૃત્તિતાનો = શાસ્ત્રતાત્પર્યાર્થવૃત્તિતાનો સમ્યગુ અભ્યાસ કરીને (૧) ઉપશમભાવ, (૨) વિવેકદૃષ્ટિ (= “દેહ-ઇન્દ્રિય-મન-વિષય-વિકલ્પ-વિકારાદિથી આત્મા અત્યંત જુદો છે' - આવી ભેદવિજ્ઞાનની શ્રદ્ધા), (૩) સંવર (= પાપવૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ), રો (૪) ભાવનાજ્ઞાન, (૫) વૈરાગ્ય, (૬) અંતર્મુખતા, (૭) અંતઃકરણની નિર્મળતા, (૮) ધ્યાનનો અભ્યાસ વગેરેને પરિપક્વ કરવા. તેના બળથી જ તાત્પર્યાર્થ સાથે તાદાભ્યપરિણતિ મેળવી શકાય. સર્વ શાસ્ત્રનો તાત્પર્યાર્થ = ઐદંપર્યાર્થ શુદ્ધાત્મતત્ત્વ છે. ઉપરોક્ત આઠ પરિબળોના પ્રભાવે શુદ્ધાત્મતત્ત્વ સાથે તાદાભ્યપરિણતિ સધાય છે, અનુભવાય છે. તે જ આપણું પરમ પ્રયોજન છે. આ અંગે અમે શ્લોક બનાવેલ છે. તેનો અર્થ નીચે મુજબ છે.
* તવૃત્તિ-તાદાભ્યપરિણતિને પ્રગટાવીએ x (ા.) “વા-વાચકભાવને છોડીને, તવૃત્તિ = તાત્પર્યાર્થવૃત્તિતા = ઔદંપર્યાર્થનિષ્ઠતા પછી ધ્યાનાદિયોગ વડે તદાત્મતાને = તાદાભ્યને = તાત્પર્યાર્થતાદાભ્યપરિણતિને મેળવીને યોગી પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.” અહીં આશય એટલો જ છે કે ન્યાય, વ્યાકરણ, યુક્તિ, દૃષ્ટાંત વગેરે દ્વારા જે પદાર્થ જણાય, તેમાં જ અટવાઈ જવાના બદલે, તેમાં અટકવાના બદલે, તેનાથી આગળ વધી, શાસ્ત્રકારોના આશયને