Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०८६ • पर्यायत्रैविध्यपरामर्शः ०
१३/१७ (अनु.द्वा.सू.२२५, वृ.पृ.१५३) इत्युक्तम् । विशेषावश्यकभाष्यवृत्तौ अपि “परमाणौ तावद् एकगुणकालत्वा ए दयोऽनन्ता वर्ण-गन्ध-रसादिकाः स्वपर्यायाः” (वि.आ.भा.३२० म.वृ. पृ.९५) इत्येवं श्रीहेमचन्द्रसूरिभिः
स्पष्टमेवैकगुणकालत्वादीनां पर्यायरूपतोक्ता। ततश्च पुद्गलवर्तिनः पर्यायाः (१) सामान्येन वर्ण
-गन्धादयः, (२) विशेषेण कृष्ण-रक्तादि-सुरभि-दुरभिप्रभृतयः, (३) अवान्तरविशेषेण चैकगुणकृष्णत्व म -द्विगुणकृष्णत्वादिकृष्णतर-कृष्णतमप्रमुखा इति परमार्थोऽत्र फलितः ।
यद्यपि वस्तुगत्या पूर्वोक्तरीत्या (२/११-१२-१३) अपि गुण-पर्याययोरपार्थक्यमेव । यथोक्तम् आचाराङ्गनियुक्तिवृत्तौ शीलाङ्काचार्यः “गुण-पर्याययोः नयवादान्तरेण अभेदाऽभ्युपगमाद्” (आ.२/१/नि.१८१ क वृ.) इति। तदुक्तं प्रज्ञापनासूत्रवृत्तौ श्रीमलयगिरिसूरिभिरपि “पर्यायाः गुणाः विशेषाः धर्माः इत्यनर्थान्तरम्" णि (प्र.सू. ५/१०४/वृ.पृ.१७९) इति । तथापि भेदग्राहकनयापेक्षयाऽत्र तयोः पार्थक्यमुपदर्शितम् । भेदग्राहि
सूक्ष्मेक्षिकया तु नवत्वविशिष्टगुणात् पुराणत्वविशिष्टः गुणो भिद्यत एवेति कादाचित्कतया गुणस्यापि परमार्थतः पर्यायरूपतैव न तु पर्यायविशिष्टरूपतेति द्रव्य-पर्यायात्मकमेव सर्वं वस्तु सिध्यति। અવસ્થા હોતી નથી. આમ ક્રમવર્તી હોવાથી એકગુણકાલત્વ, દ્વિગુણકાલ– વગેરે પર્યાયસ્વરૂપ જ છે.” તેથી એકઅંશયુક્ત શ્યામરૂપ વગેરેને પર્યાય માન્યા વિના છૂટકો જ નથી. વિશેષાવશ્યકભાષ્યની વ્યાખ્યામાં પણ શ્રીહેમચન્દ્રસૂરિજીએ “પરમાણુમાં એકગુણકાલ– વગેરે અનંતા વર્ણ-ગંધ-રસાદિ સ્વપર્યાયો હોય છે.” આવું કહેવા દ્વારા એકગુણકાલત્વ વગેરેને સ્પષ્ટપણે પર્યાય તરીકે જ જણાવેલ છે. તેથી એકગુણકાલત્વ, દ્વિગુણકાલ– વગેરે જુદા-જુદા પર્યાય જ છે - તેમ નક્કી થાય છે. ઉપરોક્ત પ્રબંધોને વિચારતાં એવું
ફલિત થાય છે કે પુગલમાં રહેનારા પર્યાયો (૧) સામાન્યથી વર્ણ, ગંધ વગેરે છે અને (૨) વિશેષરૂપે સ કૃષ્ણ, રક્ત વગેરે વર્ણો, સુગંધ, દુર્ગધ વગેરે છે. તથા (૩) અવાંતર વિશેષરૂપે પર્યાયો તો એકગુણકૃષ્ણત્વ, દ્વિગુણકૃષ્ણત્વ વગેરે તથા કૃષ્ણતર, કૃષ્ણતમ વગેરે સમજવા. આ અહીં પરમાર્થ છે.
• ગુણ-પર્યાયનો અભેદ પારમાર્થિક અe (જિ.) જો કે પૂર્વે (૨/૧૧-૧૨-૧૩) જણાવ્યા મુજબ પણ વાસ્તવમાં તો ગુણ અને પર્યાય એક એ જ છે. આચારાંગનિર્યુક્તિવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યએ જણાવેલ છે કે “નયવિશેષના અભિપ્રાયથી ગુણ -પર્યાય વચ્ચે અભેદ માન્ય છે.” તેમજ શ્રીમલયગિરિસૂરિજીએ પણ પન્નવણાસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “(૧) પર્યાય, (૨) ગુણ, (૩) વિશેષ, (૪) ધર્મ (ગુણધર્મ) - આ શબ્દોના અર્થમાં કોઈ ભેદ નથી.” તેમ છતાં ભેદગ્રાહકનયની અપેક્ષાએ પ્રસ્તુતમાં ઉત્તરાધ્યયનબૃહદવૃત્તિમાં ગુણ અને પર્યાય વચ્ચે ભિન્નતા દર્શાવેલી છે. ભેદગ્રાહકનયની સૂક્ષ્મ દૃષ્ટિથી તો ગુણ જેમ પર્યાયથી ભિન્ન સિદ્ધ થાય છે તેમ નવીનત્વવિશિષ્ટ ગુણથી પણ પ્રાચીનત્વવિશિષ્ટ ગુણ ભિન્ન જ સિદ્ધ થાય છે. મતલબ કે સૂક્ષ્મભેદગ્રાહકનયની દૃષ્ટિએ તો ગુણ પ્રતિક્ષણ બદલાય છે. આમ ગુણ પણ પર્યાયની જેમ ક્ષણભંગુર છે. તથા ક્ષણિકત્વ તો ખાસ કરીને પર્યાયની આગવી ઓળખ છે. તેથી પરમાર્થથી ગુણ પણ પર્યાયવિશિષ્ટ નહિ પરંતુ પર્યાયાત્મક જ સિદ્ધ થાય છે. તેથી બધી જ વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક જ સિદ્ધ થાય છે. આથી પૂર્વે જણાવેલ ગુણ-પર્યાયનો પારમાર્થિક અભેદ અબાધિત જ રહેશે.