Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०५२
• मौलिकाऽमूर्तत्वाऽऽविर्भावोपायप्रदर्शनम् । ૨૨/૧૨ साक्षात्कारः प्रादुर्भवति। अमूर्त्तशुद्धात्मद्रव्यदृष्टिप्राबल्येऽभिनवकायेन्द्रिय-कर्मादिग्रहणपरम्पराविच्छेदतो जा मौलिकाऽमूर्तस्वभावप्रादुर्भाव आसन्नतरो विज्ञेयः । एवञ्च अनेकनयसमन्वयात्मकप्रमाणाद् उपादेयतत्त्व- ग्रहणेन सम्यगेकान्तपरतया भाव्यम् ।
ततः परद्रव्यादिगोचरममत्वादिजनकाऽसद्भूतव्यवहारोपेक्षणतः अमूर्त्तात्मद्रव्याऽऽविर्भावार्थिना निर्धान्ततया शुद्धनिश्चयः स्वभूमिकौचित्येन उपादेयः। तदर्थं '“चवहारभासिदेण दु परदव्वं मम भणंति क अविदिदत्था । जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि ।।” (स.सा.३२४) इति समयसारगाथा णि परिभावनीया । ततश्चाऽखिलद्रव्य-भावकर्मोच्छेदेन अस्मदीयं स्वाभाविकम् अमूर्त्तत्वम् आत्मसात् कार्यम् । का तदर्थं निजाऽमूर्तस्वभाव उपादेयतया ज्ञातव्यः । इत्थमेव ज्ञानस्य सम्यक्त्वं स्यात् । इदमेवाऽऽस्माकीनं
વ્યવહારાભાસી કે નિશ્ચયાભાસી થતો નથી. તેથી તેવી પ્રતિજ્ઞાનું બળ વધતાં “દેહ-ગેહ-નેહ વગેરેથી આત્મા જુદો જ છે' - આવી ભેદવિજ્ઞાનની પરિણતિ જીવંત બને છે. તેમ થતાં તે ભેદવિજ્ઞાની સાધકને અમૂર્ત-અશરીરી-વીતરાગ એવા પોતાના આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રગટે છે. એક વાર સમ્યક સ્વાનુભૂતિ થયા બાદ પોતાના અમૂર્ત શુદ્ધ આત્મદ્રવ્યને જ જોવા-જાણવા-માણવા માટેની અભિલાષા દઢ થતી જાય છે. શુદ્ધ આત્મદ્રવ્યમાં અખંડ રમણતા કરવા માટે તીવ્ર તલસાટ અને તરવરાટ પ્રગટે છે. કર્મોદયજન્ય રાગાદિ પરિણામોની તદન ઉપેક્ષા કરીને, તેને જરા પણ મહત્ત્વ આપ્યા વિના, શુદ્ધ આત્મદ્રવ્યમાં જ લીન થવાનો આસન્નમુક્તિગામી સાધક અભ્યાસ કરે છે. આ રીતે અમૂર્ત શુદ્ધ આત્મદ્રવ્યસંબંધી દષ્ટિ પ્રબળ થતાં નવા-નવા શરીર-ઈન્દ્રિય-કર્મ વગેરેને ગ્રહણ કરવાની પરંપરાનો વિચ્છેદ થવાથી મૌલિક અમૂર્ત આત્મસ્વભાવ નજીકના સમયમાં જ પ્રગટ થશે – તેમ સમજવું. આમ અનેકનય
સમન્વયસ્વરૂપ પ્રમાણમાંથી ઉપાદેય તત્ત્વને પકડવાનું છે. તેના દ્વારા સમ્યગું એકાન્તને સાધવામાં તત્પર 1 થવાનું છે.
8 પરમાણમાત્ર પણ મારું દ્રવ્ય નથી હS છે (તતા.) તેથી પ્રસ્તુતમાં પરદ્રવ્યાદિવિષયક મમતા વગેરે ઉત્પન્ન કરનાર અસભૂતવ્યવહારની
ઉપેક્ષા કરીને, અમૂર્ત આત્મદ્રવ્યનો આવિર્ભાવ કરવાની કામનાવાળા સાધકે નિર્દાન્તપણે શુદ્ધનિશ્ચયનયને પોતાની ભૂમિકા અનુસાર પકડવો જોઈએ. તે માટે સમયસારની ૩૨૪ મી ગાથાની વારંવાર વિભાવના કરવી જરૂરી છે. તે ગાથાનો અર્થ આ મુજબ છે કે “જેમણે પદાર્થનું સ્વરૂપ નથી જાણ્યું તેવા પુરુષો વ્યવહારનયની ભાષા મુજબ “પદ્રવ્ય મારું છે' - આમ બોલે છે. પરંતુ કોઈ પરમાણુમાત્ર પણ મારું દ્રવ્ય નથી' - એમ જ્ઞાનીઓ નિશ્ચયથી જાણે છે.” આ ગાથાર્થની સાચી વિભાવનાથી તમામ દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો ઉચ્છેદ કરીને પોતાની મૌલિક અમૂર્તતા વહેલી તકે હાંસલ કરવી. તે માટે પોતાના અમૂર્તસ્વભાવને ઉપાદેય તરીકે જાણવો. ખાલી જાણવું તે ખરેખર જાણવું નથી. તેવી જાણકારી તો અભવ્ય પાસે પણ ઘણી હોય છે. પરંતુ ઉપાદેય તરીકે અમૂર્ત આત્મસ્વભાવને જાણવો તે જ ખરેખર જાણવું છે. આ રીતે જાણવામાં આવે તો જ આપણું જ્ઞાન સમ્યક બની 1. व्यवहारभाषितेन तु परद्रव्यं मम भणन्त्यविदितार्थाः। जानन्ति निश्चयेन तु न च मम परमाणुमात्रमपि किञ्चित् ।।