Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०७४ ० संसारिजीवाऽभिव्यक्तिः विविधा .
१३/१५ ९७) इति पूर्वोक्तं (८/२३) स्मर्तव्यमत्र । निश्चयत आत्मनः शुद्धस्वभावेऽपि कर्माऽनुविद्धतायां विप भावादिनानारूपेण व्यवहारतः स ज्ञायते । तदुक्तम् अकलङ्कस्वामिना लघीयस्त्रये “मलविद्धमणेः व्यक्तिर्यथामा ऽनेकप्रकारतः। कर्मविद्धात्मविज्ञप्तिस्तथाऽनेकप्रकारतः ।।” (ल.त्र.५७) इति पूर्वोक्त(८/२)रीत्या भावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अयमात्मा गाढमिथ्यात्वाऽनुविद्धन अज्ञानेन स्व-परयोः भेदाऽनवगमे सति एकत्वाध्यवसायात् परं स्वत्वेन मन्यमानः स्वं च परत्वेन मन्यमानः स्वयमज्ञानमयीभूतः
रागादिभावकर्मणः कर्ता प्रतिभाति । तथाहि - शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः क पुद्गलपरिणामावस्थाया इव तथाविधानुभवसम्पादनसमर्थाया राग-द्वेष-सुख-दुःखादिरूपायाः पुद्गलणि परिणामावस्थायाः पुद्गलाद् अभिन्नत्वेन आत्मनः सकाशाद् नित्यमेव अत्यन्तभिन्नायाः तन्निमित्तका तथाविधानुभवस्य च आत्मनोऽभिन्नत्वेन पुद्गलात् सदैवाऽत्यन्तभिन्नस्य यथार्थतया ज्ञानविरहेण स्व -परयोः भेदानवबोधे सति एकत्वाऽध्यवसायाद् राग-द्वेष-सुख-दुःखादिरूपेण आत्मानं परिणममानं આ સંદર્ભ આપેલ છે. તેને અહીં યાદ કરવો. શુદ્ધદ્રવ્યનું નિરૂપણ એટલે આત્મદ્રવ્યના શુદ્ધસ્વભાવનું નિરૂપણ અને આત્મદ્રવ્યના અશુદ્ધસ્વભાવનું નિરૂપણ એટલે અશુદ્ધદ્રવ્યનિરૂપણ. નિશ્ચયથી આત્માનો શુદ્ધસ્વભાવ હોવા છતાં પણ જ્યાં સુધી આત્મા કર્મની સાથે એકમેક થયેલ છે, કર્મથી ખરડાયેલ છે ત્યાં સુધી વિભાવાદિ અનેકસ્વરૂપે વ્યવહારથી આત્મા જણાય છે. અકલંકસ્વામીએ લઘીયેસ્ત્રમાં જણાવેલ છે કે “જેમ મેલથી વ્યાપ્ત મણિની અભિવ્યક્તિ અનેક પ્રકારે થાય છે, તેમ કર્મથી વ્યાપ્ત આત્માનું ભાન અનેક પ્રકારે થાય છે. પૂર્વે (૮૨) દર્શાવેલ પદ્ધતિ મુજબ અહીં વિભાવના કરવી.
ર આત્મા રાગાદિનો કર્તા લાગે છે, છે નહિ ગો શ આધ્યાત્મિક ઉપના :- આ આત્મા ગાઢ મિથ્યાત્વથી વણાયેલા એવા અજ્ઞાનથી પોતાનો અને - પારકાનો ભેદ પારખી શકતો નથી. તેવી અવસ્થામાં એકપણાના = તાદાભ્યના અધ્યાસના લીધે પારકાને G! ( રાગાદિને) પોતાના સ્વરૂપે માનતો અને પોતાને પારકાસ્વરૂપે માનતો જીવ વિભાવસ્વભાવવશ સ્વયં
અજ્ઞાનમય બની જાય છે. તેથી ત્યારે તે રાગાદિ ભાવકર્મનો કર્તા હોય તેવો પ્રતિભાસ થાય છે. આ એ બાબતની વિસ્તારથી સ્પષ્ટતા આમ સમજવી કે જેમ ઠંડક અને ગરમીનો અનુભવ કરાવવામાં સમર્થ
એવી શીત-ઉષ્ણસ્વરૂપ પુગલના પરિણામની જે અવસ્થા છે, તે પુદ્ગલથી અભિન્ન હોવાથી આત્મા કરતાં સદાય અત્યંત ભિન્ન છે, તથા તેના નિમિત્તે થતો તેવા પ્રકારનો અનુભવ એ આત્માથી અભિન્ન હોવાથી પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેમ તેવો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ -દુઃખાદિસ્વરૂપ પગલપરિણામની જે દશા છે, તે (કર્મ) પુદ્ગલથી અભિન્ન હોવાના લીધે આત્માથી કાયમ તદન જુદી છે તથા તેના નિમિત્તે થતો તથાવિધ અનુભવ એ આત્માથી અભિન્ન હોવાના લીધે પુદ્ગલથી હંમેશા અત્યંત અલગ છે. તેમ છતાં તેવા પ્રકારની સાચી સમજણ ન હોવાથી તે રાગ-દ્વેષ-સુખ-દુ:ખાદિ મારાથી સાવ જુદા છે. હું તો તેનો અનુભવ કરનાર છું - આ રીતે સ્વ-પરનો ભેદ આત્મા જાણતો નથી. તેથી ત્યારે તે અજ્ઞાની જીવ કર્મના ગુણધર્મસ્વરૂપ રાગ-દ્વેષાદિમાં એકતાનો = અભિન્નતાનો અધ્યાસ (= આરોપ) કરે છે. તેના લીધે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે પોતે પરિણમેલો હોય-પરિણમતો હોય તેમ