Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/१५ ० राग-ज्ञानयोः प्रतिभास्य-प्रतिभासकसम्बन्धः 0
२०७५ मन्यमानः स्वयम् अज्ञानीभूतः ‘एषोऽहं रज्ये, द्वेष्मी'त्यादिरीत्या राग-द्वेषादिभावकर्मणः कर्ता प प्रतिभातीति शुद्धाऽशुद्धद्रव्यार्थिकनयमतम् । न ह्ययमात्मा अज्ञानदशायामपि शीतोष्णरूपेण इव । राग-द्वेष-सुख-दुःखादिरूपेण परिणमितुं शक्यः, तस्य नित्यम् अत्यन्तं शुद्धत्वादिति तदभिप्रायः।
एतत्सर्वमवगम्य स्व-परयोः भेदज्ञानबलेन एकत्वानध्यवसायाद् अज्ञानात्मना मनागपि अपरिणममानः । आत्मार्थी स्वयं ज्ञानमयीभूतः रागादिभावकर्मोदयकाले ‘एषोऽहं जानाम्येव केवलम् । रज्यन्ते तु शे कर्मपुद्गलाः । मयि रागादिप्रतिभासकं ज्ञानं जातम् । मदीयचेतनासहकारेण कर्मपुद्गलेषु पुद्गलकर्तृकः के रागादिः जायते। अहं तु केवलं तत्प्रतिभासवान् । रागादेः ज्ञानात्मकस्य च मम कर्मकर्तृभाव र -भोग्यभोक्तृभाव-स्वस्वामिभावप्रभृतिसम्बन्धः नास्ति किन्तु प्रतिभास्य-प्रतिभासकभाव एव अस्ति । માનતો સ્વયમેવ અજ્ઞાનમય બને છે. તેથી ત્યારે “આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું - ઈત્યાદિ રીતે પોતાને રાગી-દ્વેષી વગેરે સ્વરૂપે માનતો રાગ-દ્વેષાદિ ભાવકર્મનો કર્તા પ્રતિભાસે છે. પરંતુ રાગાદિનો વાસ્તવમાં કર્તા બનતો નથી. આ મુજબ શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો મત છે. “આત્મા રાગાદિકર્તા બનતો નથી' - આ શુદ્ધ દ્રવ્યાર્થિકનો અભિપ્રાય છે. તથા “રાગાદિનો કર્યા હોય તેવું લાગે છે' - આ અભિપ્રાય અશુદ્ધદ્રવ્યાર્થિકનો છે. પરંતુ હકીકત એ છે કે આ આત્મા જેમ શીત-ઉષ્ણસ્પર્શસ્વરૂપ પુદ્ગલપરિણામરૂપે કદાપિ પરિણમતો નથી, તેમ અજ્ઞાનદશામાં પણ આ આત્માને વાસ્તવમાં રાગ-દ્વેષ-સુખ-દુઃખ વગેરે સ્વરૂપે પરિણમાવવો શક્ય જ નથી. કેમ કે તે હંમેશા અત્યન્ત શુદ્ધ જ છે. આ શુદ્ધદ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય છે.
* શુદ્ધોપયોગને પ્રગટાવીએ 8 (ત્ત.) ઉપરની તમામ બાબતને જાણીને સ્વ-પરનું તાત્ત્વિક ભેદવિજ્ઞાન મેળવવું. “મોહનીય કર્મનો પરિણામ રાગ-દ્વેષ છે. તથા વેદનીયકર્મનો પરિણામ સુખ-દુઃખ છે. આઠેય કર્મ પૌદ્ગલિક છે. તેથી છે રાગાદિ એ પુદ્ગલપરિણામસ્વરૂપ જ છે, આત્મપરિણામસ્વરૂપ નથી જ. રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ અવસ્થા વા પૌગલિક કર્મના ઉદયનો સ્વાદ છે. આ મારો (= આત્માનો) સ્વાદ નથી' - આ મુજબ ભેદજ્ઞાનના બળથી સાધક રાગાદિના પ્રતિભાસમાં એકત્વબુદ્ધિ = તાદાભ્યબુદ્ધિ કરવાના બદલે ફક્ત શેયપણાની સ જ બુદ્ધિને કરે છે. “મારા અનુભવમાં રાગાદિનો પ્રતિભાસ થાય છે. પણ તે મારું સ્વરૂપ નથી. હું તો માત્ર જ્ઞાનસ્વરૂપ છું - આ મુજબ આત્માર્થી સાધક જરાય અજ્ઞાનરૂપે પરિણમતો નથી. પરંતુ સ્વયં જ્ઞાનમય બની જાય છે. તેથી રાગાદિભાવકર્મના ઉદય કાળે તે સ્પષ્ટપણે અનુભવે છે કે “આ હું આત્મા રાગાદિને ફક્ત જાણું જ છું. રાગને તો પુદ્ગલકર્મ કરે છે. મારામાં રાગાદિનો પ્રતિભાસ કરનારું જ્ઞાન પ્રગટ થાય છે. તથા કર્મયુગલોમાં મારી ચેતનાનો સહારો લઈને રાગ વગેરે પ્રગટ થાય છે. પુદ્ગલકર્મમાં પુગલકર્તક રાગાદિનો ઉદય થાય છે. પણ તેનો હું માત્ર જ્ઞાતા જ છું. મારા જ્ઞાનમાં રાગાદિનો માત્ર પ્રતિભાસ થાય છે. રાગ અને જ્ઞાનાત્મક એવા મારા વચ્ચે કર્મ-કર્તભાવ સંબંધ કે ભોગ્ય-ભોજ્જુભાવ સંબંધ કે સ્વ-સ્વામિત્વભાવ વગેરે સંબંધ વિદ્યમાન નથી. મતલબ કે “રાગાદિ કાર્ય (= કમ) અને જ્ઞાનસ્વરૂપ હું (કે જ્ઞાન) રાગાદિનો કર્તા' - એવું નથી. “રાગાદિ ભોગ્ય અને જ્ઞાનસ્વરૂપી હું (કે જ્ઞાન) તેનો ભોક્તા' એવો પણ સંબંધ નથી. તેમ જ “રાગાદિ મારી મૂડી અને જ્ઞાનસ્વરૂપી હું (કે જ્ઞાન) તેનો માલિક' - તેવો સંબંધ પણ ત્યાં સંભવતો નથી. પણ રાગાદિ અને જ્ઞાન વચ્ચે માત્ર