Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०७२
० शुद्धनयप्रज्ञापना 0 प अष्टमविशेषस्वभावग्राहकनयोपदर्शनार्थं प्रक्रमते - शुद्धे = शुद्धद्रव्यार्थिकनये हि शुद्धस्वभावः ___ = शुद्धज्ञायकस्वभावः सम्मतः अस्ति । या खलु अबद्ध-स्पृष्टत्वेन अनन्यत्वेन नियतत्वेन अविशेषत्वेन ' असंयुक्तत्वेन चात्मनः अनुभूतिः स शुद्धद्रव्यार्थिकनय इति प्रकृते विज्ञेयम् । तदुक्तं समयसारे म कुन्दकुन्दस्वामिना “जो पस्सदि अप्पाणं अबद्ध-पुढे अणण्णयं णियदं । अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ।।" (स.सा.१४) इति । विभावस्वभावलीनत्वे कर्मबन्धं व्यवहारनयतो ज्ञात्वा स्वात्मा शुद्धस्वभावे मुमुक्षुणा થાણે રૂત્રાશય
एतेन “विब्भावादो बंधो मोक्खो सब्भावभावणालीणो। तं खु णएणं णच्चा पच्छा आराहओ जोई।।” णि (द्र.स्व.प्र.९३) इति द्रव्यस्वभावप्रकाशवचनं व्याख्यातम्, स्वभावपदस्य शुद्धस्वभावपरत्वादिति भावनीयम् ।
नवमविशेषस्वभावग्राहकनयं प्रदर्शयति - अशुद्ध = अशुद्धद्रव्यार्थिकनये पदार्थस्य अशुद्धદ્રવ્યાર્થિકનયગ્રાહ્યતા સમજવી. આવો અહીં અભિપ્રાય હોવાથી “સમુગ્ધ પદને ગ્રહણ કરેલ છે. આમ બીજા પ્રકારે અહીં વિભાવના કરવી.
| # શુદ્ધ-અશુદ્ધરવભાવગ્રાહક નયનો ઉલ્લેખ છે. (૩ષ્ટમ.) શુદ્ધસ્વભાવ નામના આઠમા વિશેષ સ્વભાવને ગ્રહણ કરનાર નયને જણાવવા માટે ગ્રંથકારશ્રી કમર કસે છે. શુદ્ધસ્વભાવ = શુદ્ધજ્ઞાયકસ્વભાવ તો શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં જ સંમત છે. પ્રસ્તુતમાં શુદ્ધદ્રવ્યાર્થિકના શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ સમજવો. મતલબ કે (૧) અબદ્ધ-અસ્પૃષ્ટવરૂપે, (૨) અનન્યત્વરૂપે, (૩) નિયતત્વસ્વરૂપે, (૪) અવિશેષપણે અને (૫) અસંયુક્ત તરીકે આત્માની જે અનુભૂતિ થાય, તે જ અહીં શુદ્ધદ્રવ્યાર્થિકન તરીકે માન્ય છે. આ અંગે સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જે આત્માને અબદ્ધ-અસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જુએ છે (અનુભવે છે) તેને શુદ્ધનય છે જાણવો.” આશય એ છે કે “મૂળભૂત સ્વભાવે આત્મા (૧) કદાપિ કર્મથી બંધાતો નથી, પરદ્રવ્યથી સ્પર્શતો તા નથી, (૨) નારકાદિ ગતિમાં પણ અન્યપણું પામતો નથી. (૩) વૃદ્ધિ-હાનિપર્યાયોથી પણ અનિયતપણું ધારણ
કરતો નથી. (૪) જ્ઞાન-દર્શન આદિ ગુણોથી વિશેષતાને = ભિન્નતાને = તફાવતને પ્રાપ્ત નથી કરતો, (૫) સ મોહ સાથે સંયુક્તપણાને પામતો નથી'- આવી દષ્ટિ-શ્રદ્ધા-રુચિ-પ્રતીતિ-અનુભૂતિ તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય તરીકે
સમજવી. તેની અપેક્ષાએ આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવ છે. સાતમા વિભાવસ્વભાવમાં લીન થવામાં આવે તો કર્મબંધ થાય છે આ મુજબ વ્યવહારનયાનુસારે જાણીને મુમુક્ષુએ પોતાના આત્માને શુદ્ધસ્વભાવમાં સ્થાપવો જોઈએ. વિભાવસ્વભાવને અને શુદ્ધસ્વભાવને જણાવવાની પાછળ આ આશય રહેલો છે.
(ક્તિન.) “વિભાવથી બંધ થાય છે. સ્વભાવભાવનાલીન થવાથી મોક્ષ થાય છે. નય દ્વારા આ જાણીને પછી યોગી આરાધક બને છે' - આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથના વચનની પણ ઉપરોક્ત નિરૂપણથી સ્પષ્ટતા થઈ જાય છે. કેમ કે “સ્વભાવ' શબ્દનો ત્યાં શુદ્ધસ્વભાવ અર્થ અભિપ્રેત છે. મતલબ કે “શુદ્ધસ્વભાવની ભાવનામાં લીન બનવાથી આત્મા મુક્ત થાય છે' - એમ વિભાવના કરવી.
(નવ) નવમા વિશેષ સ્વભાવને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી શ્લોકના ચોથા પાદ દ્વારા દર્શાવે 1. यः पश्यति आत्मानम् अबद्ध-स्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ।। 2. विभावाद् बन्धो मोक्षः सद्भावभावनालीनः। तं खलु नयेन ज्ञात्वा पश्चादाराधको योगी।।