Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/१५ ० विभावाऽशुद्धस्वभावभेदविमर्शः 0
२०७१ શુદ્ધ દ્રવ્યાર્થિકનયઈ શુદ્ધસ્વભાવ, અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઈ અશુદ્ધસ્વભાવ (જાણિક) જાણવો. ઈતિ માં પરમાર્થ ચતુર નર સમજવી. ૧૩/૧પા. -परापेक्षस्य विभावस्वभावस्य तु उपाधिसापेक्षत्वेऽपि शुद्धद्रव्यसम्बन्धितया शुद्धाशुद्धद्रव्यार्थिकनयग्राह्यत्वं સચ્છિતા
न च मीलितोभयनयग्राह्यतया विभावस्वभावस्य प्रमाणगोचरत्वमेव स्यादिति शङ्कनीयम्, रा
प्रागुक्तरीत्या (७/८) नृ-नारकादेः आत्मद्रव्याऽसमानजातीयद्रव्यपर्यायतया विभावस्वभावत्वेऽपि । आत्ममात्रनिष्ठतया प्रमाणाऽसम्मतत्वात् । अतः नृ-नारकादेः आत्मद्रव्यविभावस्वभावत्वं शुद्धाऽशुद्ध-, द्रव्यार्थिकाभ्याम् ऋजुदृष्टिलक्षणया सम्मुग्धतया समाम्नातमिति सम्मुग्धपदोपादानाद् बहुश्रुतैः समाधेयम् । श ___ वस्तुतस्तु राग-द्वेषाद्यनुविद्धचेतनालक्षणस्य विभावस्वभावस्य शुद्धाऽशुद्धद्रव्यार्थिकनयग्राह्यत्वम् क अवसेयम्, राग-द्वेषादिपरिणामस्य पौद्गलिकत्वेन आत्मनि अशुद्धत्वात्, चेतनायाश्च शुद्धत्वात्। चेतनाया गुणत्वेऽपि राग-द्वेषाद्यनुविद्धायाः तस्याः स्वभावविधया द्रव्याऽभिन्नत्वविवक्षया द्रव्यार्थिकनयग्राह्यत्वाऽभिप्रायात् सम्मुग्धपदोपादानमिति प्रकारान्तरेण विभावनीयम्। -પરસાપેક્ષ છે. મતલબ કે વિભાવસ્વભાવ ઉપાધિસાપેક્ષ હોવા છતાં પણ શુદ્ધદ્રવ્યસંબંધી છે. કેમ કે મનુષ્ય, નારક વગેરે પર્યાયો આત્માના કહેવાય છે, કર્મના નહિ. કર્મ વગેરે ઉપાધિને સાપેક્ષ હોવા છતાં આ રીતે વિભાવસ્વભાવ શુદ્ધદ્રવ્યસંબંધી હોવાથી તે શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે.
સંશય :- (ન .) શુદ્ધ-અશુદ્ધ બન્ને દ્રવ્યાર્થિકનય ભેગા થઈને વિભાવસ્વભાવને ગ્રહણ કરે છે. તેથી વિભાવસ્વભાવ પ્રમાણનો જ વિષય બની જશે. કારણ કે બે વિરુદ્ધનય મળીને વિષયને પકડે તો તે પદાર્થ પ્રમાણનો જ વિષય બને, નયનો વિષય નહિ.
સમાધાન :- (બ) પૂર્વે (૭૮) જણાવ્યા મુજબ, મનુષ્ય-નરકાદિ આત્મદ્રવ્યના અસમાનજાતીય દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી તે વિભાવસ્વભાવ બને છે. પણ આત્માના વિજાતીયદ્રવ્યપર્યાય હોવાથી માત્ર આત્મામાં જ તે નર-નારકાદિ પર્યાય રહે – તેમ પ્રમાણને માન્ય નથી. તેથી મનુષ્ય-નરકાદિ આત્મદ્રવ્યના | વિભાવસ્વભાવ તરીકે શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયને ઋજુદૃષ્ટિથી = ઉપલકદૃષ્ટિથી = સંમુગ્ધપણે માન્ય છે. ગ્રંથકારશ્રીએ “સંમુગ્ધ' પદનું ગ્રહણ કરેલ હોવાથી ઉપરોક્ત રીતે બહુશ્રુત પુરુષોએ સમાધાન કરવું. આમ
એક રાગાદિમિશ્ર ચેતના : વિભાવરવભાવ (વસ્તુ.) વાસ્તવમાં તો રાગ-દ્વેષાદિ પરિણામોથી વણાયેલી ચેતના એ જ અહીં વિભાવસ્વભાવ તરીકે ગ્રાહ્ય છે - તેમ સમજવું. રાગ-દ્વેષાદિ પરિણામ પૌગલિક છે, કર્મયુગલોના છે, આત્માના નથી. તેથી આત્મામાં તે ઔપચારિક છે, આરોપિત છે, અશુદ્ધ છે તથા ચેતના પરિણામ શુદ્ધ છે. તેથી રાગાદિમિશ્રિત ચેતનાને શુદ્ધઅશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય સમજવી. આમ તો ચેતના ગુણ છે, દ્રવ્ય નથી. તેથી તેમાં દ્રવ્યાર્થિકનયની વિષયતા સામાન્યથી ન આવે. પરંતુ રાગાદિમિશ્રિત તે જ ચેતનાને અહીં વિભાવસ્વભાવ' તરીકે જણાવેલ છે. તથા સ્વભાવ તો દ્રવ્યથી અભિન્ન હોય છે – આ વિવક્ષાથી તેમાં *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.