Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/११
* व्यवहाराभासित्वाद्युच्छेदहेतूपदर्शनम्
२०५१
प्रायेण आत्मगतोपयोगलक्षणान्त्यविशेषधर्मोल्लेखे शरीरगता रूपादयो धर्मा आत्मनि नोपचर्यन्ते न वा ते आत्मन इति व्यवह्रियन्ते । तदुक्तं समयसारे कुन्दकुन्दस्वामिना “एदेहिं य संबंधो जहेव खीरोदयं प् मुणेदव्वो । ण य होंति तस्स ताणि हु उवओगगुणाधिगो जम्हा । । ” ( स.सा. ५७ ) इति । 'एदेहिं \' वर्णादिभिः’।
=
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - कर्मदोषाद् अस्मदीयं मौलिकम् अमूर्त्तत्वं साम्प्रतं पराहतम् । यथा यथा ज्ञानावरणीयादिद्रव्यकर्म-रागद्वेषादिभावकर्माणि हीयन्ते तथा तथा मौलिकाऽमूर्त्तत्वाऽऽविर्भावसम्भावना सम्प्रवर्धते । तदर्थं प्रथमं 'गेह- देह - स्नेहादयो मम' इति मिथ्यामतिः चित्तवृत्तिबहिर्मुखता - क ऽऽपादकतया त्याज्या। ते हि परमार्थतः पुद्गलपरिणामा' इति मन्यमानस्य व्यवहाराभासित्वं गुण प्रच्यवते । 'ते हि केवलं पुद्गलपरिणामा' इति मन्यमानस्य निश्चयाऽऽभासित्वं स्यादपि । ' रागादयो का हि जीवस्य पराश्रिताः परिणामा' इति जानानस्य निश्चयाऽऽभासित्वं निरवकाशम् । 'ते व्यवहारतो जीवपरिणामत्वं बिभ्राणा अपि निश्चयतस्त्वजीवपरिणामत्वं बिभ्राणाः मया त्याज्या एव' इति प्रतिजानानस्य उभयाऽऽभासित्वाऽनाक्रान्ततया भेदविज्ञानोपलब्धौ अमूर्त्ताऽशरीर -वीतरागात्मस्वरूपगोचरः
=
મીલિત હોવા છતાં પણ નિશ્ચયનયના અભિપ્રાયથી આત્મવર્તી ઉપયોગસ્વરૂપ ચરમ વિશેષ વ્યાવર્તક ગુણધર્મનો ઉલ્લેખ કરવામાં આવે તો દેહવર્તી રૂપાદિ ગુણધર્મોનો આત્મામાં ઉપચાર થતો નથી કે રૂપાદિ ગુણધર્મો આત્માના કહેવાતા નથી. તેથી જ સમયસારમાં કુંદકુંદસ્વામીએ નિશ્ચયનયનો અભિપ્રાય જણાવતાં કહેલ છે કે ‘જેમ દૂધ અને પાણી વચ્ચે એકક્ષેત્રાવગાહાત્મક સંયોગવિશેષ સંબંધ છે, તેમ વર્ણાદિ ભાવોની સાથે સંસારી આત્માનો વિશેષસંબંધ જાણવો. તથા તે વર્ણાદિ ભાવો જીવના નથી. કારણ કે જીવ ઉપયોગ ગુણ વડે અધિક છે. (જુદો જણાય છે.)' મતલબ કે વર્ણાદિ નિશ્ચયથી પુદ્ગલના છે, જીવના નહિ. / આપણી અમૂર્તતાને પ્રગટાવીએ /
સ્
Cu
આધ્યાત્મિક ઉપનય :- હમણાં આપણામાં મૂર્તતા પ્રગટપણે પ્રતીયમાન છે. કર્મના દોષથી આપણી મૌલિક અમૂર્તતા વર્તમાન કાળે પરાભવ પામી ચૂકેલ છે. જેમ જેમ જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષ-મોહ વગેરે ભાવકર્મ રવાના થાય તેમ તેમ આત્માની મૌલિક અમૂર્તતા પ્રગટ થવાની સંભાવના વધતી જાય. તે માટે સૌપ્રથમ ઘર, શરીર, સ્નેહરાગ વગેરે મારા છે’ આ પ્રમાણેની મિથ્યામતિ છોડવી જોઈએ. કેમ કે તે મિથ્યામતિ જ ચિત્તવૃત્તિને બહિર્મુખ કરે છે. ‘ઘર, શરીર, રાગ વગેરે પરમાર્થથી પુદ્ગલના પરિણામ છે’ - આવું માનનારા જીવમાંથી વ્યવહા૨ાભાસીપણું રવાના થાય છે. ‘ઘર, શરીર, રાગ વગેરે માત્ર પુદ્ગલના જ પરિણામ છે' - આવું માનનારો જીવ કદાચ નિશ્ચયાભાસી થાય પણ ખરો. પરંતુ ‘રાગાદિ જીવના પરાશ્રિત પરિણામ છે' - આવું જાણનાર જીવ નિશ્ચયાભાસી બને તેવી શક્યતા નથી. તથા ‘રાગ વગેરે વ્યવહારથી જીવના પરિણામ છે. છતાં પણ નિશ્ચયથી તો તે અજીવના જ પરિણામ છે. તેથી તે ત્યાજ્ય જ છે. મારે તેને છોડવા જ છે' - આવી પ્રતિજ્ઞા કરનારો સાધક
1. एतैश्चः सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः । न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात् ।।