Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०६८ स्निग्ध-रूक्षपरिणामापादानम् आवश्यकम् ०
१३/१४ दिगम्बरसिद्धान्त इत्थं योज्यः यदुत स्निग्धपरिणामः रागोपमः रूक्षपरिणामश्च द्वेषस्थानीयः । 'रागादिभावाः पुद्गलजातीयाः अचेतनाः, पुद्गलसम्बन्धेन जायमानत्वादिति भेदज्ञानावलम्बनेन - निजवीतरागाऽसङ्गचैतन्यस्वभावप्रवेशे रागादयोऽवस्तुतामेवाऽऽपद्यन्ते । पूर्वं तु रागादयः परिणामाः ए कथञ्चिज्जीवस्य कथञ्चिच्च पुद्गलानाम् इति ज्ञातम् । इदानीं भेदविज्ञानावलम्बने तु अत्यन्तम् म उपेक्षिताः त एव न सन्तीति कस्य ते वाच्याः ? इत्थं भेदविज्ञानितया राग-द्वेषशून्यो हि जीवो + न जातुचित् केनचित् क्वचिद् बध्यते। सर्वद्रव्य-क्षेत्र-काल-भावप्रतिबन्धशून्यतया वीतरागो मित्र -शत्रुप्रभृतिभिर्न बध्यते, न वा तन्निमित्तकेन कर्मणा बध्यते ।
राग-द्वेषशून्यो हि जीवो बहिः कौतुकव्यावृत्त्या अन्तर्ज्योतिराविर्भावेन बन्धदशां समुच्छिद्य, णि अबन्धदशां प्रादुर्भाव्य, प्राक्तनकर्माणि निर्जीर्य, अन्तः सन्तुष्य, सच्चिदानन्दघन-विशुद्ध-परिपूर्ण
-शाश्वत-निजचैतन्यस्वभावनिमज्जनतः कैवल्यज्योतिः आविर्भाव्य, झटिति '“सासयसोक्खमणाबाहं, रोग -जर-मरणविरहियं। अदिट्ठदुक्ख-दारिदं, निच्चाणंदं सिवालयं ।।” (म.नि.२/३/१२१/पृ.३४) इति महानिशीथे સુંદર થઈ શકે તેમ છે. સ્નિગ્ધ પરિણામ રાગનું પ્રતીક છે અને રૂક્ષ પરિણામ વૈષનું પ્રતીક છે. રાગાદિ ભાવો પુગલના સંબંધે ઉત્પન્ન થાય છે. તેથી તે પુદ્ગલને સજાતીય છે. પુદ્ગલની નાતના હોવાથી જ રાગાદિ ભાવો જડ છે. તે આત્માની નાતના નથી' - આ પ્રમાણે વિચારવાથી “રાગાદિ ભાવોથી આત્મા જુદો છે' - તેવો બોધ થાય છે. આ ભેદવિજ્ઞાનના આલંબનથી પોતાના મૂળભૂત વીતરાગી અસંગ ચૈતન્યસ્વભાવમાં ઘૂસી જતાં રાગાદિ સ્વયં અવડુ થઈ જાય છે, મટી જાય છે. પૂર્વે તો રાગાદિ કથંચિત જીવના પરિણામ અને કથંચિત્ કર્મપુદ્ગલના પરિણામ તરીકે જણાતા હતા. પરંતુ અત્યારે ભેદવિજ્ઞાનનું આલંબન લેતાં તો અત્યંત ઉપેક્ષિત થયેલા તે રાગાદિ ભાવો જ ગેરહાજર થઈ ગયા. હવે તે છે જ
નહિ તો તેને કોના કહેવા? આમ ભેદવિજ્ઞાની બનવાના લીધે જે જીવ રાગ-દ્વેષપરિણામથી રહિત બને G! છે તે ક્યારેય, કદાપિ, કોઈથી પણ બંધાતો નથી. કહેવાનો મતલબ એ છે કે રાગ-દ્વેષરહિત આત્મા
કોઈ પણ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અપ્રતિબદ્ધ-અનાસક્ત હોય છે. તેથી પોતાના પ્રત્યે ભક્તિભાવ | ધરાવનાર ભક્તોથી વીતરાગ ભગવાન બંધાતા નથી. તથા પોતાના પ્રત્યે દ્વેષ ધરાવનાર દુર્જનોથી પણ વીતરાગ ભગવાન બંધાતા નથી. તેમજ તેના નિમિત્તે વીતરાગ ભગવાન કર્મ દ્વારા પણ બંધાતા નથી.
ઉત્સુકતા છોડીએ, જ્ઞાનજ્યોત પ્રગટાવીએ (રા.) રાગ-દ્વેષમુક્ત જીવ બાહ્ય ઉત્સુકતાને રવાના કરી, અંતરંગજ્ઞાનજ્યોતને પ્રગટાવી, બંધદશાને ક્ષણ કરી, સદા માટે અબંધદશાને પ્રગટાવી, જૂના બાંધેલા કર્મની નિર્જરા કરી, અંતરમાં જ સંતુષ્ટ બની, સચ્ચિદાનંદઘન-વિશુદ્ધ-પરિપૂર્ણ-શાશ્વત-નિજચૈતન્યસ્વભાવમાં ગળાડૂબ થઈને કૈવલ્ય જ્યોત પ્રગટાવી, વહેલી તકે મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષનું સ્વરૂપ મહાનિશીથસૂત્રમાં આ પ્રમાણે વર્ણવેલ છે કે શિવાલય = સિદ્ધાલય (૧) શાશ્વત સુખયુક્ત છે, (૨) પીડારહિત છે, (૩) રોગ-ઘડપણ-મોતથી શૂન્ય છે, (૪) 1. शाश्वतसौख्यमनाबाधम्, रोग-जरा-मरणविरहितम्। अदृष्टदुःख-दारिद्र्यं नित्यानन्दं शिवालयम् ।।