Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०५०
पुद्गलमूर्त्ततानभिभवः
१३/११
तथा च - अन्योऽन्यानुगमाविशेषेऽपि क्वचिदेव किञ्चित् केनचित् कथञ्चिदभिभूयते इति યથાામવ્યવહારમાશ્રયીયમ્ ||૧૩/૧૧/
तथा च अन्योऽन्याऽनुगमाऽविशेषेऽपि क्वचिदेव किञ्चिदेव केनचित् कथञ्चिदभिभूयते, न तु सर्वत्र सर्वं सर्वेण सर्वथा इति यथागमं यथाव्यवहारञ्च आश्रयणीयम् ।
प्रकृते “संसारिणाम् असुमतां सदा तैजस- कार्मणशरीरसद्भावाद् आत्यन्तिकम् अमूर्त्तत्वं न भवति” म् (सू.कृ.श्रु.स्क.२/अ.५/सू.१५/पृ.३७८) इति सूत्रकृताङ्गसूत्रवृत्तिवचनाद् आत्मनि एव अमूर्त्तत्वं कर्मदोषेण तिरोहितत्वादिरूपेण अभिभूयते, न तु पुद्गले मूर्त्तत्वं केनचिदपि दोषेण कथञ्चनाऽपि तिरोभवति। अतः अन्योऽन्यानुगमाऽविशेषेऽपि आत्मनि मूर्त्तत्वमुपचर्यते, आत्मगतस्य अमूर्त्तत्वस्याभिभूतत्वेन मूर्त्तत्वस्याऽनन्त्यविशेषरूपत्वात् न तु पुद्गलेऽमूर्त्तत्वम्, पुद्गलगतस्य मूर्त्तत्वस्य अनभिभूतत्वेन अमूर्त्तत्वस्याऽत्राऽन्त्यविशेषरूपत्वादिति भावनीयमागमानुसारेण व्यवहारिभिः ।
इदमप्यत्रावधातव्यं यदुत संसारदशायां व्यवहारतो जीव- शरीरयोः अनुगमेऽपि निश्चयनयाभिઆગમ અને વ્યવહાર મુજબ વ્યવસ્થા
સ્વીકાર્ય
(તથા ઘ.) ઉપરોક્ત રીતે વિચાર કરતાં ફલિત થાય છે કે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં એકમેક થઈ જવાપણું એકસરખું હોવા છતાં પણ ક્યાંક જ, કોઈક જ ગુણધર્મ, કોઈક જ દ્રવ્યથી, કોઈક રીતે પરાભવ પામે છે. પરંતુ બધા જ દ્રવ્યમાં, બધા જ ગુણધર્મો, બધા જ દ્રવ્યથી, બધી રીતે પરાભવ પામતા નથી. આ પ્રમાણે આગમાનુસારે અને પ્રસિદ્ધ વ્યવહાર મુજબ માનવું જરૂરી છે.
al
(.) પ્રસ્તુતમાં ‘સંસારી જીવોને હંમેશા તૈજસ-કાર્યણશરીર વિદ્યમાન હોવાથી આત્મન્તિક અમૂર્તતા સંસારી જીવોમાં હોતી નથી' જણાવેલ આ પ્રમાણે સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ છે, તેના આધારે એવું સમજવું કે આત્મામાં જ અમૂર્તસ્વભાવ કર્મદ્રવ્યના દોષથી પરાભવ પામે છે. અહીં પરાભવ પામવાનો અર્થ ‘કાયમ માટે રવાના થવું' - એવો ન સમજવો. પણ ‘ઢંકાઈ જવું'એવા અર્થ સમજવો. પુદ્ગલદ્રવ્યમાં તો કોઈ પણ દોષથી, કોઈ પણ દ્રવ્યથી, કોઈ પણ રીતે મૂર્ત્તતાનો તિરોભાવ થતો નથી. અર્થાત્ કોઈ પણ પુદ્ગલદ્રવ્યમાં રૂપાદિ ગુણધર્મનો નાશ થતો નથી. તેથી પરસ્પર અનુગમ જીવમાં અને પુદ્ગલદ્રવ્યમાં સમાન હોવા છતાં પણ આત્મામાં પુદ્ગલગત મૂર્ત્તત્વનો ઉપચાર થાય છે. કારણ કે આત્માનું પારમાર્થિક અમૂર્ત્તત્વ કર્મથી પરાભવ પામવાના લીધે ત્યાં મૂર્ત્તત્વ અનન્ત્યવિશેષગુણધર્મસ્વરૂપ છે. પરંતુ આપણા શરીરાદિ પુદ્ગલમાં આત્મગત અમૂર્ત્તત્વનો ઉપચાર થતો નથી. કારણ કે શરીરાદિ પુદ્ગલગત મૂર્ત્તત્વ તો કોઈનાથી પણ પરાભવ પામતું ન હોવાથી શરીરાદિ પુદ્ગલોમાં અમૂર્ત્તત્વ અંત્યવિશેષગુણધર્મસ્વરૂપ જ છે. આ પ્રમાણે આગમ અનુસારે વ્યવહાર કરનારા જીવોએ ઊંડાણથી વિચાર કરવો.
TOT
का
-
@ નિશ્ચયથી સંસારીમાં રૂપાદિ ગેરહાજર છે
(વ.) અહીં એ પણ ખ્યાલમાં રાખવું કે સંસારદશામાં જીવ અને શરીર વ્યવહારથી પરસ્પર *. મ.+શાં.માં ‘...વનુયતે' ઈતિ અશુદ્ધ પાઠ.