Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/९ ० देहादी अमूर्तत्वापादनम् ।
२०२९ द्रव्येऽमूर्त्तत्वोपचाराऽयोगात् । ____न चात्मनोऽमूर्त्तत्वेन चेतनद्रव्यसंयोगकृतपर्यायसत्त्वेऽमूर्तात्मद्रव्यसंयोगकृतपर्यायसत्त्वं देहादिपुद्ग- या लेषु नैव विरुध्यते इति वाच्यम्, ___पुद्गलत्वावच्छिन्ने चेतनद्रव्यसंयोगजनिताः ये पर्यायाः सन्ति तेषु चैतन्यप्रयुक्तत्वसत्त्वेऽपि , अमूर्त्तत्वप्रयुक्तत्वविरहात्, अन्यथा देहादौ चैतन्यवद् अमूर्त्तत्वस्यापि स्वारसिकलौकिकव्यवहार आपद्येत । श
किञ्च, संसारिदशायामात्मन्यपि असद्भूतव्यवहारेण मूर्त्तत्वमेवाऽस्ति, न त्वमूर्त्तत्वमिति क देहादिपुद्गलपर्यायाणां चैतन्यप्रयुक्तत्वेऽपि अमूर्त्तत्वप्रयुक्तत्वाऽसम्भव एव । देहादिपुद्गलानां तदानीं र्णि જડ હોવા છતાં પણ ચેતનદ્રવ્યના સંયોગથી શરીરમાં અમુક પ્રકારના પર્યાયો ઉત્પન્ન થાય છે. તેથી તે પર્યાયના લીધે શરીરમાં અસભૂત વ્યવહારનયથી ચેતનસ્વભાવનો ઉપચાર થઈ શકે છે. શરીરાત્મક પુદ્ગલદ્રવ્યમાં ચેતનદ્રવ્યસંયોગજનિત અમુક પ્રકારના પર્યાય હોવા છતાં પણ અમૂર્ત એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના સંયોગથી નિષ્પન્ન તથાવિધ પર્યાયો રહેતા નથી. તેથી પુદ્ગલ દ્રવ્યમાં અમૂર્તત્વનો ઉપચાર થઈ શકતો નથી. માટે અસભૂત વ્યવહારનયના મત મુજબ પણ પુદ્ગલદ્રવ્યમાં ઔપચારિક અમૂર્તત્વ માની શકાતું નથી.
શંકા :- (ર વા.) ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની જેમ આત્મદ્રવ્ય પણ અમૂર્ત જ છે. આત્મદ્રવ્યનો તો પુદ્ગલદ્રવ્યને સંયોગ થઈ શકે છે. તથા આત્મદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન પર્યાયો પણ પુદ્ગલદ્રવ્યમાં રહે જ છે. આ વાત તમને પણ માન્ય છે. તેથી અમૂર્ત આત્મદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન પર્યાયો દેહાદિ પુદ્ગલદ્રવ્યમાં રહી શકે છે. આવું માનવામાં આગમવિરોધ વગેરે કોઈ દોષ આવતા નથી. તેથી અમૂર્ત આત્મદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન પર્યાયના નિમિત્તે પુદ્ગલદ્રવ્યમાં અસભૂત વ્યવહારનયના મત મુજબ છે ઔપચારિક અમૂર્તતા માનવામાં શું વાંધો ?
છે પુગલપર્યાય અમૂર્તસ્વભાવપ્રયુક્ત નથી હS સમાધાન :- (કુત્તિ.) તમારી વાત કંઈક અંશે સાચી છે. તેમ છતાં પણ પુદ્ગલ દ્રવ્યમાં અમૂર્તતાનો સ ઉપચાર થઈ શકે તેમ નથી. આનું કારણ એ છે કે કોઈ પણ પુગલમાં ચેતનદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન થયેલા જે જે પર્યાયો રહેલા હોય છે, તે તે પર્યાયોમાં ચૈતન્યમયુક્તત્વ હોવા છતાં પણ અમૂર્તત્વપ્રયુક્તત્વ રહેતું નથી. અર્થાત્ આત્મસંયોગજન્ય પુદ્ગલપર્યાયો ચેતનસ્વભાવપ્રયુક્ત હોવા છતાં પણ અમૂર્તસ્વભાવપ્રયુક્ત નથી. તેથી શરીરાત્મક પગલદ્રવ્યમાં ચેતનસ્વભાવનો ઉપચાર થઈ શકે છે, પણ અમૂર્તસ્વભાવનો ઉપચાર થઈ શકતો નથી. જો પુદ્ગલપર્યાયોમાં ચૈતન્યપ્રયુક્તત્વની જેમ અમૂર્તત્વપ્રયુક્તત્વ પણ હોય તો દેહાદિમાં ચૈતન્યની જેમ અમૂર્તત્વનો પણ સ્વારસિક લૌકિક વ્યવહાર થવાની આપત્તિ આવશે. પરંતુ આ વાત તો પ્રત્યક્ષ પ્રમાણથી જ વિરુદ્ધ છે. તેથી પુદ્ગલ દ્રવ્યમાં ઔપચારિક પણ અમૂર્તત્વ માનવું વ્યાજબી નથી.
સંસારી જીવમાં મૂર્તતા જ છે , (શિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે સંસારીદશામાં આત્મામાં પણ અસભૂત વ્યવહાર નયથી મૂર્તત્વ જ છે, અમૂર્તત્વ નથી. તેથી જ દેહાદિ પુદ્ગલપર્યાયો ચૈતન્યપ્રયુક્ત હોવા છતાં પણ અમૂર્તત્વપ્રયુક્ત તો ન જ સંભવે. ક્યાંય પણ ઔપચારિક અમૂર્તત્વ જોવા નથી જ મળતું. વળી, ત્રીજી