Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* लक्षणास्वरूपविद्योतनम्
? ૩/૪
“સાદૃશ્યાત્મ જ્ઞયસમ્બન્ધઃ, યથા - गौर्वाहीकः” (न्या.सि.म.४/पृ. १०) इति न्यायसिद्धान्तमञ्जर्यां जानकीनाथभट्टाचार्यः। वाहीकदेशोत्पन्ने मनुष्ये वाहीकपदशक्यार्थे वर्तमानो जडत्व - मन्दत्वादिलक्षणगोसादृश्यात्मकः गोपदशक्यार्थसम्बन्धः एव गोपदलक्षणेति तदाशयः ।
*
तन्त्रवार्तिके कुमारिलभट्टस्तु “ अभिधेयाऽविनाभूते प्रतीतिर्लक्षणोच्यते” (त.वा.१/४/२३ पृ.३१८) इत्याह । अत्र वैयाकरणा वदन्ति - तात्पर्यानुपपत्तिज्ञानपूर्वकं शक्यत्वेन गृहीतार्थसम्बन्धज्ञाने उद्बुद्धशक्तिजन्यसंस्कारतो बोधः लक्षणा । रूढि प्रयोजनान्यतरदपि तत्कारणम् अनुभवबलात् । 'कुशल' णि इत्यत्र रूढिः। एवं ‘गङ्गायां घोषः' इत्यत्र पावनत्व- शैत्यादिप्रतीतिः प्रयोजनम् । ‘गङ्गातीरे घोषः’
•
१९८४
al
આ પ્રમાણે વિશ્વનાથભટ્ટનો અને જગન્નાથ કવિનો આશય છે.
* લક્ષણા વૃત્તિ : જાનકીનાથની દૃષ્ટિમાં
(“સાદૃશ્યા.) ન્યાયસિદ્ધાન્તમંજરી ગ્રંથમાં જાનકીનાથ ભટ્ટાચાર્ય થોડાક પરિષ્કાર સાથે લક્ષણાની ઓળખાણ કરાવતા જણાવે છે કે “સાદશ્યાત્મક શક્યાર્થસંબંધ એ જ લક્ષણા છે. જેમ કે ‘નૌઃ વાદી’ આવો વાક્યપ્રયોગ.” આવા સ્થળે વાહીકદેશમાં ઉત્પન્ન થયેલો માણસ ઢોર જેવો જડ અને મંદબુદ્ધિવાળો હોવાથી જડત્વ, મંદત્વ વગેરે સ્વરૂપ સાદૃશ્ય એ જ ઢોર અને વાહીક વચ્ચે સંબંધ છે. વાહીકપદાર્થમાં શક્યાર્થમાં વાહીકદેશોત્પન્ન મનુષ્યમાં ગોસાદશ્યસ્વરૂપ ઢોરસાદશ્યાત્મક શક્યાર્થસંબંધ ગોપદશક્યાર્થસંબંધ ૨હે છે. તે જ ‘ગો’પદની લક્ષણા છે. આ પ્રમાણે તેમનું મંતવ્ય છે.
** લક્ષણા : કુમારિલભટ્ટની દૃષ્ટિમાં
(તન્ત્ર.) તન્ત્રવાર્તિક ગ્રંથમાં કુમારિલભટ્ટ નામના મીમાંસકમૂર્ધન્ય લક્ષણાનો પરિચય આપતાં જણાવે છે કે ‘અભિધેયાર્થથી વાચ્યાર્થથી = શક્યાર્થથી અવિનાભૂત
=
સાક્ષાત્ સંબદ્ધ એવા અર્થને વિશે
જે પ્રતીતિ થાય તે લક્ષણા કહેવાય છે.'
स
સ્પષ્ટતા :- ‘ગાયાં ઘોષઃ' - સ્થળે વિશિષ્ટ જલપ્રવાહાત્મક શક્યાર્થથી સંબદ્ધ એવા ગંગાતીર અર્થની ‘ગંગા’ પદથી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ એ જ ‘ગંગા’ પદની લક્ષણા સમજવી. આ પ્રમાણે કુમારિલભટ્ટનો અભિપ્રાય છે. (૧) મુક્તાવલીકારના તથા રસગંગાધરના મતે શક્યસંબંધ = લક્ષણા. (૨) ન્યાયસિદ્ધાન્તમંજરીકારના મત મુજબ શક્યાર્થનો સાદશ્યસંબંધ = લક્ષણા. તથા (૩) તન્ત્રવાર્તિકકારના મત અનુસાર સાક્ષાત્ શક્યાર્થસંબદ્ધગોચર પ્રતીતિ એટલે લક્ષણા.
=
=
=
=
=
તુ ત્રણ હેતુથી થતી લક્ષણા - વૈયાકરણમત
(ત્ર.) પ્રસ્તુતમાં લક્ષણાની વિચારણા ચાલી રહી છે. તે અંગે વૈયાકરણો એમ કહે છે કે મુખ્યાર્થમાં તાત્પર્યની અનુપપત્તિનું ભાન = મુખ્યાર્થબાધજ્ઞાન થવા પૂર્વક, શક્ય તરીકે જે અર્થનું ભાન થયું હોય તેના સંબંધના જ્ઞાનથી પ્રગટ થયેલા શક્તિજન્ય સંસ્કારના લીધે જે બોધ થાય તે લક્ષણા કહેવાય. રૂઢિ અથવા પ્રયોજન - આ બેમાંથી એક કારણે લક્ષણા પ્રવર્તે છે. કેમ કે તેવા પ્રકારનો શબ્દશાસ્ત્રવેત્તાઓનો અનુભવ છે. ‘કુશલ’શબ્દની હોશીયાર અર્થમાં લક્ષણા થાય છે. તેમાં રૂઢિ કારણ છે. ‘ગંગામાં ઘોષ છે' - આવા સ્થળે પાવનત્વ, શૈત્ય વગેરેની ઘોષમાં પ્રતીતિ કરાવવી એ પ્રયોજન છે. તેથી ત્યાં ગંગાપદની