Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०२० ० विरक्त-प्रशान्तपरिणत्या क्रिया सम्पादनीया 0
૨૨/૭ स्वाऽभिन्नषट्कारकसङ्गतौ निमज्जनीयम् । विशेषावश्यकभाष्य(२११२-२११८)-ज्ञानसारस्वोपज्ञस्तबक (१५/७)-समयसार(२९७)-पञ्चास्तिकायसङ्ग्रह(१६२)प्रभृतिग्रन्थान्तरेभ्यः अन्यरूपेणाऽपि स्वाऽभिन्नषट्कारकभावसङ्गतिः कार्या। देहात्मभेदविज्ञान-साक्षिभाव-ज्ञातृदृष्टभावाद्यभ्यासकृते च अस्मत्कृतः भारतीयराष्ट्रभाषा-गुर्जरभाषाद्वितयनिबद्धः विस्तृतः संवेदनप्रबन्धो विभावनीयः। एतादृशाऽभ्यन्तराऽपवर्गमार्ग निर्धान्तचेतसा निश्चित्य गौण-मुख्यभावेन वर्तमानस्वभूमिकौचित्यत इमे चतुर्विधा भावा आत्मसात् कर्तव्याः।
इत्थञ्च विरक्त-प्रशान्तपरिणत्या सोपयोग विहितक्रियासम्पादनेन असद्भूतव्यवहारनयसम्मतजडतानिराकरणे एव आत्मार्थी तात्त्विकमात्मश्रेयः आसादयतीत्युपदेशोऽत्र ग्राह्यः। ततश्च “सर्वद्वन्द्वविमुक्तानां सिद्धानामेव तात्त्विकम् । संसिद्धसर्वकार्याणां निर्द्वन्द्वं वर्त्तते सुखम् ।।” (वै.क.ल. ९/२४४) इति वैराग्यकल्पलतायां यशोविजयवाचकेन्द्रव्यावर्णितं सिद्धसुखं स्वयमेव उपतिष्ठते ।।१३/७।।। જ અનુભવું છું' - આ રીતે પોતાનાથી અભિન્ન છ કારકભાવની સંગતિ/સમન્વય કરવામાં જ્ઞાતા-દષ્ટાભાવપરિણતિવાળા સાધકો લીન બનતા હોય છે. વિશેષાવશ્યકભાષ્ય, જ્ઞાનસાર સ્વપજ્ઞટબો, સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ વગેરે અન્ય ગ્રંથોના આધારે બીજી રીતે પણ પોતાનાથી અભિન્ન છ કારકભાવની સંગતિ કરવી. તથા (૧) દેહ-આત્મભેદવિજ્ઞાન, (૨) સાક્ષીભાવ અને (૩) જ્ઞાતા-દષ્ટાભાવ - આ ત્રણેય બાબતોનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે ભારતની રાષ્ટ્રભાષામાં (= હિન્દી ભાષામાં) તથા ગુજરાતી ભાષામાં અમે રચેલ “સંવેદનની સરગમ' - (= સંવેદનપ્રબંધ) પુસ્તકની (પૃ.૬૧ થી ૧૦૦ તથા પૃ. ૨૦૩ થી ૨૭૨) વિભાવના કરવી. પ્રસ્તુતમાં જે અભ્યત્તર મોક્ષમાર્ગ બતાવેલ છે, તેનો નિર્દાન્ત ચિત્તથી નિશ્ચય કરીને, પોતાની વર્તમાન ભૂમિકા મુજબ ગૌણ-મુખ્યભાવે ઉપરોક્ત ચારેય પ્રકારના ભાવોને સમ્યક પ્રકારે આત્મસાત્ કરવા જરૂરી છે.
હ જડતાને હટાવીએ . (સ્થ%.) આમ વિરક્ત અને શાંત પરિણતિથી ઉપરોક્ત ચાર પ્રકારના ઉપયોગપૂર્વક શાસ્ત્રાનુસારે સર્વ ક્રિયા કરવા દ્વારા અસભૂત વ્યવહારનયથી માન્ય એવી જડતાનું આત્મામાંથી નિવારણ કરવામાં આવે તો જ સાધક તાત્ત્વિક આત્મકલ્યાણને સાધી શકે. આવા પ્રકારનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા આપણે મેળવવા જેવો છે. તે રીતે જીવન જીવવાના પ્રભાવે વૈરાગ્યકલ્પલતામાં વર્ણવેલ મોક્ષસુખ જાતે જ હાજર થાય છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સિદ્ધ સુખને વર્ણવતાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો રતિ-અરતિ વગેરે તમામ દ્વન્દ્રોમાંથી છૂટી ગયેલા છે. તેઓના સર્વ કાર્યો સમ્યફ રીતે સિદ્ધ થઈ ચૂકેલા છે. તેથી તે સિદ્ધાત્માઓ પાસે જ તાત્ત્વિક નિર્ટન્દ્ર સુખ વિદ્યમાન છે.(૧૩/૭)