Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०१२
* विशेषणसाफल्यविचारः नानातन्त्रानुसारेण
o ૨/૭
तदुक्तं कुमारिलभट्टेन तन्त्रवार्त्तिके “सम्भव- व्यभिचाराभ्यां स्याद् विशेषणमर्थवत् । न शैत्येन न चौष्ण्येन वह्निः क्वापि विशिष्यते । ।” (त. वा. १ / ३ / १८ पृ. २०८ ) इति । तदुक्तं बृहदारण्यकवार्त्तिकेऽपि “सम्भव-व्यभिचाराभ्यां विशेषण - विशेष्ययोः । दृष्टं विशेषणं लोके यथेहाऽपि तथेक्ष्यताम् ।।” (बृ.आ.बा.पृ.२०१२) इति। हेतुबिन्दुटीकायाम् अपि “सम्भवे व्यभिचारे च विशेषणं युक्तम् (દે.વિ.ટી. પૃ.૬૧) રૂતિ ઉત્તમ્। यच्च योगसारप्राभृते अमितगतिना “यद्युपादानभावेन विधत्ते कर्म चेतनम्। अचेतनत्वमेतस्य तदा केन निषिध्यते ? ।।' (यो.सा.प्रा.२/२९) इत्यापादितं तद् असद्भूतव्यवहारनयाभिप्रायत इष्टापत्तिरूपतया णि बोध्यम्, तन्नये जडकर्मप्रतिरुद्धस्वभावतया संसारिणि कथञ्चित् जडत्वस्य सम्मतत्वात्। संसारिणः का आत्मनः सर्वथा चेतनस्वभावत्वे 'मामहं न जाने' इति प्रतीत्यनुपपत्तेः।
{{{
જીવમાં અચેતનત્વનો વિસંવાદ વ્યભિચાર જોવા મળે છે. તેથી ‘સંસારી જીવ અચેતન છે' - ઈત્યાદિ સ્થળે વિશેષણ સાર્થક બને છે. કારણ કે સંભવ અને વ્યભિચાર આ બેના લીધે જ વિશેષણમાં સફળતા આવે છે.
(તવુ.) આ અંગે મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટે તન્ત્રવાર્તિકમાં જણાવેલ છે કે ‘વિશેષણનો વિશેષ્યમાં સંભવ હોય તથા ક્યારેક વિશેષ્યમાં જો વિશેષણનો વ્યભિચાર = વિસંવાદ = અભાવ આવતો હોય તો વિશેષણ સાર્થક બને છે. ક્યારેય પણ અગ્નિને ઠંડી કે ગરમી સ્વરૂપ વિશેષણોથી નવાજવામાં આવતો નથી.’ કારણ કે ક્યારેય પણ અગ્નિમાં ઠંડકનો સંભવ જ નથી. તથા ગરમી વગરનો અગ્નિ કદાપિ હોતો નથી. તેથી ‘ગરમ અગ્નિ’ આવું બોલવાથી વિશેષણ દ્વારા કોઈની બાદબાકી થતી નથી. તેથી તેવા સ્થળે વપરાતું વિશેષણ માત્ર સ્વરૂપદર્શક બને છે, વ્યાવર્તક નહિ. તેવું વિશેષણ સફળ ન હોવાથી જરૂરી નથી. બૃહદારણ્યકવાર્તિકમાં પણ જણાવેલ છે કે ‘(૧) વિશેષણનો વિશેષ્યમાં સંભવ હોય તથા (૨) વિશેષ્યમાં ક્વચિત્ વિશેષણનો વ્યભિચાર આવતો હોય તો જેમ લોકમાં (‘આ છોકરો | હોશિયાર છે' – ઈત્યાદિરૂપે) વિશેષણ વપરાતું હોય તેવું જોવા મળે છે. તેમ અહીં દાર્શનિક જગતમાં (શાસ્રમાં) પણ તમારે જોવું.' હેતુબિંદુવ્યાખ્યામાં પણ દર્શાવેલ છે કે ‘વિશેષ્યમાં વિશેષણનો સંભવ સુ હોય તથા ક્વચિત્ વિસંવાદ આવતો હોય તો વિશેષણ વાપરવું યોગ્ય છે.’ ઉપરોક્ત ત્રણેય શાસ્ત્રપાઠના આધારે ‘સંસારી જીવ અચેતન છે' - આવો વિશેષણગર્ભિત પ્રયોગ સાર્થક છે - તેમ ફલિત થાય છે. * જીવમાં અચેતનસ્વભાવનું સમર્થન
(યવ્વ.) ‘જો કર્મ પોતાના ઉપાદાનભાવરૂપે ચેતનાનું નિર્માણ કરે તો ચેતનમાં અચેતનપણાની આપત્તિનું નિવારણ કોણ કરી શકશે ?' આ મુજબ દિગંબરાચાર્ય અમિતગતિએ યોગસારપ્રાકૃતમાં જે આપાદન કરેલ છે, તે અસદ્ભૂત વ્યવહારનયના અભિપ્રાયથી ઈષ્ટાપત્તિસ્વરૂપે જાણવું. કેમ કે સંસારી જીવનો ચેતનસ્વભાવ તો જડ એવા કર્મોથી પ્રતિબદ્ધ રૂંધાયેલ છે. તેથી સંસારીમાં કથંચિત્ જડત્વ અસદ્ભૂત વ્યવહારનયને માન્ય છે. જો સંસારી આત્મામાં સર્વથા ચેતનસ્વભાવ રહેલો હોય તો ‘હું મને જાણતો નથી' - આવી પ્રતીતિ જ અસંગત થઈ જાય. પ્રસ્તુત પ્રતીતિ જ સિદ્ધ કરે છે કે સંસારી જીવમાં કચિત્ અચેતનસ્વભાવ છે જ. આ મુજબ અસદ્ભૂત વ્યવહારનયનો અભિપ્રાય છે.
=
""
=