Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
રૂ/૭
२०१४
० चित्सुखाचार्य-सदानन्दमतनिराकरणम् 0 प ज्ञानविरोधि भावरूपं यत्किञ्चिदिति वदन्ति, ‘अहमज्ञ' इत्याद्यनुभवाद्” (वे.सा.१०/पृ.२८) इति वेदान्तसारे ग सदानन्दवचनञ्च निराकृतम्, ___एकस्मिन् आत्मनि वेदान्तिस्वीकृतस्य भावात्मकज्ञानाऽज्ञानोभयरूपत्वस्य विरोधग्रस्तत्वाच्च ।
यद्यपि “अहं मां न जानामीति प्रतीत्या ज्ञानाऽज्ञानोभयस्वभावत्वम् आत्मनि भाट्टैः विरुद्धम् आपाद्यमानं ९, 'न जानामी'त्यस्य विशेषज्ञानाऽभावपरतया नैयायिकैः निरस्यते” (न्या.ख.खा.भाग-२/पृ.५५३) इत्युक्त्या
न्यायखण्डखाद्ये यशोविजयवाचकैः सामान्यज्ञान-विशेषगोचरज्ञानाऽभावयोः अविरोधो दर्शितः तथापि ન શકે તથા જો તે અસત્ જ હોય તો તેની પ્રતીતિ જ થઈ ન શકે. આમ સસ્વરૂપે કે અસલ્વરૂપે અજ્ઞાનને જણાવી શકાતું ન હોવાથી તે અનિર્વચનીય છે. છતાં તે વંધ્યાપુત્રની જેમ તુચ્છ નથી પરંતુ સત્ત્વ-રજસ્તમોગુણાત્મક છે. જ્ઞાનથી (બ્રહ્મસાક્ષાત્કારથી) તેનો નાશ થાય છે. ‘મ્ રૂત્યમ્ - આ પ્રકારે તેને બતાવી શકાતું નથી. માટે અજ્ઞાન “વત્ ક્રિશ્વિ' - આ મુજબ કહેવાય છે. “કાંઈક છે' આટલું જ તેના માટે કહી શકાય છે. “હું અજ્ઞ છું’, ‘મને જાણતો નથી” ઈત્યાદિ અનુભવના કારણે અજ્ઞાનનો (= અવિદ્યાનો = માયાનો) સ્વીકાર કરવો જરૂરી છે. મતલબ કે જેમ તૈયાયિકમતે જ્ઞાનાભાવસ્વરૂપ અજ્ઞાન માન્ય છે, તેમ વેદાન્તી માનતા નથી. કારણ કે વેદાન્તમતે જ્ઞાન સામાન્યાભાવ આત્મામાં રહેતો જ નથી. “હું મને જાણતો નથી' - આ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે ને ! આમ વેદાન્તિમતે “ નાના અંશ દ્વારા અજ્ઞાન ભાવાત્મક-ત્રિગુણાત્મક જ છે.”
: વેદાન્તમત સમાલોચના : | (g.) આ બન્ને વેદાન્તીના વચન પણ અમારા પૂર્વોક્ત કથન દ્વારા નિરસ્ત થઈ જાય છે. કારણ ધા કે આત્મામાં અસભૂત વ્યવહારનયથી અચેતનસ્વભાવનો સ્વીકાર કરવાથી જ “હું મને જાણતો નથી”
- એવી પ્રતીતિ સંગત થઈ શકે છે. તો પછી શા માટે ભાવાત્મક અજ્ઞાન નામના ગુણધર્મનો આત્મામાં એ સ્વીકાર કરવો ? તથા એક જ આત્માને ભાવાત્મક જ્ઞાન - ભાવાત્મક અજ્ઞાન ઉભયસ્વરૂપ માનવામાં
એકાંતવાદી વેદાન્તીને વિરોધ દોષ પણ લાગુ પડશે. વેદાન્તમતે ગુણ-ગુણીનો અભેદ હોવાથી આત્મા = બ્રહ્મ જ્ઞાનાત્મક છે. તથા વેદાન્તમતે અજ્ઞાન પણ ભાવાત્મક = ગુણાત્મક છે. માટે તેમણે આત્માને અજ્ઞાનસ્વરૂપ પણ માનવો પડશે. આમ એક જ આત્માને જ્ઞાનાજ્ઞાનાત્મક માનવામાં વિરોધ સ્પષ્ટ છે.
જ ભાવાત્મક અજ્ઞાન-જ્ઞાનસ્વભાવ પરસ્પરવિરુદ્ધ એક (ચ) જો કે આ અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ ન્યાયખંડખાદ્યમાં જણાવેલ છે કે “હું મને જાણતો નથી – આ પ્રતીતિ દ્વારા આત્મામાં જ્ઞાનાજ્ઞાનઉભયસ્વભાવ માનવામાં આવશે તો વિરોધ આવશે - આવું કુમારિલભટ્ટના અનુયાયીઓએ વેદાન્તી સામે આપાદન કરેલ છે. આ વિરોધઆપાદનનું નિરાકરણ નૈયાયિકોએ આ પ્રમાણે કરેલ છે કે “જ્ઞાનસ્વભાવી આત્મામાં સામાન્યવિષયક જ્ઞાન અને વિશેષવિષયક જ્ઞાનનો અભાવ - એમ બન્નેને માનવામાં વિરોધ નથી. “ર નાના” નું વિશ્લેષણ વિશેષજ્ઞાનાભાવ કરીને ઉપરોક્ત અર્થઘટન કરી શકાય છે. આથી આત્માને જ્ઞાનાન્નાનોભયસ્વભાવી માની શકાય છે.” આમ મહોપાધ્યાયજીએ સામાન્યગોચર જ્ઞાન અને વિશેષવિષયકજ્ઞાનાભાવ વચ્ચે અવિરોધ જણાવેલ છે. તો પણ