Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९९४
० निरूढलक्षणामीमांसा 0 प रूढितः प्रवर्त्तमाना गौणी निरूढा वाऽप्युच्यते । प्रयोजनतश्च प्रवर्त्तमाना प्रयोजनवती शुद्धा रा वाऽप्युच्यते। प्रत्येकं सारोपा-साध्यवसानालक्षणौ भेदौ वर्त्तते । तदिदमभिप्रेत्योक्तम् अच्युतराजेन म साहित्यसारे सोदाहरणम् “गौणी प्रयोजनवती सारोपा ‘चन्द्र आननम्' । 'गौर्वाहीक' इति ज्ञेया रूपकालङ्कृतौ हिता ।। सैव साध्यवसाना तु ‘गौरेवायमिति स्फुटा। ‘चन्द्र एवेदमि'त्यादौ रूपकातिशयोक्तिकृत् ।। प्रयोजनवती शुद्धा सारोपाऽऽयुघृतं' त्विति। सैव साध्यवसाना चेदा'ऽऽयुस्वेदमि'त्यपि ।।" (सा.सा.ऐरावतरत्न દ્વિતીય) તિા.
_ “लक्षणा पुनः द्विविधा - प्रयोजननिरपेक्षा प्रयोजनसापेक्षा चेति । तत्र आद्या यथा - 'मार्गाः चलन्ति' का इति। इयं प्रयोजनाऽभावेऽपि प्रवर्तमानत्वाद् ‘रूढलक्षणा' इत्युच्यते। द्वितीया यथा - 'गङ्गायां घोषः' इति ।
થાય તેને લક્ષણા કહેવાય. તે લક્ષણા આરોપિત ( કૃત્રિમ) શબ્દક્રિયા સ્વરૂપ છે.” મમ્મટ કવિના તથા શારદાતનયના પ્રસ્તુત વચનની પણ છણાવટ ઉપરોક્ત નિરૂપણ દ્વારા થઈ જાય છે.
ન ગણી = નિરૂઢલક્ષણા, પ્રયોજનવતી = શુદ્ધલક્ષણા - (ઢિ.) જે લક્ષણા રૂઢિથી પ્રવર્તે છે તે ગૌણી લક્ષણા કે નિરૂઢલક્ષણા પણ કહેવાય છે. તથા પ્રયોજનથી પ્રવર્તતી લક્ષણા પ્રયોજનવતી કે શુદ્ધલક્ષણા પણ કહેવાય છે. તે બન્નેના સારોપા અને સાધ્યવસાના લક્ષણા - એવા બે ભેદ છે. તેથી કુલ ચાર ભેદ થશે. આ જ બાબતને ઉદાહરણ પૂર્વક સાહિત્યસાર ગ્રંથમાં અચ્યતરાજે આ મુજબ જણાવેલ છે કે “લક્ષણાના બે પ્રકાર છે - ગૌણી તથા પ્રયોજનવતી. (૧) “મુખ ચન્દ્ર છે”, “વાહીક ઢોર છે' - આ ગૌણી સારોપા લક્ષણા સમજવી. રૂપક અલંકારમાં
આ લક્ષણા હિતકારિણી છે. (૨) “આ ઢોર જ છે”, “આ ચન્દ્ર જ છે' - આ ગૌણી સાધ્યવસાના રે લક્ષણો સમજવી. આ લક્ષણા સ્પષ્ટપણે રૂપક અલંકારમાં અતિશય = જીવંતતા લાવે છે. (૩) પ્રયોજનવતી 11 = શુદ્ધ સારોપા લક્ષણા તો “ઘી આયુષ્ય છે' - અહીં જાણવી. (૪) તથા જો “આ આયુષ્ય જ છે' - આમ બોલવામાં આવે તો પ્રયોજનવતી = શુદ્ધ સાધ્યવસાના લક્ષણા સમજવી.”
જ પ્રયોજનનિરપેક્ષ-સાપેક્ષ લક્ષણાની વિચારણા છે (“નક્ષTI.) પ્રમાણચંદ્રિકા ગ્રંથમાં શેષાચાર્ય પ્રસ્તુત બાબતમાં એવું જણાવે છે કે “વળી, લક્ષણાના બે પ્રકાર છે. (૧) પ્રયોજનનિરપેક્ષ અને (૨) પ્રયોજનસાપેક્ષ. તે બે લક્ષણામાં પહેલી પ્રયોજનનિરપેક્ષ લક્ષણાનું ઉદાહરણ આ પ્રમાણે છે. દા.ત. “રસ્તાઓ ચાલે છે'- આવું વચન પ્રયોજનનિરપેક્ષ લક્ષણાને બતાવે છે. વાસ્તવમાં રસ્તાઓ ચાલતા નથી. પરંતુ રસ્તા ઉપર રહેલા માણસો ચાલે છે. તેમ છતાં માણસ અને માર્ગ વચ્ચે અભેદ ઉપચાર કરીને “રસ્તાઓ ચાલે છે' - આવું કહેવામાં આવે છે. આવું બોલવાની પાછળ વક્તાનું કોઈ વિશેષ પ્રકારનું પ્રયોજન નથી. તેમ છતાં વગર પ્રયોજને આવી લક્ષણાવાળા = ઉપચારવાળા વાક્યોનો પ્રયોગ વ્યવહારમાં પ્રવર્તે છે. તેથી આ પ્રયોજનનિરપેક્ષ લક્ષણા “રૂઢ લક્ષણા' પણ કહેવાય છે. તથા બીજી પ્રયોજનસાપેક્ષ લક્ષણાનું ઉદાહરણ આ પ્રમાણે છે. દા.ત. “યાં ઘોષ?' ગંગા નદીમાં આભીરપલ્લી (= ઘોષ) આવેલ નથી. પરંતુ ગંગાતટ ઉપર આભીરપલ્લી આવેલ છે. તેમ છતાં “ગંગાની બાજુમાં હોવાથી તે આભીરપલ્લી પવિત્ર છે, ઠંડકવાળી છે' - આવો શ્રોતાને બોધ ઉત્પન્ન કરાવવાના પ્રયોજનથી “ટે ઘોષ' - આવું બોલવાના બદલે “
જયાં ઘોષ' - આવું બોલવામાં