Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૩/૬ • असद्भूतव्यवहारनयोपयोगोपदर्शनम्
। २००९ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'देहेन्द्रियादिनोकर्मणः अपि असद्भूतव्यवहारनयतः चैतन्यम्' इत्यवगम्य अस्मन्निमित्तं परेषां देहेन्द्रियादिपीडा-हान्यादिकं न स्यात् तथा यतितव्यम् । तच्च अस्मदीयं कर्तव्यम् । तथाहि - (१) कदलीफलमुपभुज्य पथि तत्त्वक्प्रक्षेपणेन पादप्रस्खलनतः रा कस्यचिद् अस्थिभङ्गः न स्यात् तथा यतितव्यम् । (२) उपवातायनं स्थित्वा तत्र तमःसम्पादनतः - पुस्तक-प्रतादिवाचकनयनेन्द्रियाऽपटुता न स्यात् तथाऽवधानं कार्यम् । (३) कोलाहलादिना परेषां । ध्यान-स्वाध्यायादिविक्षेपतः मानसखेदोत्पादनद्वारा मनोयोगहानिः न स्यात् तथा यतनीयम् । एतादृशो र हितोपदेशः असद्भूतव्यवहारनयतोऽत्र सम्प्राप्यः ।
स्वात्मसंलग्नद्रव्यकर्म-भावकर्म-नोकर्मसु तु अहन्त्व-ममत्वबुद्धिः दूरतः सन्त्याज्यैव, अन्यथा र्णि स्वात्मनोऽप्रतिबुद्धत्वमापद्येत। तदुक्तं समयसारे कुन्दकुन्दस्वामिना “कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं । जा एसा खलु बुद्धी अपडिबुद्धो हवदि ताव ।।” (स.सा.१९) इति ।
-- શરીરની ચેતનતા જાણીને જીવન કેળવીએ આ આધ્યાત્મિક ઉપનય :- “શરીર, ઈન્દ્રિય વગેરે નોકર્મ પણ અસદભૂત વ્યવહારનયથી ચેતન છે? - આવું જાણીને કોઈને પણ આપણા નિમિત્તે શારીરિક પીડા ન પહોંચે કે કોઈની ઈન્દ્રિયને હાનિ ન પહોંચે તેની કાળજી રાખવી તે આપણી ફરજ છે. (૧) કેળું ખાઈને ખુલ્લા રસ્તા ઉપર કેળાની છાલ નાખવાની આપણી બેદરકારીથી પગ લપસી પડવાના લીધે કોઈનું હાડકું ભાંગી ન જાય.
(૨) હવા ખાવા માટે બારી પાસે ઊભા રહેવાથી, ત્યાં બેસીને પુસ્તક-પ્રત વગેરે વાંચનારને અંધારું પાડવા દ્વારા તેની આંખ નબળી પડી ન જાય.
(૩) મોટેથી અવાજ કરવા દ્વારા કોઈને ધ્યાન-સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ પાડી તેમને માનસિક ખેદ | પહોંચાડી તેના મનોયોગની હાનિ ન થાય...ઈત્યાદિ કાળજી દરેક સાધકે રાખવી જોઈએ. આવો હિતોપદેશ અહીં અસભૂત વ્યવહારનય દ્વારા આપણે મેળવવા જેવો છે.
૪ કર્માદિમાં ભેદજ્ઞાન વિના આત્મજ્ઞાનનો અસંભવ « (સ્વા.) અસભૂત વ્યવહારનયનો ઉપયોગ કઈ રીતે કરવો? તે જણાવ્યું. પરંતુ પોતાના આત્માને લાગેલા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મમાં તો “હું” પણાની અને “મારા” પણાની બુદ્ધિ દૂરથી જ છોડવા જેવી છે. જો તેવી બુદ્ધિને છોડવામાં ન આવે તો પોતાનો આત્મા પ્રતિબોધ પામતો નથી. તેથી જ તો સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “કર્મમાં અને નોકર્મમાં “હું આવી બુદ્ધિ તથા હું એટલે કર્મ અને નોકર્મ – આવી બુદ્ધિ જ્યાં સુધી હોય છે. ત્યાં સુધી ખરેખર આત્મા પ્રતિબોધને પામેલો નથી બનતો.” મતલબ એ થયો કે કર્મ-નોકર્મમાં સ્વભેદવિજ્ઞાન વિના આત્મજ્ઞાન સંભવિત નથી.
1. कर्मणि नोकर्मणि चाऽहमित्यहकं च कर्म नोकर्म। यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत्।।