Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/४ ० दण्डि-विद्याभूषण-जगन्नाथादिमतप्रकाशनम्
१९८९ गीर्णत्वात् । माणवके गच्छति सति ‘सिंहो गच्छति' इत्युक्तौ साध्यवसाना बोध्या, आरोप्यमाणेन । विषयिणा विषयस्य माणवकस्य निगीर्णत्वादिति।
विषयस्य निगीर्णत्वं कथं भवति? इति शङ्कायाः समाधानं तु “निगरणञ्च प्रस्तुतस्य क्वचिदनुपादाने क्वचिदुपात्तस्याऽपि अधःकरणेन भवति” (का.दी.८/पृ.१४७) इत्येवं काव्यदीपिकायां कान्तिचन्द्र- म भट्टः दर्शितवान् ।
तदुक्तं दण्डिकृतस्य काव्यादर्शस्य प्रभावृत्तौ विद्याभूषणेन अपि उद्धरणरूपेण “विषयस्यानुपादानेऽप्युपादाने च सूरयः। अधःकरणमात्रेण निगीर्णत्वं प्रचक्षते ।।” (२/२२१ वृ.पृ.२२६) इति।
प्रकृतलक्षणाद्वितयलक्षणनिरूपणावसरे जगन्नाथपण्डितेन रसगङ्गाधरे “विषय-विषयिणोः पृथङ्निમાણવક નામનો પુરુષ પરાક્રમી હોવાના લીધે માણવક સિંહ છે' - આવું કથન કરવામાં આવે તો સારોપા લક્ષણા સમજવી. કારણ કે “માણવક' અહીં અનિગી છે. જ્યારે તે જ માણવક જતો હોય ત્યારે “સિંહ જાય છે' - આવું કહેવામાં આવે તો સાધ્યવસાના લક્ષણો સમજવી. કારણ કે આરોપ્રમાણ એવા વિષયી = સિંહ દ્વારા આરોપવિષયભૂત માણવક નિગીર્ણ છે, ગળી જવાયેલ છે.
- - બે પ્રકારે વિષયનું નિગરણ - (વિષય) કાન્તિચન્દ્ર ભટ્ટ નામના વિદ્વાને કાવ્યદીપિકા ગ્રંથની રચના કરી છે. તેમાં તેમણે “વિષયનું નિગરણ' કઈ રીતે થાય ?” આવી શંકાનું સમાધાન આ રીતે દર્શાવેલ છે કે કોઈ પણ વિષયનું નિગરણ (= ગળી જવાનું કે ગૌણ કરવાનું કાર્ય) બે રીતે થાય છે. (૧) ક્યારેક પ્રસ્તુત વિષયનું શબ્દત ગ્રહણ ન કરવામાં આવે તો વિષયનું વિષય વડે નિગરણ થાય છે. (દા.ત. માણવકને ઉદેશીને ૨ સિહો તિ’ – આવું કથન). તથા (૨) ક્યારેક વિષયનું શબ્દત ગ્રહણ કરવામાં આવે તેમ છતાં પણ તેને નીચો કરવા દ્વારા (= ગૌણ કરવા દ્વારા કે તેની ઉપેક્ષા કરવા દ્વારા તેનું નિગરણ થાય (1) છે.” (દા.ત. માણવકને ઉદ્દેશીને સિંદોનાં છતિ’ - આવું કથન.)
a દંડી કવિના મતનો નિર્દેશ : (તકુ.) દંડી કવિએ રચેલ કાવ્યાદર્શની પ્રભા વૃત્તિમાં વિદ્યાભૂષણજીએ પણ ઉદ્ધરણરૂપે જણાવેલ છે કે “વિષયનું શબ્દત ગ્રહણ ન કરવામાં આવે તો વિષયમાં નિગીર્ણતા આવે. અથવા વિષયનો શબ્દત ઉલ્લેખ કરવામાં આવે તેમ છતાં પણ તેને ગૌણ કરવા માત્રથી તે વિષયમાં નિગીર્ણતા આવે. આ પ્રમાણે અલંકારશાસ્ત્રના આચાર્યો કહે છે.”
સ્પષ્ટતા :- વિષયનો શબ્દતઃ જ્યાં ઉલ્લેખ કરવામાં આવેલ હોય તથા તેને ગૌણ કરવામાં આવેલ ન હોય તો સારોપા લક્ષણા કહેવાય. જેમ કે “: વાદીવા' આવા સ્થળે વિષયસ્વરૂપ વાહીકનો શબ્દતઃ ઉલ્લેખ થયેલ છે તથા તેને મુખ્ય કરવામાં આવેલ છે. તેથી ઉપરોક્ત વાક્યમાં સારોપા લક્ષણા માન્ય છે - તેમ સમજવું. વધુ સ્પષ્ટતા આગળ થતી જશે.
જગન્નાથ પંડિતના મતનું પ્રદર્શન (a.) પ્રસ્તુત સારોપા અને સાધ્યવસાના લક્ષણાનું લક્ષણ બતાવવાના અવસરે જગન્નાથ પંડિત