Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
गुण- पर्यायेभ्यो द्रव्यस्य भिन्नाभिन्नता
१३/४
पञ्चास्तिकायसङ्ग्रहे कुन्दकुन्दस्वामिना “पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि । दोहं अणण्णभूदं भावं समणा परूवेंति ।। ' दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि । अव्वदिरित्तो प भावो दव्व-गुणाणं हवदि तम्हा ।। " ( प.स.१२,१३ ) इति एवं द्रव्य-पर्यायाणां द्रव्य-गुणानां च - अभेदः निर्दिष्टः । प्रवचनसारे “परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिद्धं । तम्हा गुण-पज्जाया भणिया पुण दव्वमेव त्ति ।।” (प्र.सा. १०४ ) इति एवं गुण- पर्यायाः एतन्नयानुसारेण द्रव्यतया निर्दिष्टाः ।
3
एतेन “भेदाभेदात्मके ज्ञेये भेदाऽभेदाभिसन्धयः । ये तेऽपेक्षानपेक्षाभ्यां लक्ष्यन्ते नय - दुर्नयाः । । ” ( ल.त्र. ३०) इति लघीयस्त्रयकारिका व्याख्याता, भेदापेक्षाभिसन्धिपदेन सद्भूतव्यवहारस्य अभेदापेक्षाभिसन्धिपदेन च भेदकल्पनाशून्यशुद्धद्रव्यार्थिकनयस्य सूचनात् ।
तदुक्तम् आलापपद्धतौ देवसेनेन कार्त्तिकेयानुप्रेक्षावृत्तौ च शुभचन्द्रेण “ सद्भूतव्यवहारेण गुण - गुण्यादिभिः આ મેવસ્વમાવઃ। મેવત્વનાનિરપેક્ષળ મુળ-મુખ્યાતિમિર અમેવસ્વમાવઃ” (આ.પ.પૂ.9, ા.૪.૨૬% રૃ.પૃ.૧૮) | प्रकृते भेदकल्पनानिरपेक्षः द्रव्यार्थिकनय इव पूर्वोक्तः (८/१) आध्यात्मिकः निश्चयनयोऽपि
१९८०
1
(પગ્યા.) પંચાસ્તિકાયસંગ્રહ ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ દ્રવ્ય-પર્યાય વચ્ચે અને દ્રવ્ય-ગુણ વચ્ચે અભેદ બતાવતાં જણાવેલ છે કે ‘પર્યાયોથી રહિત દ્રવ્ય અને દ્રવ્યરહિત પર્યાયો હોતાં નથી. બંનેનો અનન્યભાવ મહર્ષિઓ બતાવે છે. તેમજ દ્રવ્ય વિના ગુણો હોતા નથી. ગુણો વિના દ્રવ્ય હોતું નથી. તેથી દ્રવ્ય અને ગુણો વચ્ચે અવ્યતિરિક્તભાવ છે.’ પ્રવચનસારમાં ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ગુણ-પર્યાયોને દ્રવ્ય તરીકે જણાવ્યા છે. તે આ પ્રમાણે “સત્તાની અપેક્ષાએ અવિશિષ્ટ એવું દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરસ્વરૂપે (પર્યાયથી પર્યાયાન્તરસ્વરૂપે) પરિણમે છે. દ્રવ્યસત્તા ગુણ-પર્યાયસત્તાથી અવિશિષ્ટ = સમાન જ રહે છે. તેથી ગુણ અને પર્યાયોને દ્રવ્ય જ કહેવામાં આવેલ છે.” જી લઘીયસ્રયકારિકાની સ્પષ્ટતા જી
al
(તે.) લઘીયસ્રય ગ્રંથમાં અકલંકસ્વામીએ આ અંગે જણાવેલ છે કે “શેય પદાર્થ ભેદાભેદાત્મક સ છે. જે ભેદઅભિપ્રાય કે અભેદઅભિપ્રાય સાપેક્ષપણે જ્ઞેયને વિશે પ્રવર્તે છે તે નય તરીકે ઓળખાય છે. તથા નિરપેક્ષપણે પ્રવર્તે છે, તે દુર્નય તરીકે ઓળખાય છે.” અહીં ‘સાપેક્ષપણે ભેદઅભિપ્રાય’ કહેવા દ્વારા સદ્ભૂતવ્યવહારનયનું સૂચન થાય છે. તથા ‘સાપેક્ષપણે અભેદઅભિપ્રાય' શબ્દથી ભેદકલ્પનાશૂન્યશુદ્ધદ્રવ્યાર્થિકનયનું સૂચન થાય છે.
(તલુō.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં શુભચન્દ્રજીએ જણાવેલ છે કે ‘સદ્ભૂત વ્યવહારનયથી ગુણ-ગુણી વગેરેમાં ભેદસ્વભાવ છે. તથા ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનયથી તો ગુણ-ગુણી વગેરેમાં અભેદસ્વભાવ છે.’
(તે.) પ્રસ્તુતમાં ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનયની જેમ પૂર્વોક્ત (૮/૧) આધ્યાત્મિક નિશ્ચયનય
1. पर्ययवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्यया न सन्ति । द्वयोः अनन्यभूतं भावं श्रमणाः प्ररूपयन्ति।।
2. द्रव्येण विना न गुणा गुणैः द्रव्यं विना न सम्भवति । अव्यतिरिक्तः भावः द्रव्य-गुणानां भवति तस्मात् ।।
3. परिणमति स्वयं द्रव्यं गुणतः च गुणान्तरं सदविशिष्टम् । तस्माद् गुण- पर्यायाः भणिताः पुनः द्रव्यम् एव इति । ।