Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९७८
स्वद्रव्य-गुण- पर्यायैक्यभानोपदेशः
o ૨/૨
अनुभवे अनेकस्वभावः मिथ्यैव भासते भेदकल्पनाशून्यद्रव्यार्थिकदृष्ट्या । तथा आत्मनो मत्यादिज्ञान -क्षायोपशमिकादिदर्शन-सामायिकादिचारित्रप्रमुखगुणरूपेण नृ-नाकिप्रभृतिपर्यायस्वरूपेण चानुभूयमानत्वे प अन्वयद्रव्यार्थिकनयाभिप्रायेण अनेकस्वभावः भूतार्थतया आभासते तथापि सर्वगुण- पर्यायेषु अस्खलन्तम् रा एकम् आत्मद्रव्यस्वभावम् उपेत्य आत्मनोऽनुभवे अनेकस्वभावो मृषैव निश्चीयते भेदनिरपेक्षद्रव्यार्थिकेन। अतो ध्यानौपयिकविशुद्धचित्तैकाग्र्योपलब्धये भेदकल्पनानिरपेक्षशुद्धद्रव्यार्थिकनयदृष्टिः उपादेया आत्मार्थिभिः निजभूमिकौचित्येन । इत्थं सर्वत्र सर्वदा सर्वथा आत्मनिष्ठैकस्वभावग्राहकभेदकल्पनानिरपेक्षद्रव्यार्थिकनयदार्व्वे सङ्कल्प-विकल्पदशा हीयते । अन्वयद्रव्यार्थिकनयभावनास्थैर्ये तु नानानिजगुण -पर्यायेषु स्वद्रव्यैक्यभानं दर्शितरीत्या सुलभं भवति । इत्थमुभयनयसाचिव्येन निर्विकल्पदशाऽऽरोहणर्णि सौभाग्यं शीघ्रं सम्पद्यते इत्युपदेशः लभ्योऽत्र । इत्थमेव “अच्छेज्जा अब्भेज्जा अव्वत्ता अक्खरा તુ નિરાનંવા પરમપ્પાનો સિદ્ધા ગળાયસિદ્ધા ય તે સવ્વુ।।” (બ.વ.૨૧૧૬/પૃ.૨૨૩ + છુ.મા.૧૮/૩૩૨) કૃતિ आराधनापताकायां कुवलयमालायां चोक्तं सिद्धस्वरूपं तूर्णमाविर्भवेत् ।।१३/३॥
અસ્ખલિત (= અખંડ) એવા માટીના એકસ્વભાવની નજીક જઈને અનુભવ કરવામાં આવે તો ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ માટીનો અનેકસ્વભાવ મિથ્યા જ જણાય છે. તે જ રીતે મતિ વગેરે જ્ઞાન, ક્ષાયોપશમિક વગેરે દર્શન, સામાયિકાદિ ચારિત્ર વગેરે ગુણસ્વરૂપે તથા મનુષ્ય, દેવ વગેરે પર્યાયસ્વરૂપે અનુભવવામાં આવે તો આત્માનો અનેકસ્વભાવ જણાય છે. અન્વયદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ તે સત્યરૂપે જણાય છે. તો પણ સર્વ ગુણ-પર્યાયોમાં વણાયેલા અસ્ખલિત (= અખંડ) એવા આત્મદ્રવ્યના એકસ્વભાવની નજીક જઈને અનુભવ કરવામાં આવે તો આત્માનો અનેકસ્વભાવ મિથ્યા જ છે - તેવો નિશ્ચય ભેદનિરપેક્ષદ્રવ્યાર્થિકનયથી થાય છે. તેથી ધ્યાનને સાધવામાં મુખ્ય કારણ બનનારી વિશુદ્ધ ચિત્તની એકાગ્રતાને મેળવવા માટે આત્માર્થી સાધકોએ પોતાની ભૂમિકાને ઉચિત બને તે રીતે ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિને = રુચિને = શ્રદ્ધાને સ્વીકારવી જોઈએ. આમ સર્વત્ર, સર્વદા, સર્વ પ્રકારે આત્મનિષ્ઠ એકસ્વભાવને ગ્રહણ કરાવનાર ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનય દૃઢ થાય તો જીવની સંકલ્પ -વિકલ્પદશા ટળે. તથા અન્વયદ્રવ્યાર્થિકની ભાવના સ્થિર થાય તો ‘જુદા-જુદા પ્રકારના પોતાના ગુણ -પર્યાયમાં સ્વાત્મદ્રવ્ય તો એક જ છે' - તેવું ભાન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં બતાવ્યા મુજબ સરળતાથી થાય. આમ બન્ને નયના સહકારથી નિર્વિકલ્પદશા ઉપર આરૂઢ થવાનું સૌભાગ્ય વહેલું પ્રગટે. આ હિતશિક્ષા અહીં મેળવવા યોગ્ય છે. આ રીતે જ આરાધનાપતાકા પયજ્ઞામાં તથા કુવલયમાળામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં જણાવેલ છે કે ‘તે સર્વે સિદ્ધ પરમાત્માઓ અછેદ્ય, અભેદ્ય, અવ્યક્ત (ચર્મચક્ષુઅગ્રાહ્ય સૂક્ષ્મ), અક્ષર = અવિનાશી, નિરાલંબન અને લોકોથી અજ્ઞાત એવા સિદ્ધો હોય છે.' (૧૩/૩)
1. अच्छेद्या अभेद्या अव्यक्ता अक्षरा निरालम्बा: । परमात्मानः सिद्धाः अज्ञातसिद्धाश्च ते सर्वे ।।