Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९७२ ० शुखनयत आत्मस्वरूपविमर्श:
१३/२ -व्यावृत्ताकारसंवेदनग्राह्यत्वात् प्रत्यक्षसिद्धमेव” (अ.वा.प्र.पृ.४३, अ.ज.प.परिच्छेद - २/पृ.११३) इति पूर्वोक्तम्
(११/८) अत्रानुसन्धेयम् । अत एव तत्र नयविशेषेण केवलैकतरा-ऽभ्युपगमे मिथ्यात्वापत्तिः बोध्या । रातदुक्तं विशेषावश्यकभाष्ये “पज्जयनयमयमिणं जं सव्वं विगम-संभवसहावं। दव्वट्ठियस्स निच्चं एगयरमयं એ વ મિત્તા ” (વિ...૨૪૬), નમતપન્ઝયમયે વલ્લું મુવ વ વિત્તપરિHI ડ્રિ-વિખવ-મંજીર્વ નિવ્વાગનિવારૂ તોડમિમા” (વિ.સ.મ.૨૪૭૬) ફત્યાદ્રિા
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मद्रव्यरूपेण यथा स्वस्य नित्यत्वं तथा असोयात्मप्रदेशलक्षणस्वक्षेत्ररूपेण अपि नित्यत्वम् । त्रैकालिकत्वात् स्वस्य अप्रत्याख्येयमेव निजकालसापेक्षं नित्यत्वम् । पण देहेन्द्रियान्तःकरण-निमित्तद्वय-कर्म-काल-नियतिप्रभृतिसाचिव्येन देहेन्द्रिय-मनः-कर्मसु गमनागमन-भाषण का -भोजनादिक्रिया-तर्क-वितर्क-विकल्प-विभावपरिणामादिप्रादुर्भावकालेऽपि शुद्धनयमते आत्मन आश्रव
-बन्ध-संवर-निर्जरादिपरिणामतो नित्यनिवृत्तत्वाद् असङ्गाऽक्रियाऽविक्रियाऽनाकाराऽबन्धाऽनाबाधाવસ્તુમાં નિત્યાનિત્યત્વ પ્રત્યક્ષસિદ્ધ જ છે.” આ સંદર્ભ પૂર્વે (૧૧|૮) વિસ્તારથી જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. આશય એ છે કે વસ્તુનો દ્રવ્યાત્મક અંશ અનુગતાકાર સ્વરૂપે દ્રવ્યાર્થસંવેદનગ્રાહ્ય હોવાથી નિત્યત્વશાલી છે. તો વસ્તુનો પર્યાયાત્મક અંશ વ્યાવૃત્તાકારરૂપે પર્યાયાર્થસંવેદનગોચર બનવાથી અનિત્ય છે. તેથી જ દ્રવ્યાર્થ-પર્યાયાર્થ આ બે નયમાંથી એક જ નયના મતથી વસ્તુમાં એક જ અંશ માનવામાં આવે તો મિથ્યાત્વ આવી પડે - તેમ સમજવું. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “પર્યાયનયનો મત એવો છે કે દરેક પદાર્થ ઉત્પાદ-વિનાશસ્વભાવયુક્ત છે. દ્રવ્યાર્થિકના મતે બધું નિત્ય છે. જો બેમાંથી એક જ નયને માનો તો મિથ્યાત્વ લાગે. કેમ કે વસ્તુ અનંતપર્યાયમય છે. જગતની
જેમ વિવિધપરિણામયુક્ત સર્વ વસ્તુ છે. સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશસ્વરૂપ વસ્તુ છે. વસ્તુ નિત્યાનિત્યાદિસ્વરૂપ છે અભિમત છે.”
નિત્યસ્વભાવનો મહિમા પ્રગટાવીએ આધ્યાત્મિક ઉપનય - આત્મદ્રવ્યરૂપે જેમ પોતે નિત્ય છે તેમ અસંખ્યાત્મપ્રદેશસ્વરૂપ સ્વક્ષેત્રરૂપે એ પણ પોતે નિત્ય જ છે. આત્મા પોતે સૈકાલિક હોવાથી નિજકાળસાપેક્ષ નિયત્વનો પણ પોતાનામાં
અપલોપ થઈ ન શકે. તેમજ નિજ શુદ્ધસ્વભાવરૂપે પણ આત્મા નિત્ય જ છે. તે આ રીતે સમજવું :- (૧) શરીર, ઈન્દ્રિય, અંતઃકરણ, વિજાતીય વ્યક્તિ વગેરે બાહ્ય નિમિત્ત, (૨) સંસ્કારસ્વરૂપ આંતરિકનિમિત્ત, (૩) કર્મ, (૪) કાળ, (૫) નિયતિ વગેરે પરિબળોના સહારે શરીર, ઈન્દ્રિય, મન અને કર્મમાં ગમન-આગમન-ભાષણ-ભોજન વગેરે ક્રિયાઓ, તર્ક, વિતર્ક, વિકલ્પ અને રાગાદિ વિભાવ પરિણામો ઉત્પન્ન થાય છે. પરંતુ તે સમયે પણ શુદ્ધનયની દૃષ્ટિએ તો આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપે જ રહેલો હોય છે. કારણ કે શુદ્ધનયમતે આત્મા આશ્રવ, બંધ, સંવર, નિર્જરા વગેરે પરિણામથી નિત્યનિવૃત્ત છે. આશ્રવાદિ પરિણામો કર્મપુદ્ગલના છે. શુદ્ધનયની દષ્ટિએ આત્માને તેની સાથે કોઈ લેવા-દેવા નથી. 1. पर्ययनयमतमिदं यत् सर्वं विगम-सम्भवस्वभावम्। द्रव्यार्थिकस्य नित्यमेकतरमतञ्च मिथ्यात्वम् ।। 2. यदनन्तपर्ययमयं वस्तु भुवनमिव चित्रपरिणामम्। स्थिति-विभव-भङ्गरूपं नित्यानित्यादि ततोऽभिमतम् ।।