________________
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ - ભગવાને ત્રીજી વાર પ્રદક્ષિણ દઈને, એ તારકની
ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી તેઓ ભગવાનને ત્રીજી વાર પણ એને એ જ પ્રશ્ન પૂછે છે કે-“! સર?” ગણધર ભગવાનેએ પૂછેલા આ ત્રીજી વારના પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે- વ આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ દ્રવ્યના ધ્રૌવ્યનો સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. આ ત્રીજે ઉત્તર ભગવાન શ્રી જિનેશ્વરદૈવના શ્રીસુખેથી સાંભળતાંની સાથે જ, શ્રી ગણધર ભગવાનને તત્ત્વસ્વરૂપ પરિપૂર્ણપણે સમજાઈ જાય છે. શ્રી ગણધર ભગવાનેએ “અરે ! –એ પ્રશ્ન ત્રણ વાર પૂછળ્યો; એ પ્રશ્નત્રયીને શ્રી જિન શાસનમાં નિષદ્યાત્રય આર્દિ તરીકે ઓળખાવેલ છે; અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે પહેલી વાર “cg ar', બીજી વાર “વિના વા અને ત્રીજી વાર “ર વા એમ ત્રણ પદ્ય દ્વારા જે ત્રણ ઉત્તર આપ્યા, તે ત્રણ ઉત્તરને શ્રી જૈન શાસનમાં *ત્રિપદી” આદિ તરીકે ઓળખાવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શ્રીમુખે ઉચ્ચારાએલ ત્રિપદીના શ્રવણથી, ગણધર ભગવાનને ગણધર–નામકર્મને ઉદય થાય છે અને તેઓને પિતપેતાના જ્ઞાનાવરણીય કર્મનો એવે તો સુન્દર ક્ષપશમ થાય છે, કે જેથી તેઓને ઉત્કૃષ્ટ કૅટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. ગણધર–નામકર્મનો ઉદય થવાથી અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી, શ્રી ગણધર ભગવાને એક મુહૂર્ત માત્રમાં જ દ્વાદશાંગીની. રચના કરી શકે છે.
કરી હતી જ, તુa
હુક્ત