________________ દેશયાગ - સંપાદન કરીશ એવો દઢ સંકલ્પ કર્યો. ચાહે તેટલાં સંકટો આ, ચાહે તેટલાં દુઃખ ભોગવવાં પડે, પણ બુદ્ધોપદેશનું જ્ઞાન મને થયું એટલે મારે જન્મારે સાર્થક છે એમ મને લાગવા માંડ્યું. ' ૧૮૯૮ના નવેમ્બર કે ડિસેમ્બરમાં “કેરલકોકિલમાસિક જોયું. તેમાં કોચીનના સારસ્વત લોકોએ તેમને ત્યાં એક નવી નિશાળ ઉઘાડવાની ખબર વાંચી. એટલે ત્યાં જઈને અંગ્રેજી ભણવું અને તેની મારફત બુદ્ધપદેશનું સહેજસાજ જ્ઞાન મેળવવું એવો વિચાર કરીને હું તારીખ ૩૧મી જાન્યુઆરી ૧૮૯૯ને દિવસે મુરગાંવથી આગબોટ રસ્તે મંગલૂર ગયો. પણ મંગલુર (મેંગલોર)થી પંદર જ દિવસમાં પાછો ઘેર આવ્યો. મારા સાળા દાવ સખારામ લાડ પોર્ટુગલથી તારીખ ૧૨મી માર્ચ ૧૮૮૮ને રેજ પાછા આવ્યા. તે અમારે ઘેર ત્રણ મહિના રહ્યા. પછી તેમણે માપણામાં રહેણાક કરી અને પિતાનો ધંધો શરૂ કર્યો. તારીખ ૨૬મી એકિટોબર ૧૮૯ને રોજ મારી મોટી દીકરી ચીખલીમાં દાક્તર લાડને ઘેર અવતરી. તેની છઠ્ઠીને દિવસે હું અને બીજા ચાર ગૃહસ્થ દાક્તર લાડની સાથે એક પંગતે જમ્યા. આ ઉપરથી તેમના પડેશીઓએ જ્ઞાતિપંચ ભેગું કરી દેવટ માંડી અને પરિણામે સ્માર્તપંથના સ્વામી તરફથી અમને ન્યાત બહાર મૂકનારું આજ્ઞાપત્ર આપ્યું ! બે, ત્રણ ગૃહસ્થ પ્રાયશ્ચિત્ત લઈ છુટયા. મેં તથા દાક્તર કાશીનાથ લાડે પ્રાયશ્ચિત્ત ન લીધું. મારા આ કામથી સગાંસંબંધીઓ ખૂબ નારાજ થયાં. હવે મેં દક્ષિણ દિશાની મુસાફરીને ખ્યાલ છેડી ઉત્તર તરફ જવાને વિચાર કર્યો. પૂના એ મહારાષ્ટ્રનું કેન્દ્ર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust