________________ પરાવર્તન 283 ક્યાંયે ન મળે એવો એક માણસ અહીં આવેલ છે. પણ તે આવતી કાલે જ જનાર છે.” હરિનાથ દેને ઘેર તે દિવસે તેના ભાઈનાં લગ્ન હતાં અને તેમાં પોતે જ કરતાકાવતા હતા. આમ લગ્નના કામમાં રોકાયેલા છતાં આ ખબર મળતાં જરા નવરાશ મળી કે લાગલા જ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે, આપ ગમે તેમ કરી બીજા એક બે દિવસ રોકાઈ જાઓ. મારે જે કંઈ જરૂર છે તે બધું હું આપને પાછળથી કહીશ. આજે હું મારા ભાઈનાં લગ્નની ધાંધલમાં છું. કાલે જ આપ બીજી તરફ જનાર છો એમ ખબર મળ્યા તેથી દોડાદોડ અહીં આવ્યો છું. આટલું મારું સાંભળો જ એવી મારી વિનંતિ છે.” હરિનાથ દેએ બીજી પણ વાત મને કરી. પોતે કલકત્તા યુનિવર્સિટીની સેનેટના સભાસદ હતા, અંગ્રેજીના અધ્યાપક હતા અને પાલિભાષાનો પ્રચાર કરવાની તેમને ભારે ઉત્કંઠા હતી વગેરે વાતો તેમણે કરી. તે ઉપરથી તે મારા ઉપર ઝાઝી અસર ન થઈ ! બંગાળીઓ ઘણુંખરું ભારે બોલકા હોય છે પણ તેમની મારફત કશું કામ પાર પડવું મુશ્કેલ હોય છે ! ખાસ કરીને બૌદ્ધધર્મ વિષે તેમને આસ્થા હોય એ તો કેમે કર્યું. મારે હૈયે બેસે નહિ. તાપણ આવડી લાયકાતવાળા ગૃહસ્થ એક દિવસ રોકાઈ જવા વિનંતિ કરે છે તે આવતી કાલ જવાને બદલે બે દિવસ પછી જવું, એવો વિચાર કરી હું મંગળવારનો દિવસ ધર્માકુર વિહારમાં રહ્યો. અહીં શ્રી. હરિનાથ દે વિષે થોડી હકીકત આપવી અસ્થાને નહિ થાય. જોકે આ હકીકત મને તે પાછળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust