________________ પરાવર્તન સફળ થયા. ઘણાખરા વ્યાખ્યાતાઓ વગર પગારે કામ કરનારા હતા. માત્ર હું અને સત્યવ્રત સામાશમી બેને માસિક સો રૂપિયા આપવા એવો ઠરાવ થયે. ૧૯૦૭ના જુલાઈ મહિનાથી હું આ જગ્યાએ નિમાય. પણ અગાઉથી જ ન્યાયમૂર્તિ આશુતપ મુકરજીને મળીને, “હું યુનિવર્સિટીનું કામ કરું તે પણ નેશનલ કોલેજ સાથેનો સંબંધ નહિ તોડું.' એમ મેં તેમને કહ્યું હતું. તેમણે એ બાબત કશો વાંધો ન લીધો. તેમણે કહ્યું, “અમારી યુનિવર્સિટીનું કામ તમે નિયમિતપણે કરો એટલે થયું. બીજે ક્યાં ક્યાં તમે કેટલો વખત આપો છો એનો વિચાર કરવાની સિંડિકેટને જરૂર નથી.” આ નોકરી મળી ત્યારથી નેશનલ કોલેજનું કામ મેં વગર પગારે કરવા માંડયું અને કલકત્તામાં રહ્યો ત્યાં સુધી તે છોડયું નહિ. કલકત્તા યુનિવર્સિટીમાં મેં નોકરી સ્વીકારી તેથી મને * ઠીક ફાયદો થયો. માસિક પગાર ઉપરાંત પરીક્ષક તરીકે મને 600 થી 900 રૂપિયા મળતા. માત્ર મારાથી ધાર્યા મુજબ મારું કામ અહીં થઈ શક્યું નહિ. - વ્યાખ્યાતા તરીકે મારે અઠવાડિયામાં ત્રણ જ કલાક કામ કરવું પડતું. તેમાંયે જે બે ત્રણ વિદ્યાર્થીઓ હતા તેમને પાલિભાષામાં પારંગત થવા વિષે બહુ ઉત્સાહ નહતો. જેમતેમ કરીને પાસ થઈ ડિગ્રી મેળવવી અને પોતાનો પગાર વધારો અથવા તો કોઈ નવી નોકરી મેળવવી, એ તરફ જ મેં તેમનું વલણ જોયું. એકંદરે કલકત્તામાં રહીને ડી પ્રસિદ્ધિ મેળવવા ઉપરાંત મને કશે ખરો લાભ થયે ન કહેવાય. મહામહેનતે મેળવેલું પાલિભાષાનું જ્ઞાન હિન્દુસ્તાનમાં ફેલાવવું, એ જ મારા જીવનનું મુખ્ય કાર્ય હું માનતે અને હજી માનું છું. તેથી કલકત્તામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust