________________ પરાવર્તન 265 દિવસ ભારે વિષે તેને આંખની શરમ હતી તે આજે તેણે મેલી એટલું જ. આ બનાવની મારા ઉપર ઊંડી અસર થઈ. હવે જેમ બને તેમ જલદી કલકત્તા છોડવું એવો મેં ઠરાવ કર્યો. કલકત્તામાં ઘણું લોકે જોડે મારે ઓળખાણ થઈ હતી. - હરિનાથ દેના વિરુદ્ધ પક્ષવાળાઓમાંથી પણ કેટલાક મોટા માણસે મને ચાહતા, એવું મારા સાંભળવામાં આવ્યું હતું. છતાં મેં ખુલ્લી કે ખાનગી રીતે આ લોકો સાથે કદી સંબંધ રાખ્યો નહોતો. આ લોકોમાં કેટલાક ચારિત્ર્યવાન અને ઉદાર દિલના માણસે પણ હતા. પણ હરિનાથ દેને ખોટું લાગે એ શંકાએ મેં તેમની સાથે મોઢાની પણ એાળખાણ રાખેલી નહિ. હું તેમના પક્ષમાં ભળ્યો હોત તો કદાચ મને લાભ પણ થાત, છતાં એવી વડવાગળની વૃત્તિ પ્રત્યે મને મૂળથી જ તિરસ્કાર; તેથી એ ખ્યાલ સરખો મારા મનમાં આવ્યો નહિ. હરિનાથ દેને રસ્તે આણી સુમાર્ગે દોરવા, એ કામ હવે શક્તિ બહારનું હતું. તેથી મારે માટે હવે એક જ રસ્તો ખુલ્લો હતો, તે એ કે કલકત્તા છોડી જવું. ટૂંકમાં, જે ઉદ્દેશથી મેં આ નોકરી સ્વીકારી હતી તે ઉદ્દેશ પાર ન પડ્યો. બંગાળી વિદ્યાર્થીઓનું પણ મારે હાથે ઝાઝું કલ્યાણ થવાને મને. સંભવ ન જણાય, અને જે મિત્રે મને મદદ કરી આટલો આગળ આણે, તેના પગ પણ કીચડમાં વધુ ને વધુ ખેંચતા જતા જોઈ અને તેને તેમાંથી બહાર કાઢવાની મારી અશક્તિ જોઈ મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું. અને કલકત્તા છેડી સ્વતંત્રપણે યથાશક્તિ સ્વકર્તવ્ય કરવાની ઉત્કંઠા થઈ. આ પ્રયત્નમાં અચાનક કેવી મદદ મળી એ આવતા પ્રકરણમાં Sisle. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust