________________ 278 આપવીતી આમ મહારાજાએ તે મને વડોદરે બોલાવ્યો, પણ વીસ પચીસ દિવસ સુધી તે મારાથી કઈ રીતે કલકત્તા છેડી શકાય એમ નહોતું. આગળ જતાં નેશનલ કોલેજમાંથી થોડાક દિવસની રજા લઈ મારી સ્ત્રીને મૂકવા હું ગાવા ગયે અને ત્યાંથી વડોદરા ગયા. શ્રી. રાવજી રઘુનાથ શિરગાંવકર જોડે કલકત્તાથી જ મારે ખાસી પિછાન થઈ હતી. હાલ (સને ૧૯૦૭માં) તેઓ આસિસ્ટંટ ખાનગી કારભારી હતા. વડેદરામાં બીજું કોઈ ઓળખતું ન હોવાથી હું તેમને જ ઘેર ઊતર્યો. વડોદરામાં મારે ઘણા દિવસ રહેવું પડ્યું. પહેલાં તો મહારાજા દૂર શિકારે ગયા હતા, અને તે પછી તેમનાં કાકી કે કોઈ મરણ પામ્યું. આમ આઠ દસ દિવસ ભાંગ્યા તેય મહારાજાની મુલાકાત ન થઈ. પણ હું આટલા દિવસથી અહીં છું એમ જાણતાં જ કાકીના મરણને ત્રીજે દિવસે તેમણે મને રાજમહેલમાં મળવા બોલાવ્યો. ઘણી વાર સુધી અમારે વાત થઈ. પછી તેમણે કહ્યું, “સોગને લીધે જાહેર રીતે તમારું વ્યાખ્યાન વગેરે કશું રાજમહેલમાં કરાવાય એમ નથી. છતાં ફરી વાર આ બાજુ આવવાનું થાય તો મને ભળ્યા વગર જતા નહિ.' ઊઠતી વેળાએ મારા જવા આવવાના ખરચ સારુ 16 0 રૂપિયા તેમણે ખાનગીમાંથી અપાવ્યા અને મને વિદાય આપી. કલકત્તે ગયા પછી વડોદરા સરકાર સાથે મારે કશે પત્રવ્યવહાર નહે, પણ લગભગ એક વર્ષે હજૂર કામદાર તરફથી એક કાગળ આવ્યા. તેમાં લખેલું કે, “મહારાજા સાહેબ વખતે વખતે તમને યાદ કરે છે અને આ બાજુ આ તો વડેદરે આવીને મહારાજા સાહેબને મળે એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust