________________ 298 આપવીતી બહેનની ડેરીમાંથી રોજ એક કવાટે દૂધ અને કોઈ દુકાનદાર . પાસેથી છડેલ ઘઉન શેવ જેવો પદાર્થ મળતો તે મંગાવીને ઘણુંખરું બંને વખત આ વસ્તુઓ ઉપર મેં ચલાવવા માંડ્યું. - સવારમાં ઊઠીને હું છડેલ ઘઉંનાં બે બિસ્કૂટ અને પ્યાલો ભરીને ઠંડું દૂધ લેતો. તે પછી પ્રો. લૅનમનની લાયબ્રેરીમાં 8 થી ૧ર સુધી કામ કરતો. પાછો ઘેર આવીને એક પ્યાલો દૂધ પી કસરત કરવા જતો. ઉનાળાના દિવસોમાં તદ્દન નિયમસર હોડી ચલાવવાની કસરત કરતો અને ટાઢના દિવસોમાં જીમખાને જતો. બપોરન જ વખત પસંદ કરવાનું કારણ એ કે, કસરત પછી નાહવાનું બટ-કલબની એક મોટી ઓરડીમાં કરવું પડતું અને બપોર સિવાય બીજે વખતે ત્યાં હમેશ વિદ્યાર્થીઓની ખૂબ ભીડ રહેતી. બધા વિદ્યાર્થીઓ નાગા જ નહાય અને મારે પણ તેમ જ કરવું પડતું. પણ બધાને દેખતાં એમ નાગા નાહવું એ આપણે ત્યાંના સંસ્કારવિરુદ્ધ હોવાથી, મને તે બિલકુલ ગમતું નહિ. બીજી અગવડ હેડી મળવાની હતી. પણ 12 થી 2 સુધી ઘણુંખરું હું એક જ બોટ-કલબમાં જતો તેથી હેડી મળવાની તેમ જ એકાંતમાં નાહવાની અને સગવડ સરસ મળી જતી. જીમખાનામાં નાહવાની અગવડ નહોતી. અહીં પ્રોફેસરોને સારુ એક જુદી રહી છે. તે મને આપવામાં આવી હતી. પણ કસરતનાં જુદાં જુદાં સાધનો મળવાનો સારામાં સારો વખત 12 થી 2 નો જ હતો, તેથી ત્યાં પણ હું એ જ વખતે જઈને કસરત કરતો. કસરત પછી એકાદ ચાની દુકાને જઈ કળમિશ્રિત રેટીનો કટકે અને એક પ્યાલો કેક લેતા. સાંજનો વખત હાર્વર્ડ લાયબ્રેરીમાં કે ઘેર વાંચવામાં ગાળતો. રાત્રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust