________________ 304 જ્યારે તેમણે પોતાની જગ્યાનું રાજીનામું પેશ કર્યું ત્યારે આજન્મ સના મંડળે તે સ્વીકાર્યું નહિ. - શ્રી. ધર્માનંદજીના વિદ્યાર્થીઓમાંથી બે મુખ્ય હતા. તેમાંના એક સ્વર્ગવાસી ચિંતામણુ વિનાયક રાજવાડે ડેક્કન એજ્યુકેશન સાયટીના સભ્ય થવાને દરેક રીતે લાયક હતા, પણ વીસ વરસ સુધી સોસાયટી જોડે બંધાવું ઇષ્ટ ન લાગવાથી તેઓ વડોદરા કોલેજમાં અધ્યાપક થયા હતા. અહીં રહી પોતાના ટૂંકા આયુષ્યમાં અવિશ્રાંત પરિશ્રમ કરી તેમણે “દીઘનિકાય' ગ્રંથનું મરાઠી ભાષાંતર - કર્યું. આ ગ્રંથના ત્રણેય ભાગ વડોદરા રાજ્ય તરફથી બહાર પડ્યા છે. શ્રી. ધર્માનંદજીના બીજા વિદ્યાથી શ્રીયુત પુરુષોત્તમ વિશ્વનાથ બાપટને સોસાયટીએ પોતાના જન્મ સભ્ય બનાવી લીધા અને હાલ તેઓ કામ કરી રહ્યા છે. પણ શ્રી. ધર્માનંદજીનું રાજીનામું તો સંસાયટીએ ન જ સ્વીકાર્યું. અમેરિકા જવા સારુ તેમની બે વર્ષ સુધી વગર પગારે રજા મંજૂર કરવામાં આવી, અને તે પૂરી થતાં જ્યારે ધર્માનંદજીએ અમેરિકાથી ફરી પોતાનું રાજીનામું સોસાયટીને મે કહ્યું ત્યારે વળી બીજાં બે વર્ષની તેવી વધુ રજા મંજૂર કરવામાં આવી ! પણ અમેરિકાથી પાછા ફર્યા બાદ ફરી ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં જવું શ્રી. ધર્માનંદજીથી બને તેમ નહોતું, તેથી તેઓ ગુજરાતમાં આવી ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા અને ત્યાં તેમણે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. - પ્રો. લૅનમન ૧૯૨૫ની સાલમાં નિવૃત્ત થયા, ત્યાં સુધી તેમની મારફત વિશુદ્ધિમાગ'નું સંપાદનકાર્ય આગળ વધ્યું ન હતું. આ એ કામ શ્રી. કોસંબીજને ઍપવાનું નક્કી થતાં તેઓ ફરી એક વાર ૧૯૨૬ના જાન્યુઆરીમાં અમેરિકા ગયા. ત્યાંથી તેઓ તેમને સોંપાયેલું કામ પૂરું કરીને ૧૯૨ના નવેમ્બરમાં હિન્દ પાછા ફર્યા. સ્વદેશ આવીને તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં રહ્યા અને ત્યાં રહીને “સુત્તનિપાતનું ભાષાંતર અને “મંઝિમનિકાય'નાં પચાસ સૂત્રોના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .