________________ પછી તેમાં થી કાખી. એ છે ઢીને હિંદ પાછા આવતાં રશિયામાં તેઓ બે અઠવાડિયાં રોકાયા. હિદ આવ્યા પછી તેઓ પૂનામાં રહેવા લાગ્યા. ૧૯૩૪ની સાલમાં શ્રી. કોસંબીજી છ મહિના સુધી હિંદુ યુનિવર્સિટીમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ છ માસ દરમ્યાનનું , બધું ખર્ચ ડૉ. જીવરાજ મહેતાએ અગાઉથી જ યુનિવર્સિટીને આપી દીધું હતું. છ મહિના પછી તેઓ કાશી વિદ્યાપીઠમાં રહેવા આવ્યા. બાબુ શિવપ્રસાદ ગુપ્તાએ તેમને રહેવા માટે એક નાનકડું મકાન બાંધી આપ્યું હતું. (આજે એ મકાન અતિથિગૃહ તરીકે વપરાય છે.) હિંદી સંસ્કૃતિ અને અહિંસાનું પુસ્તક તેમણે કાશી વિદ્યાપીઠમાં પૂરું કર્યું અને છપાવ્યું. એ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર તે વખતે ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ વિનયમંદિરના એક શિક્ષક શ્રી. ભાસ્કરરાવ વિક્રાંસે કહ્યું છે અને શ્રી. ‘જીવણલાલ એન્ડ સન્સ તરફથી પ્રસિદ્ધ થયું છે. ૧૯૩૫ની સાલમાં ડે આંબેડકરે હરિજનોને ધર્માતર કરાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. ધર્માતર કર્યા વગર જ બૌધસંપ્રદાય મારફત ફક્ત અસ્પૃશ્યોની જ નહિ પણ સમસ્ત હિંદુ સમાજની ઉન્નતિ થઈ શકશે, એ શ્રી. કોસંબીજને અભિપ્રાય પડયો. અને તેથી જ તેમણે શ્રી. જુગલકિશોર બિરલાની મદદથી મુંબઈના પરેલ વિભાગમાં બહુજનવિહાર નામના એક નાના બુદ્ધ મંદિરની સ્થાપના કરી. એ તરફ અનેક સ્પૃશ્ય તથા અસ્પૃશ્ય બહુજનો (મજૂરો) મેટા પ્રમાણમાં રહે છે. એ મંદિરમાં સ્વર્યાસ્પશ્ય ભેદ પાળવામાં નથી આવતો અને સર્વ કોઈને માટે મંદિર ખુલ્લું છે. આજે શ્રી. ધર્માનંદજી એ જ મંદિરના આંગણામાં બંધાવેલા મકાનની ઓરડીમાં રહીને નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે અને શક્તિ અનુસાર બૌદ્ધધર્મની સેવા કરી રહ્યા છે. શ્રાવણ, 1995 ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust