________________ ઉપસંહાર શ્રી ધર્મનંદજીએ પોતાનું “નિવેદન” ૧૯૧રના જાન્યુઆરી સુધી લખ્યું છે. આ દુનિયામાં વસતા એક અજ્ઞાત જિજ્ઞાસુએ યથાશક્તિ અને યથામતિ પિતાને ઇચ્છિત હેતુ પાર ઉતારવા કેવી કેવી જહેમત ઉઠાવી, એટલું જ વર્ણવવાને તેમનો ઉદ્દેશ હેવાથી પાછળની હકીકત તેમણે આમાં લખી નથી, છતાં વાચકને તો સ્વાભાવિકપણે જ શ્રી. ધર્માનંદજીની ૧૯૧૨ની સાલ પછીની પ્રવૃત્તિ વિષે પણ જાણવાની ઈચ્છા થાય. આ દષ્ટિએ તેવી હકીકત સંક્ષેપમાં અહીં આપવી અસ્થાને નહિ ગણાય. ( અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી. ધર્માનંદજીના મિત્ર પ્રાર્થનાસમાજવાળા શ્રી વિઠ્ઠલ રામજી, શિંદેની ઇચ્છા હતી કે શ્રી. ધર્માનંદજી ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં જોડાય. તેથી શ્રી. ધર્માનંદજીની આ વિષયમાં ઈચ્છા જાણી લઈ તેમના તરફથી એ સામે કશો વાંધો નથી એવું જેમાં શ્રી. શિંદેએ પ્રો. કાનિટકરને આ વિષે લખ્યું. તેમણે આ બાબત સોસાયટીના આજન્મ સભ્યોની કાંઉન્સિલ આગળ રજૂ કરી, પણ કાઉન્સિલ તરફથી તેને ઠંડે જવાબ આપવામાં આવ્યો. પ્રિન્સિપાલ પરાંજપેએ ધર્માનંદને લખ્યું જે, " આજન્મ સભ્યોને પગાર હાલમાં જ માસિક 100 રૂપિયા * કર્યો છે. અને તમને તો આજન્મ સભ્ય કરાય તેમ નથી. તેથી તમને માસિક 75 રૂપિયા પગાર આપી શકાય. વળી તમારે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સોસાયટીમાં કામ કરવા બંધાવું જોઈએ.” * શ્રી. ધર્માનંદજી પોતાના પિતાનું કરજ ફેડી ચૂક્યા હતા, અને નિર્વાહ ઉપરાંત કશો દ્રવ્યસંચય કરવાની તેમની બિલકુલ વૃત્તિ ન હોવાથી સોસાયટીની ઉપલી શરતાને અપમાનકારક માનવાની તેમણે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust