________________ અમેરિકાની સફર રહ૭ દુનિયાના જુદા જુદા દેશોની બધી આશ્ચર્યકારક વસ્તુઓ અને બનાવે બતાવવામાં આવે છે. દાખલા તરીકે, હિંદુસ્તાનના રાજામહારાજાઓની દશેરાને દિવસે નીકળતી સવારીઓ, સંખ્યાબંધ સાચા હાથીડા છે. વળી આસપાસ તાજમહાલ જેવી ઈમારતો વગેરે દેખાડવામાં આવે છે. તે પછી તુટી સુલતાનના જનાનખાનાં, તેની સેંકડો સ્ત્રીઓ, કેટલીક અવનવી કસરતો વગેરે દેખાવો બતાવવામાં આવે છે. હાથી, ઘેડા, ઊંટ વગેરે જીવતાં પ્રાણીઓ અને સે પચાસ સ્ત્રીઓ, તથા પુરુષો સામટાં એક જ જગ્યાએ આ જંગી થિયેટરમાં જોવા મળે છે. આ પ્રમાણે ન્યુયોર્કમાં અનેક જગ્યાઓ મેં જેથી . અને પછી મુકરર થયેલે દિવસે સ્ટીમર પર ચડ્યો. અમેરિકામાં હું રહ્યો તે દરમ્યાનની મારી દિનચર્યાને ટૂંક હેવાલ અહીં આપવો અસ્થાને નહિ ગણાય. શરૂઆતમાં તો જ્યારે હું હાર્વર્ડમાં ફેલ્ટન હોલમાં રહેતો ત્યારે મારા જમવાની સગવડ ત્યાં જ કરવામાં આવી હતી. યુરોપિયન રીત પ્રમાણે દિવસમાં ત્રણ વખત જમતો અને બે વખત ચા પીતો. અહીં ખોરાકમાં મોટેભાગે માંસ હોય છે તેથી બાફેલાં બટેટાં, પાંઉ, માખણ વગેરે વસ્તુઓ ઉપર જ મારે ચલાવવું પડતું. ખાધાખરચ મહિને 16 ડોલર (48 રૂપિયા) જેટલું આવતું. પણ આ સ્થિતિ અને અનુકૂળ ન લાગી. આ જ મકાનમાં એક ચીને વિદ્યાથી રહે, તેણે મને કહ્યું કે, આવું દુઃખ વેઠવાની જરૂર નથી; આટલામાં કોઈ દુકાનેથી જોઈતી ચીજો મંગાવવાનું રાખશો તો તે તમારે ત્યાં આવીને પહોંચાડી જશે, અને સસ્તી કિંમતે સાદું ખાણું મળશે. તેની આ સલાહ મને ગમી અને પ્રો. લેનમન મારફત મિ. વોરનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust